નવી પ્રોડક્ટ ઉતાવળે લૉંચ કરવાથી નિષ્ફળતાનું જોખમ
પ્રોડક્ટ કે સર્વિસ ગ્રાહક સુધી પહોંચે તે પહેલાં વિવિધ તબક્કામાંથી પસાર થાય તો સફળતાની શક્યતા ઉજળી બની જાય છે
નવી પ્રોડક્ટ કે નવી સર્વિસ બજારમાં સફળ થશે કે નહીં - તે દરેક સ્ટાર્ટઅપની સૌથી મોટી મુંઝવણ હોય છે. ગ્રાહકો ફેરફારવાળી પ્રોડક્ટસ સ્વીકારશે કે નહી તે નક્કી હોતું નથી. ગ્રાહકો નવી પ્રોડક્ટ સ્વીકારશે નહીં તે સ્પષ્ટ હોતું નથી. નીચેના તબક્કાઓ નવી પ્રોડક્ટ કે સર્વિસને સફળ બનાવવા માટે લગભગ અનિવાર્ય છે.
નવો વિચાર : નવા વિચારનું સ્ક્રીનીંગ (ચકાસણી) - બિઝનેસ એનાલીસીસ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ - ટેસ્ટ માર્કેટિંગ- પ્રોડક્ટ કે સર્વિસનું લૉચિંગ કે નવા વિચારને પ્રોડક્ટમાં ફેરવીને તેનું વ્યાપારીકરણ કરવું -આ દરેક કડી કે તબક્કાને થોડીક વિગતે તપાસીએ.
નવી પ્રોડક્ટ-સર્વિસનો વિચાર : નવી પ્રોડક્ટ કે સર્વિસનો વિચાર કેટલીકવાર વ્યક્તિના મનમાં વીજળીના ચમકારાની જેમ ઝબૂકી ઊઠે છે. નવો વિચાર રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું પરીણામ પણ હોઈ શકે છે. કેટલીકવાર જૂની પ્રોડકટસના ગ્રાહકો તરફથી નવી પ્રોડક્ટસનો વિચાર ઉદ્ભવી શકે છે. કેટલીકવાર ચાલુ કંપનીમાં કામ કરનારા કર્મચારીના મનમાં પણ નવી પ્રોડક્ટનો વિચાર ઝબૂકી શકે છે. પોસ્ટ ઇટ નોટનો વિચાર અમેરિકાની થ્રી-એમ મિનેસોટા માઇનિંગ એન્ડ મેન્યુફેક્ચરીંગ કંપનીના કર્મચારીને આવ્યો હતો. મગજમાં નવો ધંધાકીય વિચાર સૂતા જાગતા, ટ્રેન-બસ-વિમાનની મુસાફરીમાં કે પછી સ્નાન કરતી વખતે જમતી વખતે, હરતી-ફરતી વખતે કે પછી ચા-કોફી પીતાં પીતાં પણ આવી શકે છે. આ માટે કોઈ નિયમ નથી.
નવા વિચારની ચકાસણી : ઉદ્યોગ સાહસિકને આવતા ધંધાકીય વિચારોની ઊંડી ચકાસણી જરૂરી છે. મોટાભાગના નવા વિચારો ફેન્ટસી હોવાથી ધંધાને લાયક હોતા નથી. પુષ્કળ નવા વિચારોમાંથી કયો વિચાર ધંધા યોગ્ય છે તેની ચકાસણી માટે ધારાધોરણો ઊભા કરવા પડે છે. કેટલીકવાર નવા વિચારો વિચિત્ર હોવા છતાં ધંધો શરૂ કરવા માટે યોગ્ય હોય છે તો કેટલીક વાર અમુક વિચારો ધંધા માટે તદ્દન યોગ્ય લાગે તો પણ અવ્યવહારૂ સાબિત થઈ શકે છે.
બિઝનેસ એનાલિસિસ : જો નવો વિચાર ધંધા માટે શરૂઆતમાં યોગ્ય જણાય તો તેનું પ્રોડક્ટ કે સર્વિસમાં રૂપાંતર કરવા માટે તેની ઉત્પાદનની મેથડ, ઉત્પાદન ખર્ચ, વેચાણ વગેરેનું નાણાકીય પૃથક્કરણ જરૂરી છે. અંગ્રેજીમાં આને વાયેબિલિટી એનાલિસિસ કહે છે. મોટા ભાગની નવી પ્રોડકટનો વિચાર વાયેબલ (નફો કરવાની શક્યતા) નહીં હોવાથી તેને પડતો મુકવો પડે છે. આ બધામાં સૌથી કઠિન કામ નવા વિચારને આધારે ઊભી થયેલી પ્રોડકટ કે સર્વિસનું 'સેલ્સ ફોરકાસ્ટીંગ' હોય છે.
પ્રોડક્ટ ડેવલપમેન્ટ : નવી પ્રોડક્ટનો કે સર્વિસનો વિચાર મનમાં ઝબકે અને તે સફળ થાય તેમ જણાય તો પ્રોડક્ટની ડિઝાઇન કેવી રાખવી, તેનું પેકેજિંગ કઈ રીતે કરવું,કઈ કલર-સ્કીમ અપનાવવી, અને સૌથી અગત્યની વાત એ છે કે પ્રોડકટની ડિઝાઇન ફાયનલ કર્યા બાદ તેનું મેન્યુફેકચરીગ ગ્રાહકને પોસાય તેેવા ભાવે થઈ શકશે કે નહીં તે જોવાનું છે. આ તબક્કે પ્રોડકટનું બ્રાન્ડ નેઈમ પણ નક્કી કરવું પડે છે.
ટેસ્ટ માર્કેટિંગ : પ્રોડક્ટ તૈયાર થઈ જાય તે પછી તેને તરત જ તેને બજારમાં મુકી શકાય નહીં. પ્રોડક્ટને અખતરારૂપે બજારમાં મુકીને ગ્રાહકોના પ્રતિભાવો જાણવા પડે છે. તમે પ્રોડક્ટ કે સર્વિસ માટે જે બજારને લક્ષ્યાંકિત (ર્ટાગેટેડ માર્કેટ) કર્યું છે તેને તે પસંદ પડશે કે નહીં તે માટે બહુ જ નિષ્પક્ષપાત રીતે તપાસ કરવી પડે છે. કાર-સ્કુટર-રેફરીજેટરના બજારોમાં તો માર્કેટ ટેસ્ટીંગ બહુ જ જરૂરી છે. અમુક કારનું માર્કેટ ટેસ્ટીંગ બરાબર ના થયું હોય, લેબોરેટરી ટેસ્ટીંગ પણ ક્ષતિપૂર્ણ હોય તો કરોડો રૂપિયાના ખર્ચે તે પ્રોડક્ટને બજારમાંથી પાછી ખેંચી લેવાની ફરજ પડે છે. વળી ટેસ્ટ માર્કેટિંગમાં ગ્રાહકને તમારી પ્રોડક્ટ ગમી કે નહીં તેટલું જ પૂછવાનું નથી. ગ્રાહકને તમારી પ્રોડક્ટ સેવન પોઈન્ટ સ્કેલ પર જવાબ આપવાનો છે જે નીચે મુજબ છે : ઘણી ગમી, ગમી, થોડીક ગમી, ગમી પણ અને ન પણ ગમી પણ નહીં, ના ગમી, ઘણી ના ગમી, તદ્દન ના ગમી.
