ગીર સોમનાથ જિલ્લા માહિતી કચેરી દ્વારા કોલેજોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ નાટકોનું આયોજન
સરકારી વિજ્ઞાન કોલેજ અને મહિલા કોલેજમાં નાટક દ્વારા શ્રમદાનનું મહત્વ,ભીનો-સુકો કચરો અને રિસાઈકલિંગનું મહત્વ સમજાવ્યું, વિદ્યાર્થીઓએ કચરો ન કરવા અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા લીધો સંકલ્પ.
ગીર સોમનાથ: સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી થઈ રહી છે અને પહેલી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ જિલ્લામાં ‘એક તારીખ, એક કલાક’ સ્વચ્છતા શ્રમદાનનો મહાયજ્ઞ યોજાવાનો છે. ત્યારે આ કાર્યક્રમ અનુસંધાને જિલ્લા માહિતી કચેરી દ્વારા સરકારી વિજ્ઞાન કોલેજ અને મહિલા કોલેજ ખાતે યુવાઓમાં જાગૃતિ આવે એવા શુભ હેતુસર પરંપરાગત માધ્યમ નાટક દ્વારા કચરાના રિસાઈકલિંગ અંગે, સ્વચ્છતા અંગે તેમજ ભીના કચરા-સૂકા કચરા અંગે સમજૂતી આપવામાં આવી હતી
માહિતી કચેરી વેરાવળના માર્ગદર્શન હેઠળ સ્વપ્ન યુવા વિકાસ મંડળ જૂનાગઢના કલાકારો દ્વારા કોલેજોમાં સ્વચ્છતા અંગે નાટકની હળવી શૈલીમાં પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમાં સુકો-ભીનો કચરો, ‘સિંગલ યૂઝ પ્લાસ્ટિક ફ્રી’ તેમજ ‘ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ’નો મહત્વનો સંદેશો આવરી લેવાયો હતો અને કચરો એકત્રિત કરી ડિસ્પોઝ કરવા અંગે તેમજ શ્રમદાનનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો.
આ તકે સરકારી વિજ્ઞાન કોલેજના પ્રિન્સીપલ શ્રી સ્મિતાબહેન છગ, ચિરાગબહેન સહિત પ્રોફેસર્સ તેમજ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ એમ.જે.બંધિયા, શ્રી જિવાભાઈ વાળા સહિતના પ્રોફેસરશ્રીઓ અને બન્ને કોલેજના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, પહેલી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મહત્તમ લોકભાગીદારીના ધ્યેય સાથે ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહાશ્રમદાન ગતિવિધિઓનું આયોજન થશે.
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મુલાકાતના સુચારુ આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
લખી-વાંચી ન શકતા ૧૭ વર્ષીય દિવ્યાંગ ઓમને સંસ્કૃતના ૨૦૦૦ જેટલા શ્લોકો કંઠસ્થ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત.
BIS અમદાવાદ દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોધપુર પેલેસ હોટલ, ડુંગરપુર ખાતે યોજાયો હતો જેમાં ડુંગરપુરના 125 જ્વેલર્સે ભાગ લીધો હતો.