લીવરને સ્વસ્થ રાખતા ફળો
લિવર શરીરનું મહત્વપૂર્ણઅંગ છે. તે શરીરને ડિટોક્સ કરવાનું કાર્ય કરે છે. શરીરમાંના ઝેરીલા તત્વોને બહાર કાઢે છે. તેમજ રોજિંદા આહારને પચાવામાં મદદ કરે છે. તે પ્રોટીનનું નિર્માણ કરે છે. તેમજ જરૂરી પોષક તત્વોનેચરબીમાં પરિવર્તિત કરે છે. લાંબા સમય સુધી લિવરને સ્વસ્થ રાખવા માટે ડાયટમાં સુધારો કરવો જરૂરી છે. લિવરને સ્વસ્થ રાખતા ફળોનું ખાસ કરીન ેસેવન કરવું જોઇએ.
સફરજન
સફરજન લિવરને ડિટોક્સ કરે છે. તે શરીરમાં આર્યનની કમી દૂર કરે છે. તેમજ કોલસ્ટ્રોલમાં સુધારો કરે છે અને પાચનક્રિયાને વ્યવસ્થિત રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.
બેરીઝ
બેરીઝમાં સમાયેલ પોલીફેનોલ લિવરને સ્વસ્થ રાખે છે. આ ફળનું સેવન કરવાથી રોગપ્રતિરોધ ક્ષમતા વધે છે. બેરીઝમાં પોષક તત્વો ભરપુર માત્રામાં સમાયેલા છે.
દ્રાક્ષ
દ્રાક્ષ લાલ, કાળી અને લીલી એમ ત્રણ રંગની મળે છે. દ્રાક્ષમાં ન્યૂએન્ટસ સમાયેલા હોય છે. કાળી અન ેલાલ દ્રાક્ષના સેવનથી લિવર સ્વસ્થ રહે છે. લિવરમાં સોજો થયો કે પછી સામાન્ય ઇન્ફેકશન થયું હોય તો દ્રાક્ષનું સેવન કરવું જોઇએ.
કેળા
કેળા ઘણી સામાન્ય બીમારીઓમાં ગુણકારી નીવડયા છે. પેટની સામાન્ય તકલીફ, અપચો, તેમજ નબળાઇ લાગતી હોય તો કેળાનું સેવન કરવાથી રાહત થાય છે. વાસ્તવમાં લવિર પર સોજો આવે છે ત્યારે પાચનક્રિયા મંદ પડી જતી હોય છે અને આહારનું પાચન થતું નથી. તેથી તેવામાં સુપાચ્ય ભોજન કરવું જોઇએ.તબીબની સલાહ લઇને કેળાનું સેવન કરી શકાય છે.
જોકે લિવર શરીરનું મુખ્ય અંગ હોવાથી તબીબની સલાહ અનુસાર દવા અને ફળોનું સેવન કરવું.
તજ ભેળવેલ દૂધ પીવાના ફાયદા
દૂધમાં તજનો ભુક્કો ભેળવીને પીવાથી પેટમાં ગેસની તકલીફથી રાહત અપાવે છે. આ દુધ પાચનતંત્રને સુધારકીને પાચન સંબંધીઓની તકલીફ દૂર કરે છે.
અનિંદ્રાની તકલીફ હોય તો, રાતના સૂતા પહેલા તજયુક્ત દૂધ પીવું.
બ્લડ સુગરના લેવલને અંકુશમાં લાવવા માટે તજ એક સારો નુસખો છે. ટાઇપ ટુ ડાયાબિટીસના દરદીઓમાટે તજ ભેળવેલું દૂધ ફાયદો કરે છે.
તાણ દૂર કરવાની સાથેસાથે વા તેમજ હાડકાઓની તકલીફમાં પણ રાહત માટે દૂધમાં તજ ભેળવીને પીવું.
તજવાળું દૂધ પીવાનો સૌથી વધુ ફાયદો ત્વચા પર જોવા મળશે.ત્વચા પરના ડાઘા દૂર થાય છે. તેમજ ત્વચા ચમકીલી થાય છે.
