itel Launches S23 : ભારતનો પહેલો 16 GB* સ્માર્ટફોન રૂપિયા 8799માં: માત્ર એમેઝોન પર જ ઉપલબ્ધ
ભારતની અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ આઇટેલે રૂ. 9,000ની કેટેગરીમાં તેનો પ્રિમીયમ ફ્લેગશિપ સ્માર્ટફોન itel S23 લોંચ કર્યો છે, જે મેમરી ફ્યુઝન દ્વારા ભારતનો પ્રથમ 16 GB RAM* ફોન છે.
મોબાઇલ ઉદ્યોગમાં નવાં માપદંડ પ્રસ્થાપિત કરતો itel S23 16 GB માત્ર એમેઝોન પર લોંચ થઈ રહ્યો છે.
ભારતની અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ આઇટેલે રૂ. 9,000ની કેટેગરીમાં તેનો પ્રિમીયમ ફ્લેગશિપ સ્માર્ટફોન itel S23 લોંચ કર્યો છે, જે મેમરી ફ્યુઝન દ્વારા ભારતનો પ્રથમ 16 GB RAM* ફોન છે.
મોબાઇલ ઉદ્યોગમાં નવાં માપદંડ પ્રસ્થાપિત કરતો itel S23 16 GB માત્ર એમેઝોન પર લોંચ થઈ રહ્યો છે. આઇટેલે A60, P40 જેવી ચીલો ચાતરતી પ્રોડક્ટ્સ દ્વારા છેલ્લાં કેટલાંક મહિનાઓમાં રૂ. 8,000થી નીચેના સેગમેન્ટમાં લાખો લોકોનાં હૃદય જીતી લીધાં છે અને પ્રથમ વાર ખરીદી કરનારા ગ્રાહકોમાં રિપીટ ગ્રાહકોનું પ્રમાણ ઊંચું રહ્યું છે. માત્ર રૂ. 8799નાં મૂલ્યની આ ઇનોવેટિવ ફ્લેગશિપ પ્રોડક્ટ દ્વારા આઇટેલ 10,000થી નીચેની કિંમતનાં સ્માર્ટફોન માર્કેટમાં પ્રભુત્વ ધરાવવા સજ્જ છે.
itel S23 તેનાં સેગમેન્ટમાં સુંદરતા અને દેખાવને પુનઃવ્યાખ્યાયિત કરે છે અને 50MP સુપર ક્લિયર રિયર કેમેરા, આકર્ષક 8MP ગ્લોઇંગ એઆઇ ફ્રન્ટ કેમેરા વીથ ફ્લેશ સાથે સજ્જ છે. આને કારણે S23 દરેક ક્ષણને નોંધપાત્ર ક્લેરિટી અને ડિટેલ સાથે કેપ્ચર કરે છે. આ ઉપરાંત, S23 8GB* વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ છે, જે વ્યાપક ગ્રાહક શ્રુંખલાની માંગ પૂરી કરે છે અને વિવિધ રિટેલ ચેનલ્સમાં સુગમતા ઉપલબ્ધ કરાવે છે.
લોંચ અંગે ટિપ્પણી કરતા આઇટેલ ઇન્ડિયાના સીઇઓ અરિજીત તાલપત્રાએ જણાવ્યું હતું કે, “કન્ઝમ્પશન પેટર્નમાં ભારે પરિવર્તન આવ્યા બાદ આજે ગ્રાહકો તેમની પસંદગી, વિકલ્પ અને ફેશન અંગે સભાન અને ડિમાન્ડીંગ થઈ ગયા છે. મોબાઇલ હવે માત્ર ડિવાઇસ નથી રહી પણ મનોરંજનનો અભિન્ન હિસ્સો અને નવા ભારતની જીવનશૈલી બની ગયો છે. આઇટેલમાં અમે ટ્રેન્ડી ફીચર્સ, સ્ટાઇલિશ લુક્સ અને નવા જમાનાની ટેકનોલોજી સાથે ઇનોવેશન લાવીને અમારા ગ્રાહકોને સેવા પૂરી પાડવા માટે સતત પ્રયાસશીલ છીએ.
