IND vs AUS: ભારતની જીત પછી KL રાહુલે પોતાની રણનીતિ જાહેર કરી, કહ્યું- 'જાડેજા અને મારી પાસે પ્લાન હતો કે...'
KL રાહુલનું નિવેદન, ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલને તાજેતરમાં પૂર્ણ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ખરાબ પ્રદર્શનને કારણે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ તેણે વનડે શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી.
ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલને તાજેતરમાં પૂર્ણ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ખરાબ પ્રદર્શન માટે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ ટેસ્ટ સિરીઝની છેલ્લી બે મેચોમાં તેને ભારતીય પ્લેઈંગ-11માંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો, પરંતુ 17 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ ODI મેચમાં રાહુલે જોરદાર અડધી સદી ફટકારીને તમામ ટીકાકારોને જવાબ આપ્યો હતો.
વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કેએલ રાહુલ ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીનિવારક બન્યો હતો અને તેણે 39.5 ઓવરમાં જાડેજા સાથે મળીને ટીમને 5 વિકેટે જીત અપાવી હતી. આવો જાણીએ આ જીત બાદ મેચ પોસ્ટ પ્રેઝન્ટેશન દરમિયાન રાહુલે શું કહ્યું.
વાસ્તવમાં, 189 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમે પોતાની 3 મોટી વિકેટ વહેલી ગુમાવી દીધી હતી, ત્યારબાદ કેપ્ટન હાર્દિક પણ વધુ રન બનાવી શક્યો ન હતો અને 25 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ સાથે જ કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ ટીમની ઇનિંગને સંભાળીને ટીમને જીત તરફ દોરી હતી. રાહુલની વનડે કારકિર્દીની આ 13મી અડધી સદી હતી.
આ મેચમાં રાહુલે 91 બોલમાં 75 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 7 ફોર અને 1 સિક્સ સામેલ હતી. આ મેચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યા બાદ, રાહુલે મેચ પછીના પ્રેઝન્ટેશન દરમિયાન તેની અને જાડેજાની ખાસ રણનીતિ અંગે નિવેદન આપ્યું હતું. રાહુલે કહ્યું,
“અમારી વિકેટ વહેલી પડી ગઈ, સ્ટાર્કને બોલમાંથી સ્વિંગ મળી રહ્યો હતો. જોકે, પ્રારંભિક બાઉન્ડ્રીએ મને સેટમાં વહેલા પ્રવેશવામાં ઘણી મદદ કરી. જાડેજા સાથે અદભૂત ભાગીદારી. અમે મેદાન પર રમતી વખતે કંઇ અલગ ચર્ચા કરી રહ્યા ન હતા, અમારો એક જ ઉદ્દેશ્ય હતો કે જે પણ ખરાબ બોલ આવે તેના પર રન બનાવવાનો. તેણે તે પોઝિશન પર ઘણી સારી ઇનિંગ્સ રમી હતી, તે તેની ભૂમિકાને સારી રીતે સમજે છે.
IND vs AUS: ભારતે પ્રથમ ODI 5 વિકેટે જીતી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુંબઈમાં રમાયેલી પ્રથમ વનડે મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ મેચમાં કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બંને ખેલાડીઓએ મળીને 108 રનની અણનમ સદીની ભાગીદારી નોંધાવી હતી.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 35.4 ઓવરમાં 188 રન પર સમેટાઈ ગઈ હતી અને ટીમે ભારત સામે 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે 39.1 ઓવરમાં 5 વિકેટે મેચ જીતી લીધી હતી.
ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ વિજય હજારે ટ્રોફીમાં સદીની હેટ્રિક લગાવી છે. આ ખેલાડી ટૂર્નામેન્ટમાં પોતાની ટીમ માટે મોટો મેચ વિનર સાબિત થઈ રહ્યો છે. પરંતુ આ વખતે IPL 2025ની મેગા ઓક્શનમાં આ સ્ટાર પર કોઈએ દાવ લગાવ્યો ન હતો.
વિશ્વ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં વૈશાલીનો સામનો ચીનની ઝુ જિન્અર સામે થશે. વૈશાલીએ જ્યોર્જિયાના ગ્રાન્ડમાસ્ટર નાના જગ્નીડઝે અને રશિયાની વેલેન્ટિના ગુનિનાને હરાવ્યા હતા.
ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પ્રતિષ્ઠિત સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી માટે મેન્સ ક્રિકેટર ઓફ ધ યર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે.