શ્રી કૃષ્ણનું ગીત શ્રીમદ્ ભગવત ગીતા
ગીતાજીનો સંદેશ એ છે કે, "વ્યક્તિએ નિરાશ થવાની જરૂર નથી. નિરાશ થઈશ નહીં, કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે." આ ગીતાજીનો સંદેશ આપણે ગીતા જ્યંતિના દિવસે યથાર્થ કરીએ અને કર્તાપણાનો ભાવ આપણે કાઢી નાંખીએ કારણ કે, સઘળું કરવાવાળા તો ભગવાન છે. જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં આપણે જે કર્મ કરીએ તેે ભગવાનને કેન્દ્રમાં રાખીને આપણે કરીએ.
"કૃ ષ્ણં વંદે જગત ગુરુમ્" ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રની રણભૂમી પર જે ગીત ગાયું એ ગીત સમગ્ર વિશ્વને પવિત્ર કરવાવાળું છે અને એ ગીતનું નામ છે 'શ્રીમદ્ ભગવત ગીતા.' આ શ્રીમદ્ ભગવત ગીતા એટલે મોહ નાશ કરવાની વિદ્યા. મોહથી હટાવી અને મોહન સુધી લઈ જનારી યાત્રા એટલે જ શ્રીમદ્ ભગવત ગીતા.
શ્રી કૃષ્ણ ભગવાને ગાયેલું આ ગીત એવું છે કે, એમાં ભગવાને બધા જ માર્ગો પ્રશસ્ત કર્યા છે. જ્ઞાાન માર્ગ, કર્મ માર્ગ, યોગ માર્ગ અને ભક્તિ માર્ગ. આ શ્રીમદ્ ભગવત ગીતા એ મહાભારતના ભીષ્મ પર્વમાં લેવામાં આવી છે. ભીષ્મ પર્વના પચ્ચીસમા અધ્યાયથી લઈ બેંતાળીસમા અધ્યાય સુધી એ શ્રીમદ્ ભગવત ગીતા છે. જેને એક થી અઢાર અધ્યાય આપણે માનીએ છીએ. શ્રીમદ્ ભગવત ગીતાજીના સાતસો શ્લોકો છે. જેમાં ઘૃતરાષ્ટ્રનો પ્રથમ શ્લોક છે. સમગ્ર ગીતામાં ધૃતરાષ્ટ્ર એક જ શ્લોક બોલ્યા છે. એકતાળીસ શ્લોકો સંજ્યના છે. ચોર્યાસી શ્લોકો અર્જુનના છે અને પાંચસો ચુંમોત્તેર શ્લોકો ભગવાન શ્રી કૃષ્ણના છે.
આપણે ત્યાં અવતારની જ્યંતિ તો આપણે ઉજવીએ છીએ પરંતુ જ્યારે કોઈ ગ્રંથની જ્યંતિ ઉજવાતી હોય તો એ માત્ર શ્રીમદ્ ભગવત ગીતા છે. આ એક જ એવો ગ્રંથ છે કે એની જ્યંતિ આપણે ઉજવીએ છીએ. આ શ્રીમદ્ ભગવત ગીતાજીમાંથી આપણે સંદેશ શું ગ્રહણ કરી શકીએ !? તો તેના જવાબમાં એમ કહેવાય કે, ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ કર્મનો સિદ્ધાંત બતાવે છે. ભગવાન કહે છે કે, "કર્મણ્યે વાધિકા રસ્તે" જીવને કર્મ કરવાનો અધિકાર છે પણ ફળની આશા ન રાખે. પણ ત્યાં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, "ફળની ઈચ્છા વ્યક્તિ ન રાખે તો પછી કર્મ જ શા માટે કરે ?" પણ, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, "કર્મણ્યે વ અધિકાર." "જીવને કર્મ કરવાનો અધિકાર છે ફળની આશા રાખે પણ આ ફળ મને જ મળશે એવી જીજીવીશા કોઈપણ વ્યક્તિ ન રાખે. ફળ આપવું કે ન આપવું એ ભગવાનના હાથમાં છે."
