બિઝનેસમાં નિષ્ફળતા માટે અનેક કારણો જવાબદાર
- પ્રોડક્ટ નબળી હોય, જુની થઈ ગઈ હોય તો બિઝનેસમાં નિષ્ફળતા મળે છે. વારસામાં મળેલો બિઝનેસ અજાણ્યો હોય તો પણ સફળતા મળતી નથી
ધંધા વિષે અજ્ઞાાન : ધંધો સારી રીતે ચલાવવા તેનું જ્ઞાાન હોવું જોઇએ, તમારી ચલાવવાની તીવ્ર ઈચ્છા જોઇએ. ધંધા વિષે તમને જ્ઞાાન ના હોય, તેની આંટીઘૂંટી જાણતા ના હોવ, તમને તેમાં અનુભવ કે રસ ના હોય, તમને ધંધો એકાએક જ વારસામાં મળ્યો હોય અને તમને ધંધામાં રસ ના હોય તો તમે તેમાં નિષ્ફળ જશો.
આઉટડેટેડ પ્રોડકટ્સ : બીઝનેસમાં નિષ્ફળતાનું એક સૌથી મોટું કારણ એ છે કે તમારી પ્રોડક્ટસ કે સર્વીસીઝ જૂની થઇ ગઇ હોવાથી ખરીદનારાઓને તે પસંદ પડતી નથી. તમારા હરીફો નવી પ્રોડક્ટસ, નવી ડીઝાઇન કે નવી સેવાઓને લઇને આવ્યા હોય અને તેમ છતાં તે તમારી પ્રોડક્ટ કે સર્વીસ કરતા ગ્રાહકને સસ્તી પડતી હોય તો ગ્રાહક શું કરવા નવી પ્રોડક્ટસ તમારી પાસેથી ખરીદે ? વ્યવસાયોમાં પણ આમ બનતું હોય છે. નવી નવી ટેકનીકોની કુશળતા મેળવીને આવેલા નવા ડોકટરો જૂના ડોકટરોને કાલગ્રસ્ત બનાવી દે છે. નવું નવું શીખીને આવેલા અધ્યાપકો જૂના અધ્યાપકોને કાલગ્રસ્ત બનાવી દે છે. ફેશનના ક્ષેત્રમાં તો આવું બધું ઝડપથી બને છે. દા.ત. કલર ટીવીએ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીને, લેપટોપ કોમ્પ્યુટર્સ અને પ્રીન્ટર્સે મેન્યુઅલ ટાઇપરાઇટરોને, ટ્રાન્ઝીસ્ટર રેડીઓએ વાલ્વવાળા રેડીઓને હટાવી દીધો છે.
ધંધામાલીકનું અવસાન કે નિવૃત્તી : ઘણીવાર ધંધાસ્થાપકનું મૃત્યુ થાય એટલે ધંધાસ્થાપના મૂલ્યો અને સિધ્ધાંતો સચવાતા નથી. ધંધામાલીકના વારસદારોમાં ધંધાના ભાગ માટે કડવાશભરી તકરારો થાય છે. ધંધો અનેક વારસદારોમાં વહેંચાઇ જતા તેની સંગઠિતતા અને એકતા તૂટી જતા મૂળ ધંધો પણ ખતમ થઇ જાય છે. આથી દરેક ધંધાસ્થાપકે પોતાનો ધંધો બચાવવા ધંધાની સંભાળ પોતાના મૃત્યુ કે નિવૃતિ બાદ લઇ શકે તેવી વારસાઇ યોજના (સક્સેશન પ્લાન) બનાવવાની જરૂર છે. નવા વારસદારો કંપનીને હાંફળા ફાંફળા થઇ ઝડપથી કે રાતોરાત બદલવા જાય તો કંપની નિષ્ફળ જાય છે.
ગુણવત્તા કે જથ્થો ઘટાડવો : કેટલીક કંપનીઓ કે દુકાનદારો પોતાનો ખર્ચ બચાવવા પ્રોડક્ટની ગુણવત્તા કે જથ્થો ઘટાડી નાખે છે. દા.ત. કોઇ કંપની ૧૦ બિસ્કીટ્સના પેકેટ્સ વેચતી હોય તો તે ૮ બિસ્કીટ્સના પેકેટ્સ એના એ જ ભાવમાં વેચવા માંડે છે તો પછી કેટલીક મેન્યુફેકચરીંગ કંપનીઓ ખર્ચ બચાવવા સ્ટેનલેસસ્ટીલ, બ્રાસ, પીત્તળ કે લોખંડના પાર્ટસને બદલે પ્લાસ્ટીકના સસ્તા પાર્ટસવાળી પ્રોડક્ટસ જૂના ભાવે વેચવા પ્રયત્નશીલ રહે છે. ગ્રાહકો હોંશિયાર હોય છે. તેમને આ વાતની ખબર પડી જતા તેવા અન્ય ગ્રાહકોને ચેતવે છે જેથી પ્રોડક્ટસ અને કંપની પોતાનું વેચાણ ગુમાવે છે.