જોકે તજ શરીરને માફક આવે છે કે નહીં તે અવશ્ય જાણી લેવું.
રસોડામાં મોજૂદ મસાલાઓના સેવનના ફાયદા
જીરૂનો ભુક્કો
જીરાનો ઉપયોગ રસોઇમાં સ્વાદ અને સોડમ વધારવા માટે કરવામાં ાવતો હોય છે. તેમાં પ્રચુર માત્રામાં ફાઇબર સમાયેલું હોય છે. જીરાને શેકી ઠંડુ પડે પછી ભુક્કો કરી ઝીણું વાટી લેવું.મધ અથવા પાણી સાથે પેસ્ટ બનાવી કાલી પેઠે ખાવાથી ખોરાકને પચાવામાં મદદ મળે છે.
હીંગ
એસિડિટ અને ખાટા ઓડકારોની સમસ્યા માટે હીંગનો ઉપયોગ કરવામાં આવે છે. અપચાને દૂર કરવા માટે પણ હીંગ રામબાણ ઇલાજ છે. હીંગ વાનગીમાં સોડમ અને સ્વાદ વધારે છે. તેમજ સાથેસાથે ગેસ, અપચો અને એસિડિટીથી પણ રાહત મળે છે. પેટમાં ગેસ ભરાઇ જતા પેટ ફૂલેલું લાગે તો હીંગનો લેપ ડૂંટીની આસપાસ કરવામાં આવે છે જેથી ગેસ છૂટે છે.
અજમો
અપચાના કારણે થતા ગેસ અને એસિડિટી માટે અજમો એક ઉત્તમ નુસખો છે. પેટનો દુખાવો, પેટમાં વીંટ આવવી, પેટ ફુલવુ જેવા લક્ષણો સામાન્ય રીતે અપચાના હોય છે. તેથી શેકેલો અજમો ફાકવાથી રાહત થાય છે.
આદુ
એસિડિટીને કારણે પેટ ફુલતું જણાય કે પછી પેટમાં તકલીફ થતી હોય તો તરત જ આદુનો ઉપયોગ કરવો.આદુમાં અક એવો ગુણ છે આંતરડામાં થયેલા ગેસને દૂર કરે છે, તેથી પેટમાં રાહત થાય છે.
લીંબુ
લીંબુમાં વિટામિન સી પ્રચુર માત્રામાં હોય છે. કોવિડ-૧૯ દરમિયાન તબીબોએ પણ વિટામિન સી લેવાની સલાહ આપી હતી. વિટામિન સી ઇમ્યૂનિટીને બૂસ્ટ કરે છે. તેનાથી લિવર સાફ રહે છે. લીંબુમાં સમાયેલા તત્વ લિવરની કોશિકાઓને સક્રિય કરે છે. લીંબુ પાણી પીવાથી પણ ફાયદો થાય છે.
એલચી
આ એક કુદરતીમાઉથ ફ્રેશનર છે. તેમાં આવશ્યક તેલ સમાયેલું હોય છે જે લાળ ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે અને એસિડિટીથી થનારી બળતરાને દૂર કરેીને ખાવા પ્રત્યેની અરૂચિને દૂર કરે છે.
બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતો આપણી કિડનીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે અને કિડની રોગનું જોખમ વધારી શકે છે.
જો તમે પણ શરીરમાં પોષક તત્વોની ઉણપને કારણે થતી સ્વાસ્થ્ય સમસ્યાઓનો શિકાર બનવાથી બચવા માંગતા હો, તો તમારે સ્વામી રામદેવના આ કુદરતી સૂત્રને ચોક્કસપણે અજમાવવું જોઈએ.
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી જ એક સમસ્યા છે ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ જેને IBS કહેવામાં આવે છે, આ રોગ શા માટે થાય છે. તેના લક્ષણો શું છે અને તેને કેવી રીતે અટકાવવું? નિષ્ણાતો પાસેથી આ વિશે અમને જણાવો.