itel S23 અમારા વિશિષ્ટ ગ્રાહકોને અત્યંત ખુશીનો અનુભવ કરાવશે, જેમાં પાવરફુલ 50 MP અલ્ટ્રા કેમેરા, સુપર સ્ટાઇલિશ આઇડી ડિઝાઇન, હાઇ મેમરી વેરિએન્ટ્સ, સાઇડ ફિંગર પ્રિન્ટ અને કલર ચેન્જિંગ બેક આઇડી યુવા, ટ્રેન્ડી અને નવી પેઢીનાં ભારત માટે સ્વેગ ઉમેરે છે. આ અનોખા ફીચર્સ દ્વારા અમે અમારા ગ્રાહકો માટે સ્માર્ટફોન અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરવા માંગીએ છીએ. અમે ભારતીય બજારમાં એમેઝોન દ્વારા રૂ. 8799ની બેસ્ટ પ્રાઇસમાં આ ઇનોવેટિવ ડિવાઇસ રજૂ કરતા અને અમારા ગ્રાહકોને સ્પેક્સ અને લુક્સમાં ઉત્તમ એવો સ્માર્ટફોન રજૂ કરતાં રોમાંચ અનુભવીએ છીએ.”
પાવરફુલ 5000 mAh બેટરીથી સજ્જ 6.6 ઇંચ HD+ IPS વોટરડ્રોપ ડિસ્પ્લે અને સ્ટાઇલિશ બોડીથી સજ્જ આઇટેલ S23 અતુલનીય સ્માર્ટફોન અનુભવ પૂરો પાડે છે. S23 ચમત્કારિક મિસ્ટીક વ્હાઇટ વેરિએન્ટમાં કલર-ચેન્જિંગ બેક પેનલનાં અનોખા ફીચર દ્વારા એલિગન્ટ અને ટ્રેન્ડી એસ્થેટિક લુક આપે છે. આ મનમોહક ડિઝાઇન એલિમેન્ટ યુવી રેઝને પ્રતિક્રિયા આપે છે અને તેનો કલર બદલે છે. માત્ર એમેઝોન પર જ ઉપલબ્ધ આઇટેલ S23 ભારતનાં લોકોને ઇનોવેટિવ ટેકનોલોજી માટે સશક્ત કરે છે.
આઇટેલ S23ની અતુલનીય મેમરી ક્ષમતાઓનો અનુભવ કરો. 16GB (8+8) RAMને કારણે એકંદર સ્પીડમાં 10 ટકા વધારો અનુભવો, જેનાથી તમે સિમલેસ મલ્ટીટાસ્કિંગ અને સ્મુધ ઓપરેશન દ્વારા સુંદર ગેમિંગ અનુભવ મેળવી શકો છો. 128 GB UFS 2.2 સ્ટોરેજ દ્વારા આઇટેલ પૂરતી મેમરી અને સર્વોત્તમ દેખાવનું આશ્ચર્યજનક મિશ્રણ પૂરું પાડે છે. અમર્યાદ ક્ષમતાઓ માટે તમારી સ્ટોરેજ કેપિસિટી 1TB સુધી વિસ્તારો.
આઇટેલ S23 અને તેનાં 50MP સુપર ક્લિયર રિયર કેમેરા તમારાં જીવનની દરેક ક્ષણને સંપૂર્ણ ચોક્સાઇથી કેપ્ચર કરે છે. 4-in-1 ટેકનોલોજી અને લાર્જર લાઇટ-સેન્સિટિવિટી એરિયા, F1.6 એપેર્ચર ઓછાં પ્રકાશમાં પણ ચોખ્ખા અને સ્પષ્ટ તસવીરો આપે છે. એચડી મોડથી તમે ઇમેજ ક્વોલિટી સાથે સમાધાન કર્યા વગર ઝુમ કરી શકો છો. પ્રો મોડ સાથે સર્જનાત્મકતાને અંકુશમાં લો, જે તેમને પિક્ચર પરફેક્ટ શોટ્સ માટે પ્રોફેશનલ સ્તરનું માર્ગદર્શન આપે છે. HDR 4.0 નબળી બેકલાઇટ સ્થિતિમાં પણ પર્ફેક્ટ મોમેન્ટ કેપ્ચર થાય છે, જ્યારે 8MP ચમકતો AI સેલ્ફી કેમેરા ફ્લોલેસ સેલ્ફ- પોર્ટ્રેઇટ્સ માટે મલ્ટી લેવલ બ્રાઇટનેસ એડજસ્ટમેન્ટ પૂરુ પાડે છે.