ગીતાજીમાં જ્યારે કર્મ સન્યાસનું વર્ણન શ્રી કૃષ્ણ ભગવાન કરે છે ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે, "હે અર્જુન ! સાચો કર્મયોગી એ જ સન્યાસી છે અને સન્યાસી એ જ કર્મ યોગી છે. તો મનુષ્યે કેવા પ્રકારનું કર્મ કરવું જોઈએ ? તેના જવાબમાં કહ્યું કે, વ્યક્તિ કર્મ કરે પણ ફળનો ત્યાગ કરે. તેનું ઉદાહરણ દિકરી છે. એક માતા-પિતા દિકરીને જન્મ આપે છે, દિકરીને ઉછેરે છે, તેને ભણાવે છે અને અંતે એ દિકરીનું કન્યાદાન કરે છે. આને નિરપેક્ષ ભાવ કહેવાય. તેવી જ રીતે જીવીત કર્મ કરવું એટલે કે દિકરીની જેમ કર્મનું સર્જન કરવું. પણ, પછી એ કર્મને ભગવાન પ્રતિ સમર્પિત કરવું. "નારાયણાયૈતી સમર્પયામિ." એ ભાવ ગીતાજીમાં વર્ણવ્યો છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાાનની વાત કરતા હોય ત્યારે કહે છે કે, "જ્ઞાાન સમાન કોઈ પવિત્ર વસ્તુ જ નથી." જ્યારે આત્માની વાત કરતા હોય તો ઉપનિષદના વાક્યો યાદ આવે કે, આ શરીર એ વૃક્ષ છે, અને આ શરીરરૂપી વૃક્ષ પર બે પક્ષીઓ છે જીવાત્મા અને પરમાત્મા. તો જે આત્મા છે એ બધાનો સાક્ષી છે. આ શરીર નાશવંત છે. એ જ ગીતામાં જ્યારે યોગની વાત ભગવાન શ્રી કૃષ્ણ કરતા હોય ત્યારે "સમત્ત્વમ યોગ ઉચ્ચત્તે." પ્રત્યેક વ્યક્તિ કર્મને ધર્મ સમજીને કાર્ય કરે તો તેની પૂજા જ કહેવાય.
કોઈ વ્યક્તિ વ્યવસાય કરતો હોય, નોકરી કરતો હોય તો તેણે નિષ્ઠાથી પોતાનું કાર્ય કરવું જોઈએ. તો તે કર્મ તે વ્યક્તિની પૂજા છે. આ ભાવ આદિગુરુ શંકરાચાર્યજીએ પણ આપ્યો છે. "યદ્ યદ્ કર્મ કરોમિ તત્ તદ્ મિ અખિલમ્ શંભુ તવા રાધનમ્." ભગવાન જ્યારે ભક્તિની વાત કરતા હોય ત્યારે સાચો ભક્ત કોને કહેવાય ? તો તેના જવાબમાં કહેવાય કે, જે વ્યક્તિ નિંદા, સ્તુતિ, માન-અપમાનથી પર રહે તે જ સાચો ભક્ત છે. અને "અદ્વૈષ્ટા સર્વભૂતાનામ્" જે બધામાં મને જુવે એ સાચો ભક્ત છે. તો એ જ ભગવાન આ બધું જ પ્રતિપાદિત કરતાં. ભગવાન શ્રી કૃષ્ણએ ગાયેલ આ ગીતની વિશેષતા એ છે કે, સમગ્ર જ્ઞાાન અર્જુનજીને આપ્યું એ પછી ભગવાને અર્જુનને એમ નથી કહ્યું કે હું કહું તેમ જ તું કર. "યથેચ્છસી તથાગું" તને જે ઠીક લાગે તે તું કર, અને એ ભગવાન શ્રી કૃષ્ણના ગીતથી અર્જુન એટલાં પ્રસન્ન થયાં અને કહ્યું કે મારો મોહ નષ્ટ થયો છે. હવે હું બધું જ કરીશ. "કરિષ્યે વચનમ્ તઃ" આમ, શ્રીમદ્ ભગવત ગીતા એ નિષ્ક્રિય જીવને સક્રિય કરે છે.
ગીતાજીનો સંદેશ એ છે કે, "વ્યક્તિએ નિરાશ થવાની જરૂર નથી. નિરાશ થઈશ નહીં, કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે." આ ગીતાજીનો સંદેશ આપણે ગીતા જ્યંતિના દિવસે યથાર્થ કરીએ અને કર્તાપણાનો ભાવ આપણે કાઢી નાંખીએ કારણ કે, સઘળું કરવાવાળા તો ભગવાન છે. જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં આપણે જે કર્મ કરીએ તેે ભગવાનને કેન્દ્રમાં રાખીને આપણે કરીએ. તો તે કર્મ પણ આપણી પૂજા થશે. એ જ ગીતા જ્યંતિનો સંદેશ છે અને આ સંદેશ આપનાર ભગવાન શ્રી કૃષ્ણ ગુરુ છે અને તેમણે જે ગીત ગાયું એ ગીત ખરેખર સર્વને પવિત્ર કરવાવાળું છે એટલે જ કહેવામાં આવ્યું "કૃષ્ણં વંદે જગત્ ગુરુમ્."
ગોપાષ્ટમીના દિવસે માતા ગાયની પૂજા અને સેવા કરવામાં આવે છે. દર વર્ષે કારતક શુક્લ પક્ષની અષ્ટમીના રોજ ગોપાષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા ગાયની પૂજા કરવાથી અને વ્રત કથાનો પાઠ કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ચાલો જાણીએ કે દિવાળી પર તમારે કઈ દિશામાં કેટલા દીવા પ્રગટાવવા જોઈએ અને દીવા પ્રગટાવવાથી તમને શું ફાયદો થાય છે.
ધનતેરસ એ દિવાળીના તહેવારોની શરૂઆત છે, જે આ વર્ષે 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે