ધંધામાં સફળતા પ્રાપ્ત કરવા તમારી પાસે ધંધાને લગતી ચાવીરૂપ કુશળતાઓ જોઇએ
- જે કંપનીઓ છૂટક બજારના ક્ષેત્રમા કામ કરે છે તેમણે તેમની દુકાનો કે સ્ટોર્સને માટે સૌથી વધુ વેચાણ થાય તેવી કેન્દ્રીય જગ્યાઓએ દુકાનો બાંધીને છૂટક વેપારના લાભો મેળવ્યા છે
કી સકસેસ ફેકટર્સ : જુદા જુદા ધંધાઓમાં સફળતા માટેના ચાવીરૂપ પરિબળો જુદા જુદા હોય છે. સફળતા માટેના ચાવીરૂપ તત્ત્વોને અંગ્રેજીમા 'કી સકસેસ ફેકટર્સ' કહે છે જેનો પહેલો શબ્દ 'કી' એટલે એવી ચાવી જેનાથી અનેક મુશ્કેલીઓ ઉભા કરતા તાળાને ખોલી શકાય.
ટેકનોલોજી ઃ સૌ પ્રથમ ટેકનોલોજીની કુશળતાની વાત કરીએ તો જે ક્ષેત્રમા તમે કામ કરતા હોય તેને લગતી ટેકનોલોજીમાં કુશળતા જોઇએ. જગતમાં અત્યારે હાઇ-ટેક ઉદ્યોગો ધમધમતી પ્રગતિ કરી રહ્યા છે. ઇલેક્ટ્રીક કાર માટે ઊભી કરેલી ટેકનોલોજીમાં એલન મસ્ક અગ્રેસર છે. દેશમાં નહી, વિદેશમા નહી પરંતુ ગ્રહો પર પહોંચવાની અને ત્યાં વસવાની ટેકનોલોજી પણ તેવો વિકસાવી રહ્યા છે. દવાના ક્ષેત્રમાં વૈજ્ઞાાનિક સંશોધનો કરવાની અદ્યતન સંસ્થા ઊભી કરવાની તમારી કુશળતા ના હોય, અદ્યતન લેબોરેટરીઝ અને દવાઓના સૂક્ષ્મતમ ટેસ્ટીંગ કરવાની વ્યવસ્થા ના હોય તો નવા સંશોધન વિનાની દવાની કંપની બહુ ટૂંકા સમયમાં કાલગ્રસ્ત (આઉટરેટેડ) બની જાય. મોબાઈલ ટેકનોલોજીમાં તો દર થોડા થોડા સમયે જબરજસ્ત નવી ટેકનોલોજી ખોળાઈ રહી છે. તમે કાં તો નવી પ્રોડક્ટ શોધો કે કાં તો નવી ઉત્પાદન ક્રિયા (પ્રોસેસ ઇનોવેશન) ખોળો કારણકે બન્ને અગત્યના છે.
