નવુ ઘર ખરીદવા માટે જરૂરી સમાચાર: જાણો કેવી રીતે થાય છે પ્રોપર્ટીની રજીસ્ટ્રી, અહીં સમજો આખો ગણિત
પોતાનુ ઘર ખરીદવું એ દરેકનું સપનું હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ઘર ખરીદ્યા પછી તમારે તમારી પ્રોપર્ટીની રજીસ્ટ્રી (Property Registry charges) કરાવવાની હોય છે, જેના પછી જ તે પ્રોપર્ટી પર તમારો હક બની શકે છે. જો તમે નથી જાણતા તો આજે અમે તમને જણાવીશું કે તમે કેવા પ્રકારની પ્રોપર્ટી રજિસ્ટ્રી (property ki registry) કરી શકો છો અને તેના માટે તમારે કેવા પ્રકારની કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
શું હોય છે રજીસ્ટ્રી ?
સરળ શબ્દોમાં કહીએ તો રજિસ્ટ્રી હેઠળ તમે મિલકતની માલિકી બદલો છો. ઉદાહરણ તરીકે જો તમે કોઈ અન્ય વ્યક્તિ પાસેથી કોઈ જમીન ખરીદી હોય, તો તમારે તે જમીન તમારા નામે કરાવવા માટે પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ પ્રક્રિયાને જ રજિસ્ટ્રી કહેવામાં આવે છે. આ પ્રક્રિયા હેઠળ તમે વર્તમાન માલિકને બદલે તમારા નામે મિલકત મેળવો છો.
પ્રોપર્ટી ખરીદતા પહેલા કરો ચેક
જ્યારે તમે જમીન લઈ રહ્યા હો, ત્યારે તમારે ચેક કરવુ પડશે કે તમે જે પ્રોપર્ટી લઈ રહ્યા છો, તેના પર કોઈ પણ પ્રકારનું લેણું નથી. તેનો મતલબ એ છે કે તે પ્રોપર્ટી પર કોઈ પણ પ્રકારની લોન, પ્રોપર્ટી ટેક્સ કે કોઈ બાકી રકમ તો નથી ને. ઉલ્લેખનીય છે કે રજિસ્ટર ડીડ પછી જ તમારી પ્રોપર્ટી લીગગલી ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યાં સુધી તમે તમારી પ્રોપર્ટીની સેલડીડ અથવા ગિફ્ટ ડીડની નોંધણી ન કરો ત્યાં સુધી, તે કાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવતી નથી.
ચાલો તમને જણાવીએ કે તમે કેવી રીતે પ્રોપર્ટીની રજીસ્ટ્રી કરાવી શકો છો
જ્યારે તમે કોઈ પણ પ્રોપર્ટી ખરીદો છો, તો તેના પહેલા એક એગ્રીમેન્ટ હોય છે, જેના મુજબ તમારે વેચનારને પેમેન્ટ કરવાનુ હોય છે. તેના પછી જ તમારે સેલડીડ પર સિગ્નેચર કરવાની હોય છે.
આ બધુ કર્યા પછી તમારે સ્ટેમ્પ ડ્યૂટી પેપર ખરીદવાનુ હોય છે, જેની જરૂર તમારે રજીસ્ટ્રી માટે હોય છે. જણાવી દઈએ કે તેની કિંમત રાજ્યો મુજબ હોય છે
આ પ્રોસેસને કર્યા પછી તમારે સંપત્તિને ખરીદવા-વેચવા સંબંધિત કાગળિયા બને છે, જેમાં માહિતી આપવામાં આવે છે કે મિલકતનો વર્તમાન માલિક તેની મિલકતની માલિકી અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી રહ્યો છે.
તમારે રજિસ્ટ્રીની પ્રક્રિયા માટે ખરીદનાર અને વેચનારની સાથે રજિસ્ટ્રાર ઓફિસમાં જવું પડશે. આ સિવાય પ્રોપર્ટીની રજિસ્ટ્રી માટે તમારે 2 સાક્ષીઓને પણ સાથે લેવા પડશે.
રજીસ્ટ્રાર કાર્યલયમાં સપત્તિ સંબંધિત જરૂરી દસ્તાવેજ અને બંને પક્ષોની ઓળખ સંબંધિત તમામ જરૂરી કાગળ લગાવવામાં આવશે. તેના પછી ઓફિસ તરફથી એક સ્લિપ આપવામાં આવે છે, જેને તમારે સુરક્ષિત રાખવાની રહેશે.
આ સમગ્ર પ્રોસેસ કર્યા પછી તમારી પ્રોપર્ટીની રજિસ્ટ્રીની પ્રક્રિયા પૂર્ણ થશે. તેના પછી તમારી પાસે તે મિલકત પર માલિકીના અધિકારો હશે.
વકીલની સલાહ પર કરો કામ
રજીસ્ટ્રી કરાવતા પહેલા તમારે જાણવું જોઈએ કે તમારે ફક્ત વકીલની સલાહ પર જ કાર્ય કરવું પડશે. તેનાથી તમે કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચી શકો છો. આ સિવાય રજિસ્ટ્રી સંબંધિત કાયદાકીય સમસ્યાઓ પણ સરળતાથી સમજી શકાય છે.
શિયાળામાં લોકોને ઠંડા પાણીથી વાસણો ધોવાનું કામ ઘણીવાર મુશ્કેલ લાગે છે. શું તમે કેટલીક એવી ટિપ્સ વિશે જાણો છો જે તમારા કામને સરળ બનાવી શકે છે?
શિયાળામાં ત્વચામાં ભેજ જાળવવા માટે, ઘણા પ્રકારના ત્વચા સંભાળ ઉત્પાદનો અને ઘરેલું ઉપચાર અપનાવવામાં આવે છે. પરંતુ શિયાળાની ઋતુમાં ત્વચા પર કેટલીક વસ્તુઓ ટાળવી જોઈએ. આ ત્વચાને શુષ્ક અને નિસ્તેજ બનાવી શકે છે.
Face Serum: ખરાબ જીવનશૈલી માત્ર આપણા સ્વાસ્થ્યને જ નહીં પરંતુ ત્વચા પર પણ અસર કરે છે. જેના કારણે ત્વચા પર પિમ્પલ્સ, કરચલીઓ અને ડાર્ક સર્કલ દેખાવા લાગે છે, જે સુંદરતાને બગાડવા લાગે છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે તમે ફેસ સીરમનો ઉપયોગ કરી શકો છો.