આઇટેલ S23 અતુલનીય મનોરંજન અનુભવ પૂરો પાડે છે, જે તમને ઓતપ્રોત કરી દેશે. તેનો 6.6" HD 90Hz અલ્ટ્રા- નેરો બેઝેલ સ્ક્રીન તમારી આંગળીનાં ટેરવે વ્યાપક, સ્પષ્ટ અને વિઝ્યુઅલ અનુભવ પૂરો પાડે છે. તે હાઇ-ડેફિનિશન રિઝોલ્યુશન ધરાવે છે અને આંખો પર ઓછો તણાવ આવે છે તેને કારણે દરેક તસવીર અને વિડીયો જીવંત થઈ ઊઠે છે. 90Hz સ્ક્રીન રિફ્રેશ રેટ અને 180Hz ટચ સેમ્પલિંગ રેટની મદદથી સ્મુધ અને રિસ્પોન્સિવ ગેમિંગ અને મુવી પ્લેબેકનો અનુભવ મેળવો. આઇટેલ S23 સાથે એન્ટરટેઇનમેન્ટનાં પાવરમાં ડુબી જાવ. આ ઉપરાંત, કલર ચેન્જિંગનાં ઇનોવેટિવ ફિચરનો લાભ લો. અલ્ટ્રાવાયોલેટ (UV) લાઇટનાં સંપર્કમાં આવતાં ફોનનાં એક્સ્ટિરિયરમાં પરિવર્તન આવે છે અને બદલાંતા આકર્ષક અને ડાઇનેમિક કલર ડિસ્પ્લે થાય છે.
5000mAh બેટરી સાથે આઇટેલ S23નો પાવર અનુભવો, જે 15 કલાક સોશિયલ સોફ્ટવેર યુઝની તાકાત પૂરી પાડે છે. નોર્મલ યુઝ સાથે સમાધાન કર્યા વગર એક્સ્ટેન્ડેડ સ્ટેન્ડબાય માટે પાવર સેવિંગ મોડ કસ્ટમાઇઝ કરો. માત્ર 0.9 સેકન્ડમાં અપગ્રેડેડ સાઇડ ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે તમારો S23 સરળતાથી અનલોક કર્યો. T606 યુનિસોક ટાઇગર સિરીઝ ઓક્ટા- કોર પ્રોસેસર સાથે સ્મુધ પર્ફોમન્સ અને એન્ટરટેઇનમેન્ટની મજા માણો. ફ્લેશ ફ્રેન્ડલી ફાઇલ સિસ્ટમ સાથે સ્ટોરેજ સ્પેસ સેવ કરો અને ડિવાઇસની આવરદ વધારો. તમારા જૂના ફોનમાંથી સરળતાથી ડેટા ટ્રાન્સફર કરો. હોટસ્પોટ QR કોડ્સ દ્વારા ડેટા કન્ઝ્યુમ કર્યા વગર ગેમિંગ નેટવર્ક સાથે કનેક્ટ કરો.
બે આકર્ષક કલરમાં ઉપલબ્ધ- સ્ટારી બ્લેક અને મિસ્ટરી વ્હાઇટ
માત્ર એમેઝોન પર બે વેરિએન્ટ 8GB + 8GB RAM માં ઉપલબ્ધ. 4GB+ 4GB RAM રિટેલ આઉટલેટ્સમાં ઉપલબ્ધ
itel S23
RAM & ROM CPU: યુનિસોક T606(12nm) 1.6 GHz Octa-core
મેમરી
(1) 128GB ROM| 4GB +4GB RAM
(2) 128GB ROM| 8GB+8GB RAM
બેટરી 5000mAh
ચાર્જર: 5V2A 10W
સેન્સર ફિંગરપ્રિન્ટઃ હા
ફેસ આઇડી: હા
કેમેરા રિયર: 50MP AI CAM
ફ્રન્ટ: 8.0MP
ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 12
કલર્સ સ્ટારી બ્લેક, મિસ્ટરી વ્હાઇટ (કલર ચેન્જિંગ)
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.