અમદાવાદમાં હવાનું પ્રદૂષણ અટકાવવા તંત્ર એકશનમાં, કન્સ્ટ્રક્શન સાઈટ માટેના નિયમો જાહેર કરાયા
પ્રદૂષણ રોકવા પગલાં ન ભરતી સાઈટ બાબતે AMC કમિશનરનો આદેશ, હવાના પ્રદૂષણથી અસ્થમા સહિત શ્વસનતંત્ર-ફેફસાંની બીમારીમાં વધારો , નાગરિકોને અસ્થમા, દમ, શ્વસનતંત્ર, ફેફસાંની બીમારીનો ભોગ બનવું પડે છે
અમદાવાદમાં વિવિધ સ્થળે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બાંધકામ ચાલતા હોય તેવી બાંધકામ- કન્સ્ટ્રક્શન સાઈટ ખાતે ધૂળ, માટી ઊડતી હોવાને કારણે પ્રદૂષણ ફેલાય છે અને તેના કારણે નાગરિકોને અસ્થમા, દમ, શ્વસનતંત્ર, ફેફસાંની બીમારીનો ભોગ બનવું પડે છે. શહેરમાં બાંધકામ- કન્સ્ટ્રક્શન સાઈટ ખાતે યોગ્ય પ્રકારે આડશો, પતરાં, વગેરે લગાવીને બાંધકામ સાઈટ દ્વારા શહેરમાં પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણની જાળવણી માટે પગલાં લેવા જરૂરી છે. શહેરમાં મોટાભાગની બાંધકામ સાઈટ પર આ પ્રકારે કોઈ પગલાં લેવાતા નથી અને તેના કારણે જાહેર આરોગ્યને નુકસાન થતું હોવાની બાબતને ધ્યાનમાં લઈને મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને ધૂળ, માટી, ઊડતી, પ્રદૂષણ ફેલાવતી બાંધકામ સાઈટોની રજા ચિઠ્ઠી રદ કરવા સહિતના આકરાં પગલાં લેવાની તાકીદ કરી છે. આ હેતુસર સરક્યુલર જારી કરીને કડક પગલાં લેવા તેમણે તાકીદ કરી છે.
અમદાવાદમાં રોડ પર ઊડતી ધૂળના કારણે ફેલાતા એર પોલ્યુશનને કારણે અનેક બીમારીઓનો લોકો ભોગ બને છે. શહેરમાં એર પોલ્યુશન અટકાવવાની નેમ સાથે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક પગલાં લેવા સૂચના આપી છે. શહેરમાં ચાલતી બાંધકામ સાઈટો પર બિલ્ડરો દ્વારા સાઇટ પર ઉડતી ધૂળો અને રોડ પર બાંધકામો વાહનો દ્વારા રોડ પર માટીના કારણે થતા પ્રદૂષણને ધ્યાનમાં રાખી કડક કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને સૂચના આપી છે. રજા ચિઠ્ઠી મુજબ જો બાંધકામ કરનાર બિલ્ડર દ્વારા ઉડતી ધૂળના કારણે પ્રદુષણ અને સલામતીના પગલા ન લેવાય તો બાંધકામ ની રજા ચિઠ્ઠી રદ કરી દેવાની રહેશે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી છે. મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા એસ્ટેટ વિભાગને તાકીદ કરવામાં આવી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં ચાલુ બાંધકામની સાઇટ પર સલામતી તેમજ પર્યાવરણની જાળવણી અંગે સાઇટ પર પૂરતા પગલા લેવાની પ્રાથમિક જવાબદારી સંબંધિત માલિક/ડેવલપર/ એન્જિનિયરની છે. જેમાં બાંધકામ ડિમોલિશનની પ્રવૃતિ થતી હોય તે જગ્યા પર હવા પ્રદૂષણ થાય નહિ તથા તેમજ રોડ પર માટી ન ફેલાય તેમજ આજુબાજુની મિલ્કતો વ્યક્તિઓને નુકસાન થાય નહિ તે માટે તકેદારીનાં ભાગરૂપે બાંધકામ સ્થળ 52 નીચે દર્શાવ્યા મુજબનાં પગલા જે-તે બાંધકામ કરનાર બિલ્ડર દ્વારા લેવામાં જોઈએ અને તેનું પાલન કરવાનું રહેશે.
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.