IND vs AUS: સિરીઝ હારી અને નંબર 1નો તાજ પણ, જાણો કેપ્ટન રોહિત કોને માને છે જવાબદાર?
ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે તેના જ ઘરઆંગણે વનડે શ્રેણીમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. સતત સાત શ્રેણી જીત્યા બાદ ભારતે વનડે શ્રેણી ગુમાવી છે
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જીત સાથે શરૂઆત કરનાર રોહિત શર્માની ટીમ છેલ્લી બે મેચ હારી ગઈ જેના કારણે શ્રેણી પણ તેના હાથમાંથી નીકળી ગઈ. આ હારથી રોહિત શર્માનું દિલ તૂટી ગયું છે. વર્લ્ડકપ પહેલા આ સીરિઝને ઘણી મહત્વની માનવામાં આવી રહી હતી, જોકે હારથી ટીમ ઈન્ડિયા અને તેની વર્લ્ડ કપની તૈયારી પર સવાલો ઉભા થયા છે.
ચેન્નાઈમાં રમાયેલી છેલ્લી અને નિર્ણાયક ODI મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 270 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ માત્ર 248 રનમાં જ સમેટાઈ ગઈ હતી. રોહિત શર્માનું માનવું હતું કે ટીમે ખરાબ બેટિંગ કરી જેના કારણે શ્રેણી તેમના હાથમાંથી નીકળી ગઈ.
મેચ બાદ કેપ્ટન રોહિતે કહ્યું કે ટીમને મળેલો ટાર્ગેટ બહુ મોટો ન હતો પરંતુ બીજી ઈનિંગમાં વિકેટ થોડી પડકારજનક બની ગઈ હતી. રોહિત તેની ટીમની બેટિંગથી બિલકુલ ખુશ નહોતો અને તેણે કહ્યું કે તેની ટીમ જીત માટે જરૂરી ભાગીદારી બનાવી શકી નથી. ટીમ ઈન્ડિયાએ જે રીતે વિકેટો ગુમાવી, કેપ્ટને તેને નિરાશાજનક ગણાવ્યું અને કહ્યું કે દરેક વ્યક્તિ આવી વિકેટો પર રમી રહ્યો છે અને ખેલાડીઓએ પોતાને એક તક આપવી જોઈએ.
ઓપનિંગ બેટિંગ કરનાર રોહિતે વધુમાં કહ્યું કે, એક બેટ્સમેન અંત સુધી ટકી રહે તે જરૂરી હતું. દરેક જણ પોતપોતાનું શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ એવું બન્યું નહીં. અમે જાન્યુઆરીથી નવ વનડે રમ્યા છે, અમે તેમાંથી ઘણી સકારાત્મક બાબતો લઈ શકીએ છીએ. આ કોઈ એકની નહીં પણ આખી ટીમની હાર છે.
રોહિતે હારની જવાબદારી કોઈ એક ખેલાડી પર નાખવાનો ઈન્કાર કર્યો હતો. તેણે કહ્યું કે તે હાર માટે કોઈ એક કે બે ખેલાડીઓને દોષી ઠેરવી શકે નહીં કારણ કે આ હાર આખી ટીમની છે. ટીમ ઈન્ડિયાને આગામી પાંચ મહિનામાં આવી જ સ્થિતિમાં વર્લ્ડ કપ રમવાનો છે, જેના માટે ટીમ તમામ ખામીઓનું ધ્યાન રાખે તે જરૂરી છે.
IPL 2016 માં વિરાટ કોહલીએ બનાવેલો રેકોર્ડ આજ સુધી તૂટી શક્યો નથી. આ વખતે આપણે જોવું પડશે કે કોઈ બેટ્સમેન તેની નજીક આવી શકે છે કે નહીં.
જુનૈદ ઝફર ખાનનું ઓસ્ટ્રેલિયામાં મેદાન પર મોત: 41.7 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં અકસ્માત. તાજેતરના ક્રિકેટ સમાચાર અને ગરમીની અસર જાણો.
પાકિસ્તાન ટીમ અને તેના ખેલાડીઓ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ, પાકિસ્તાની ટીમ નવી શરૂઆતના ઇરાદા સાથે ન્યુઝીલેન્ડ પહોંચી હતી, પરંતુ અહીં પણ નસીબ તેમનો સાથ ન આપ્યો.