મેન્યુફેકચરીંગમા સફળતા માટેના તત્ત્વો ઃ ઉત્પાદન પધ્ધતિની નવી શોધ ભલેતમે ના કરી શકો પરંતુ તમારી ચાલુ ઉત્પાદન પધ્ધતિમા ઊંચા સ્તરના ઉત્પાદનના લાભો મેળવી શકો અને આ બાબતમા હરીફ કંપનીઓને મહાત કરો તો પણ તમે સફળ થાઓ. અંગ્રેજીમા આને ઇકોનોમીક ઓફ લાર્જ સ્કેલ પ્રોડકશન કહે છે જેને અર્થશાસ્ત્રના અને મેનેજમેન્ટના દરેક વિદ્યાર્થીને ખબર હોય છે. તમારી ફેકટરીની કુલ ક્ષમતા કરતા પણ ગુણવત્તામા બાંધછોડ કર્યા વિના તમારી ફેકટરી ૧૧૦ ટકાની કે ૧૨૦ ટકાની ઉત્પાદન ક્ષમતાએ કામ કરે તો તમે નીચાભાવે વધુ કાર્યક્ષમ પ્રોડક્ટ ગ્રાહકોને આપી શકો છો. તમારી પ્રોડક્ટની ડીઝાઈન જ એવી નવતર હોય કે તમારી પ્રોડક્ટનું મીશ્રણ (જેમ કે લીપ્ટન ચા કે વાઘ બકરી ચા કે બુ્રકબોન્ડ ચા) અદ્ભુત હોય તે પણ તમને સફળતા અપાવે છે. આ મીશ્રણ (પેઇન્ટ ઉદ્યોગને પણ આ વાત લાગુ પડે છે) એવું હોવું જોઇએ જેનુ કોઈ અન્ય કંપની સહેલાઇથી અનુકરણ કરી શકે નહીં. ખરીદી કરનાર ગ્રાહકોના જુદા જુદા સ્પેસીફીકેશન્સ અનુસાર તમે તમારી પ્રોડક્ટ કે સર્વીસને 'કસ્ટમાઇઝ' કરી શકો અને જુદા જુદા આકારની કે કદની કે જુદી જુદી ડીઝાઈનની પ્રોડક્ટસનું 'ઓટોમેશન'કરી શકો તે પણ તમને (ખાસ કરીને વસ્ત્ર ઉદ્યોગમા) હરીફો પર સરસાઈની ભેટ આપે છે.
માર્કેટીંગ ક્ષેત્રમાં સફળતાના પરિબળો ઃ તમારી પ્રોડક્ટ લાઈન લાંબી હોય (તદ્દન નાના, નાના, મધ્યમ, તદ્દન મોટા રેફરીજરેટર્સની લાઈન કે કુકીંગ રેન્જ, અને સાથે સાથે તમારી બ્રાંડ પ્રતિષ્ઠિત હોય અને તમારી પાસે માલની ટૂંકા સમયમાં આપી શકાતી ડીલીવરીની વ્યવસ્થા હોય અને ચતુરાઈપૂર્વકની કે આકર્ષક જાહેરાત હોય તો તમે સફળતાની ટોચે પહોંચી શકો છો. આથી જે કાર કંપની પાસે મેન્યુફેકચરીંગ કુશળતા ઉપરાંત અનેક પ્રકારની કાર બનાવવાની (જેમ કે સ્પોર્ટસ કાર, યુટીલીટી કાર, જીપ, લકઝરી કાર, સીડાના, સફારી, સ્ટેશન વેગન વગેરે) તાકાત હોય તો તમે કારનું સફળ માર્કેટીંગ કરી શકો પરંતુ સામેલાએ તમારી પાસે છૂટક અને જથ્થાબંધ ડીલરોનું મજબૂત નેટવર્ક હોવુ જોઇએ. કંપનીના પોતાના જ છૂટક વેચાણના સ્ટોર્સ હોય અને તેમ પણ તમારી પ્રોડક્ટની આકર્ષક ડીસ્પ્લે (પ્રદર્શન)ની સગવડ હોય તો સોનામા સુગંધ ભળે છે. તેમા માત્ર એટલું જ ઉમેરવાનુ કે તમારી પ્રોડક્ટ કે સર્વીસના સેલ્સમેનગણને વખતોવખત સારી ટ્રેનીંગ આપી તેમને કુશળ બનાવવાની તમારી તૈયારી હોવી જોઇએ. તેનાથી જ તમારી ગ્લોબલ વિતરણ વ્યવસ્થાનુ નેટવર્ક ઊભું થશે.
