આઈટેલએ બજેટ સેગમેન્ટમાં ફીચર્સથી ભરપૂર સ્માર્ટફોન A05S લોન્ચ કર્યો
ભારતની અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ આઈટેલ (itel)એ તેનો લેટેસ્ટ સ્માર્ટફોન, itel A05s લોન્ચ કરવાની જાહેરાત કરી છે. રૂ. 6,099ની આકર્ષક કિંમતમાં A05s મોટી 6.6-ઇંચ HD+ ડ્રોપ ડિસ્પ્લે, 4000mAh બેટરી, 8MP AI કેમેરા સહિત અનેક સુવિધાઓ ધરાવે છે.
નવી દિલ્હી : ભારતની અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ આઈટેલ (itel)એ તેનો લેટેસ્ટ સ્માર્ટફોન, itel A05s લોન્ચ કરવાની જાહેરાત કરી છે. રૂ. 6,099ની આકર્ષક કિંમતમાં A05s મોટી 6.6-ઇંચ HD+ ડ્રોપ ડિસ્પ્લે, 4000mAh બેટરી, 8MP AI કેમેરા સહિત અનેક સુવિધાઓ ધરાવે છે. A05s ચાર સુંદર કલર ક્રિસ્ટલ બ્લુ, ગ્લોરિયસ ઓરેન્જ, મીડો ગ્રીન અને નેબ્યુલા બ્લેક વિકલ્પો સાથે સ્લિમ બોડીમાં ઉપલબ્ધ છે.
1.6GHz પ્રોસેસર અને 4GB RAM દ્વારા સંચાલિત A05s કૉલિંગ, વેબ બ્રાઉઝિંગ, વિડિયો જોવા, કેઝ્યુઅલ ગેમિંગ ઉપરાંત રોજિંદા કાર્યો માટે સરળ કામગીરી પ્રદાન કરે છે. તે પાવર યુઝર્સ માટે 4000mAh બેટરી પેક ધરાવે છે, તદુપરાંત 64GB ROM મીડિયા ઉત્સુકો માટે વધુ સારી ક્વોલિટી પ્રદાન કરશે. વિશાળ 6.6-ઇંચનું HD+ વોટર ડ્રોપ નોચ ડિસ્પ્લે 1600 x 720 પિક્સેલનું રિઝોલ્યુશન ધરાવે છે, જે એક ઇમર્સિવ વ્યૂનો અનુભવ આપે છે.
કેમેરાની સુવિધામાં A05s સ્પષ્ટ ફોટા અને વીડિયો કેપ્ચર કરવા માટે 8MP રીઅર કેમેરા ઉપરાંત શ્રેષ્ઠ સેલ્ફી માટે AI બ્યુટીફિકેશન મોડ્સ સાથે 5MP સેલ્ફી કેમેરા છે. અન્ય ફીચર્સમાં બેક સાઈડ ફિંગરપ્રિન્ટ સેન્સર, ફેસ અનલોક, માઇક્રો SD કાર્ડ, ડ્યુઅલ 4G VoLTE સપોર્ટ અને અન્ય કનેક્ટિવિટી વિકલ્પો સમાવિષ્ટ છે.
લોન્ચિંગ અંગે આઈટેલ ઈન્ડિયાના સીઈઓ શ્રી અરિજિત તલાપાત્રાએ જણાવ્યું હતું કે, “અમે નવો A05s લોન્ચ કરવા માટે ઉત્સુક છીએ જે સ્ટાઈલ અને રોજિંદા ઉપયોગને આવરી લેતી સુવિધો પ્રદાન કરે છે. A05s એ ડિજિટલ ઈન્ડિયા પહેલને નવી ઊંચાઈએ લઈ જવાના અમારા પ્રયાસોનું ઉત્તમ ઉદાહરણ છે. બેસ્ટ-ઇન-ક્લાસ ડિસ્પ્લે, બેટરી, કેમેરા અને ચાર આકર્ષક રંગોમાં ટ્રેન્ડી ડિઝાઈનથી ભરપૂર, A05s સસ્તો છતાં ફીચર્સથી ભરપૂર ડિવાઇસની શોધ કરતાં ગ્રાહકો માટે શ્રેષ્ઠ પસંદગી બનશે.”
અગ્રણી રિટેલ સ્ટોર્સ પર itel A05s ₹6,099ની કિંમતે ઉપલબ્ધ થશે.
HMD Fusion 5G આખરે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. નોકિયા ફોન મેન્યુફેક્ચરિંગ કંપનીએ થોડા મહિના પહેલા તેને ગ્લોબલ માર્કેટમાં રજૂ કર્યો હતો. HMD ગ્લોબલના આ સસ્તા 5G સ્માર્ટફોનમાં ઘણા દમદાર ફીચર્સ આપવામાં આવ્યા છે.
જો તમે સસ્તો સ્માર્ટફોન ખરીદવા જઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં એક નવો ફોન આવ્યો છે. ખાસ વાત એ છે કે આ સ્માર્ટફોનની કિંમત 7 હજાર રૂપિયાથી ઘણી ઓછી છે.
અહીં જાણો સૌથી નાની ડિસ્પ્લેવાળા સ્માર્ટફોનની યાદીમાં કયા ફોન સામેલ છે અને તેની કિંમત શું છે. આંગળીના કદમાં આવતા આ ફોનમાં શું ખાસ છે?