વધુ પડતો ખર્ચ : કેટલીક કંપનીઓ પોતાની ઓફીસ માટે, ઓફીસ ફર્નીચર માટે, ગ્રાહકો કે સપ્લાયરોના મનોરંજન માટે કે જાહેર જનતાને આકર્ષવા જંગી ખર્ચા કરે છે. તેઓ સ્ટાફને વધારે પડતો પગાર આપે છે કે અન્ય રીતે સ્ટાફને લ્હાણી કરે છે. ધંધાકીય પ્રવાસમાં સૌથી ખર્ચાળ હોટેલોમાં રહે છે. કેટલીક કંપનીઓ પોસાય નહીં તેમ છતાં તેમના ઊચ્ચ મેનેજરોની મુસાફર માટે પોતાના જેટ વિમાનો રાખે છે, માત્ર દેખાડો કરવાથી વેચાણ ટૂંકા સમય માટે વધી શકે પરંતુ લાંબા ગાળામાં તે કંપનીને નુકસાન કરે છે.
કેશ ફ્લોની સમસ્યા : રોકડ રકમ ધંધાનું લોહી ગણાય છે. શરીરમાં જેમ લોહી સતત ફરતું રહે છે તેમ ધંધામાં પણ રોકડ સતત ફરતી રહેવી જોઇએ. ઘણી નફાકારક કંપનીઓ પણ પૂરતા કેશ ફ્લોને અભાવે સપ્લાયરોનાં બીલ ચૂકવી શકતી નથી કે કર્મચારીઓને સમયસર પગાર આપી શકતી નથી. યાદ રહે કે કંપની પુષ્કળ મોટો નફો કરે તેનો અર્થ એ નથી કે તેનો કેશ ફ્લો તંદુરસ્ત છે. કેશ ફ્લોની અછત તમારા નફાકારક ધંધાને પણ તોડી શકે છે કારણકે તમારો નફો તમારા કાચા માલ, અન્ય ઈન્વેન્ટરી, અર્ધ પાકો માલ, તમારો નહીં વેચાયેલો માલ વગેરેમાં ફસાઇ ગયેલો છે. કેશ ફ્લો પ્લાનીંગ નફાકારક ધંધા માટે પણ અત્યંત જરૂરી છે અને ધંધો થોડોક વખત ખોટ બતાવે તો ધંધો ભવિષ્યમાં કેશ ફ્લોના અભાવે તૂટી પડે તેમ પણ બને. તમારા બેંક બેલેન્સનો ઝીણવટભર્યો અભ્યાસ કરો.
કર્મચારીઓના સંઘર્ષો : કામમાં કાચા અને બીનઅનુભવી કે આળસુ અને ઝઘડાખોર કર્મચારીઓ કંપનીને બંધ પાડી શકે છે. મેનેજમેન્ટ એક વિજ્ઞાાન છે અને કળા પણ છે. જો કંપનીના સુપરવાઇઝરો અને મેનેજરોમાં ટેકનીકલ જ્ઞાાનનો અભાવ હોય અથવા કર્મચારીઓમાં પૂરતું જ્ઞાાન અને કૌશલ હોવા છતાં મેનેજરોની નીચે કામ કરતા કર્મચારીઓ શીસ્તબધ્ધ કામ ના કરે તો તમે નિષ્ફળ જવાના છો.
ચાવીરૂપ કર્મચારીઓ : કંપનીના ચાવીરૂપ કર્મચારીઓ જેઓએ કંપનીમાં સફળતાપૂર્વક કામ કર્યું હોય, તમારી જ કંપનીને વર્ષોથી વફાદાર હોય તેઓ એક પછી એક તમારી કંપની છોડીને બીજી કંપનીમાં જોડાય તો તેને ભયસૂચક સીગ્નલ ગણવો. અપવાદરૂપ બેત્રણ અનુભવી લોકો પોતાના વ્યક્તિગત કારણોસર કંપની છોડી જાય તો ચલાવી લેવું પડે પરંતુ આવું વધારે વાર બને તો કંપનીએ તાત્કાલિક પગલા લેવા પડે. કંપનીએ તેની સમગ્ર સીસ્ટમનું પૃથક્કરણ કરીને આ સમસ્યાનું નિદાન કરી અનુરૂપ પગલા લેવા પડે.
તીવ્ર હરીફાઇ : તમારા ધંધામાં તીવ્ર હરીફાઇ હોય અને તે વધતી જતી હોય તો તમારો ધંધો ભયમાં છે. તમારી મોટી વસાહતમાં એક કરિયાણાની દુકાન હોય અને પછી વધીને વીસની સંખ્યા થઇ જાય તો કરિયાણાના દુકાનદારોનું અસ્તિત્વ જોખમમાં આવી જાય. માત્ર કરિયાણાના નહીં પરંતુ જગતના દરેક ધંધામાં કાતીલ હરીફાઇ અનેક ધંધો કરનાર માટે ભયરૂપ બને છે.
ધંધામાલીકની આળસ : ધંધો ચલાવવા ધંધામાલીકે ધંધામાં જીવ રેડી દેવો પડે છે. રાતદિવસ ધંધા અંગે ચિંતા કરવી પડે છે. તે માટે ધંધામાં સંપૂર્ણ સમર્પણ જોઇએ છે. લહેરીલાલા લોકો, ધંધાને મજાકમાં લેતા કે પોતાના ધંધાને ગૌણ માનીને મોજમઝામાં પડી ગયેલા લોકો ધંધાકીય નિષ્ફળતાને વરે છે.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.