કર્મચારીગણ ઃ ટોપ કક્ષાના કર્મચારીગણ હોવા એ દરેક સફળ કંપનીનું આભુષણ છે. તમારા અનુભવી મેનેજરો કે કારીગરો કે ડીપાર્ટમેન્ટલ વડાઓ ટપોટપ તમને છોડીને બીજી ઔદ્યોગીક સંસ્થાઓમા જોડાતા હોય તો તે તમારી માટે ભયસૂચક ઘંટડી છે. દરેક સફળ કંપનીમાં માત્ર અનુભવી, કુશળ અને કમીટેડ સ્ટાફ તો હોય છે જ પરંતુ આ સ્ટાફને યોગ્ય પગાર કરતા પણ 'જોબ સેટીસફેકશન'ની ફીકર હોય છે. હવેની કંપનીઓ કર્મચારીઓને કામમાં રસ પડે (ઇન્ટરેસ્ટીંગ) તેવા કામની ડીઝાઈન કરવામા વ્યસ્ત રહે છે. યાંત્રિક કે એકધારા કામોને શોધી શોધીને 'મલ્ટી ટાસ્કીંગ' બનાવાઈ રહ્યા છે. કંપની પ્રોડક્ટ ડીઝાઈન પર જે ધ્યાન આપે છે તેટલુ જ ધ્યાન હવે વર્ક ડીઝાઈન પર આપે છે અને નીરસ કામોનુ 'રીસ્ટ્રકચરીંગ' કરે છે. આ તબક્કો પસાર ક્રયા પછી કર્મચારીઓમા કાર્ય સંતોષ વધે છે અને તે પછીના તબક્કે ઉપરથી કર્યા માંડીને છેક નીચેના સ્તરના કર્મચારીઓ 'ક્રીએટીવ' કેવી રીતે બને તેનો પ્રયત્ન હવે જગતની આગેવાન કંપનીઓ કરી રહી છે. ઊંચી ઉત્પાદકતા પૂરતી નથી પરંતુ ઊંચી સર્જનાત્મકતાની અપેક્ષા નવી ઉભરતી કંપનીમાં રાખી રહી છે.
કેટલીક વધારાની કુશળતાઓ ઃ વોલમાર્ટ જેવી કંપનીઓ તેના ગ્રાહકોને ગ્લોબલ સપ્લાય ચેઇન્સ ઉભી કરી છે. જે કંપનીઓ છૂટક બજારના ક્ષેત્રમા કામ કરે છે તેમણે તેમની દુકાનો કે સ્ટોર્સને માટે સૌથી વધુ વેચાણ થાય તેવી કેન્દ્રીય જગ્યાઓએ દુકાનો બાંધીને છૂટક વેપારના લાભો મેળવ્યા છે. ૧૯૯૦ પછીના છેલ્લા લગભગ ત્રીસ વર્ષમા સફળ કંપનીઓએ આકર્ષક, કસ્ટમર-ફ્રેન્ડલી, એકદમ ઝડપથી ખોલી શકાય તેવી વેબસાઇટસ તૈયાર કરી છે અને કેટલીક કંપનીઓને વેચાણ ઓફ-લાઈન કરતા ઓન-લાઈન વધારે હોય છે. સફળ ધંધા માટે આજથી પચાસ વર્ષ પહેલા ચાવીરૂપ તત્ત્વો હતા તે લેપટોપ કોમ્પ્યુટરસ અને મોબાઈલ ટેલીફોન તથા ટેલીમાર્કેટીગે બદલી નાખ્યા છે.
Poplar Tree Farming : ખેતરોમાં પોપ્લર વૃક્ષો ઉગાડીને સારી આવક થાય. તેને પોપ્લર ટ્રી પણ કહેવામાં આવે છે. તેના લાકડાનો ઉપયોગ પ્લાયવુડ અને બોર્ડ બનાવવામાં થાય છે. આ વૃક્ષોની સાથે તમે અન્ય ખેતી પણ કરી શકો છો.
જો તમારી પાસે ક્યાંક મોટું ખેતર છે અને તેમાં રોકડિયા પાક ઉગાડવો હોય તો તમારે વાંસની ખેતી તરફ ધ્યાન આપવું જોઈએ. આમાં, કમાણી ઝડપી અને સારી છે. તેમાં વધારે મહેનત કે પૈસાની જરૂર નથી.
પ્રોડક્ટ કે સર્વિસ ગ્રાહક સુધી પહોંચે તે પહેલાં વિવિધ તબક્કામાંથી પસાર થાય તો સફળતાની શક્યતા ઉજળી બની જાય છે