ક્રિકેટર પૃથ્વી શો ઉપર હુમલો કરનાર યુવતીની ધરપકડ
ક્રિકેટર પૃથ્વી શો ઉપર હુમલો કરનાર યુવતીની ધરપકડ:સેલ્ફીને લઈને રસ્તા વચ્ચે લડાઈ થઈ હતી; ફીમેલ ફેને કાર પર કર્યો હુમલો
ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર પૃથ્વી શો પર મુંબઈમાં હુમલો થયો છે. ક્રિકેટર અને ફેન્સ વચ્ચે સેલ્ફીને લઈને લડાઈ થઈ હતી. જેને લઈને ચાહકે ક્રિકેટરની કાર પર હુમલો કરી દીધો હતો. વાત એમ છે કે પૃથ્વી શોએ સેલ્ફી લેવા માટે મનાઈ કરી હતી, જેના કારણે ફેન્સ નારાજ થઈ ગયા હતા, અને બેઝબોલથી તેની કાર પર હુમલો કરી દીધો હતો. આ ઉપરાંત ફેન્સે પૃથ્વી શોની કાર પરનો વિંડશિલ્ડ તોડી દીધો હતો અને 50 હજાર રૂપિયાની ડિમાન્ડ પણ કરી હતી.
પોલીસે આ મામલે 8 લોકો સામે FIR દાખલ કરી છે. આ ફરિયાદમાં બે લોકોની ઓળખાણ થઈ છે. જેમાં બન્નેનાં નામ શોભિત ઠાકુર અને સના ઉર્ફ સપના ગિલના રૂપમાં થઈ છે. બન્નેએ આ આરોપોને નકાર્યા છે અને પૃથ્વી શો પર પહેલા હુમલાનો આરોપ મૂક્યો છે.
જબલપુરમાં એક મહિલાએ તેના પતિની કંપનીમાં કામ કરતી એક મહિલાને અવૈધ સંબંધોની શંકામાં ઢોર માર માર્યો હતો. બચાવમાં આવેલી અન્ય એક મહિલા ઘાયલ થઈ છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
યુપીના સુલતાનપુરમાં એક માસૂમ બાળકનો મૃતદેહ ઘર પાસે ખંડેર હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનોનો આરોપ છે કે બાળકની હત્યા કરવામાં આવી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મુંબઈના ઘાટકોપર સ્કાયવોક પાસે એક લટકતી લાશ મળી આવી છે જેણે બધાને ચોંકાવી દીધા છે. પોલીસે આ મામલે તેમની તપાસ શરૂ કરી છે.