ભારતમાં આઇફોનનું ઉત્પાદન વધ્યું, વિશ્વભરમાં વેચાતો દરેક 7મો આઇફોન 'મેડ ઇન ઇન્ડિયા' છે
મેડ ઈન ઈન્ડિયા આઈફોનની આગામી કેટલાક વર્ષોમાં ભારે માંગ થઈ શકે છે. ભારતમાં iPhoneનું ઉત્પાદન બમણું થયું છે અને આગામી વર્ષોમાં તેનું ઉત્પાદન વધુ વધી શકે છે. રિપોર્ટ અનુસાર, 2028 સુધીમાં ભારત એપલ માટે ત્રીજું સૌથી મોટું માર્કેટ બની શકે છે.
એપલે ભારતમાં iPhoneનું ઉત્પાદન બમણું કર્યું છે. વિશ્વમાં વેચાતો દરેક 7મો આઇફોન ભારતમાં બને છે એટલે કે મેડ ઇન ઇન્ડિયા. પીએમ મોદીએ રવિવારે આપેલા ઈન્ટરવ્યુમાં આ જાણકારી આપી છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં આઈફોનનું ઉત્પાદન ઝડપથી વધ્યું છે. હાલમાં ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચરિંગ દેશ બની ગયો છે.
પીએમ મોદીએ કહ્યું કે એટલું જ નહીં, દુનિયાભરમાં વેચાતા દર 7માંથી 1 આઈફોન ફક્ત ભારતમાં જ બનાવવામાં આવે છે. સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ માટે આપવામાં આવેલી PLI (પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ) સ્કીમને કારણે આ બધું શક્ય બન્યું છે. એવો અંદાજ છે કે 2028 સુધીમાં વિશ્વમાં વેચાતા iPhonesમાંથી 25 ટકા ભારતમાં બનશે.
મેડ ઈન ઈન્ડિયા આઈફોનની યુઝર્સમાં ભારે માંગ છે. એપલે ભારતમાં વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રેકોર્ડ શિપમેન્ટ હાંસલ કર્યું છે. ભારતમાં iPhoneના વેચાણમાં વાર્ષિક ધોરણે 19 ટકાનો વધારો થયો છે. ભારત સરકારની PLI સ્કીમને કારણે એપલ ભારતમાં ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટ માટે સ્થાનિક વિક્રેતાઓનો સંપર્ક કરી રહી છે, જેથી ચીન પરની નિર્ભરતાનો અંત લાવી શકાય.
Apple ભારતમાં લાખો iPhonesનું ઉત્પાદન કરીને રોજગારીની તકો પણ ઉભી કરી રહી છે. એપલે આ વર્ષે માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટર સુધી ભારતમાં બે આંકડામાં વૃદ્ધિ નોંધાવી છે. આગામી બેથી ત્રણ વર્ષમાં ભારત એપલ માટે ત્રીજું સૌથી મોટું બજાર બની શકે છે. Appleએ 2023માં ભારતમાં રેકોર્ડ 10 મિલિયન iPhone મોકલ્યા છે.
હાલમાં ભારતમાં 850 મિલિયન એટલે કે 85 કરોડ સ્માર્ટફોન યુઝર્સ છે. આવનારા કેટલાક વર્ષોમાં ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા 1 અબજ એટલે કે 100 કરોડ સુધી પહોંચી શકે છે. કાઉન્ટરપોઇન્ટ અને IDCના તાજેતરના બજાર અહેવાલો અનુસાર, Appleએ ભારતીય બજારમાં જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી છે. વિશ્વના અન્ય દેશની સરખામણીમાં ભારતમાં iPhoneની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.
ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ ઈન્ફોસિસ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા ઈન્ફોસિસ પ્રાઈઝના વિજેતાઓની જાહેરાત પહેલા ઘણાં વિવિધ મુદ્દાઓ પર તેમના મંતવ્યો વ્યક્ત કર્યા છે.
Geyser Using Tips: શિયાળો શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ઇલેક્ટ્રિક ગીઝરનો ઉપયોગ કરવો જરૂરી છે. જો તમે પણ ઈલેક્ટ્રિક ગીઝરનો ઉપયોગ કરો છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહીં તો વીજળીનું બિલ ખૂબ જ વધી શકે છે.
રેડમીએ તેના બજેટ સ્માર્ટફોનની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. રેડમીનો આ સસ્તો ફોન અડધાથી પણ ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. ગયા વર્ષે લૉન્ચ થયેલો આ Redmi ફોન તેની લૉન્ચ કિંમત કરતાં 8,000 રૂપિયા સસ્તો છે.