પ્રોડક્ટ લૉચિંગ : પ્રોડક્ટ ટેસ્ટ માર્કેર્ટિંગમાં સફળ થાય અને ગ્રાહકોને તે અનુકૂળ આવી છે તેની ખાતરી થાય પછી પ્રોડક્ટ કે સર્વિસને બજારમાં મુકવામાં આવે છે. નવી પ્રોડક્ટ બજારમાં સફળ થાય કે ના પણ થાય અથવા તો શરૂઆતમાં નિષ્ફળ જાય પરંતુ ગ્રાહકોને તેના લાભો જણાતા તેને ચપોચટ ખરીદે રાંધણગેસના બાટલાના માર્કેટિંગમાં આમ થયું હતું. ૬૦-૬૫ વર્ષ પહેલાં રાંધણગેસ લોકો ખરીદે તે માટે ખાસ પ્રયાસો અને માર્કેટિંગ કરવું પડતું હતું. આજે એક હજાર રૂપિયાની બોટલ પણ ગ્રાહકો તુરંત ખરીદી લે છે. તેવું તમારી પ્રોડક્ટ કે સર્વિસમાટે પણ થઈ શકે. શરૂઆતમાં કોઈને તુરંત રસ ન પડે, પરંતુ લાંબાંગાળે એની ભારે માગ ઉઠી શકે. નવી પ્રોડક્ટ લૉંંચ કર્યા પછી તેના વેચાણ માટે જાહેરાતનો બહુ મોટો ખર્ચો કરવો પડે છે. તમારી નવી પ્રોડક્ટ માટે વારંવાર રીમાઈન્ડર જાહેરાતો કરવી પડે છે. જેથી ગ્રાહકો તમારી પ્રોડક્ટને યાદ રાખે અને ભૂલી ના જાય. આજના જમાનામાં જાહેરાતોનો ન્યુઝ પેપર્સ, રેડિયો અને ખાસ કરીને ટીવી પર ખૂબ જ મારો થાય છે. એમાં હવે સોશિયલ મીડિયાનો ઉમેરો પણ થયો છે. એના મારફતે માર્કેટિંગ કરીને સફળતા મેળવતા ઉદ્યોગ સાહસિકો વધવા લાગ્યા છે.
એક વખત પ્રોડક્ટ ગ્રાહકોને પસંદ પડી જાય તે પછી તેના રાજ્યભરમાં કે રાષ્ટ્રભરમાં ડીલર્સ અને ડીસ્ટ્રીબ્યુટર્સ નિમવાનું કામ પણ અતિખર્ચાળ છે. ટૂંકમાં નવા વિચાર પર નવી પ્રોડક્ટ કે નવી સર્વિસ ઊભી કરવાનું કામ ખર્ચાળ છે અને થકવી નાખનારૂં છે. યાદ રહે કે નવા ધંધાને જન્મ આપવામાં ધંધાના બાળમરણનું પ્રમાણ બહુ મોટું છે. સફળ ધંધાઓ લગભગ સરખા હોય છે પરંતુ દરેક નિષ્ફળ ધંધો તે પોતાની રીતે નિષ્ફળ હોય છે.
Poplar Tree Farming : ખેતરોમાં પોપ્લર વૃક્ષો ઉગાડીને સારી આવક થાય. તેને પોપ્લર ટ્રી પણ કહેવામાં આવે છે. તેના લાકડાનો ઉપયોગ પ્લાયવુડ અને બોર્ડ બનાવવામાં થાય છે. આ વૃક્ષોની સાથે તમે અન્ય ખેતી પણ કરી શકો છો.
જો તમારી પાસે ક્યાંક મોટું ખેતર છે અને તેમાં રોકડિયા પાક ઉગાડવો હોય તો તમારે વાંસની ખેતી તરફ ધ્યાન આપવું જોઈએ. આમાં, કમાણી ઝડપી અને સારી છે. તેમાં વધારે મહેનત કે પૈસાની જરૂર નથી.
- જે કંપનીઓ છૂટક બજારના ક્ષેત્રમા કામ કરે છે તેમણે તેમની દુકાનો કે સ્ટોર્સને માટે સૌથી વધુ વેચાણ થાય તેવી કેન્દ્રીય જગ્યાઓએ દુકાનો બાંધીને છૂટક વેપારના લાભો મેળવ્યા છે