ઘરમાં ઉગાડવા લાયક આ સાત પ્લાન્ટ્સ
ગા ર્ડનિંગનો શોખ બધાને હોય છે પણ ગાર્ડનની જગા ઘણાં પાસે નથી હોતી. તેઓ ઘરમાં જ ખાસ પ્રકારના પ્લાન્ટ્સ ઉગાડી શકે છે તેનાથી ઘરમાં રંગો આવે છે અને હવા પણ શુદ્ધ બને છે. નિષ્ણાતોએ જણાવેલા કેટલાંક ઈન્ડોર પ્લાન્ટ્સ તમે સમજો અને ઉછેરો તો મઝા આવશે.
સ્નેક પ્લાન્ટ: આ પ્લાન્ટ હવામાંના ઝેરી તત્ત્વને શોષી ભરપુર પ્રાણવાયુ બહાર ફેંકે છે. નાસાએ પસંદ કરેલ આ પ્લાન્ટ હવામાનના હાનિકારક નાઈટ્રોજન ઓક્સાઈડ, ઝાયલીન, ફોર્માલ્ડીરાઈડ, બેન્ઝીન અને ટ્રાયકલોરો ઈથીલીન વગેરેને શોષી લે છે. આ પ્લાન્ટને 'સાસુની જીભ' પણ કહે છે.
એરીકા પામ્સ: ઘરમાં આ પ્લાન્ટની બે ત્રણ સંખ્યામાં હાજરી હોય તો પુરતો પ્રાણવાયુ તે કુટુંબને આપી શકે છે. દેખાવમાં આકર્ષક અને નિભાવમાં સરળ પ્લાન્ટ છે. તેને અવારનવાર પાણી આપતાં રહેવું.
મની પ્લાન્ટ: આ પ્લાન્ટ સામાન્ય રીતે જમીન પર સરસ ફેલાય છે પરંતુ ઘરમાં કુડામાં કે પાણી ભરેલી બોટલમાં પણ સરસ ઊગે છે. આ પ્લાન્ટને ઉભા મૂળ સાથે જમીનમાંથી ઉખેડવો.
પીસ લીલી: નાસાની સંમતિ મેળવી ચૂકેલ આ પ્લાન્ટ સફેદ પુષ્પો ધરાવે છે. ફર્નિચર અને અન્ય પ્રોડક્ટમાંથી નીકળતા ઝેરી વાયુને શોષી લે છે. આ ખૂબ જાણીતો ઈન્ડોર પ્લાન્ટ ભેજવાળી જમીનમાં ઊગે છે. બાથરૂમ પાસે કેટલીકવાર મુકવો એને પાણીનો સ્પ્રે ગમે છે.
ગ્રીન સ્પાઇડર પ્લાન્ટ: આ પ્લાન્ટ કરોળિયાના પગ જેવો બધી બાજુ ફેલાયને ઊગે છે. નિભાવ સરળ છે. ખૂબ પ્રાણવાયુ છોડે છે તે ફર્નિચર, સોફા, વોર્ડરોબમાંથી નીકળતા ઝેરી વાયુને શોષી લે છે. ઘરનો ખાલી ખૂણો પસંદ કરી આ પ્લાન્ટનું કુંડુ ત્યાં ગોઠવી દેવું.
એલોવેરા: આ પ્લાન્ટ સરળતાથી ઈન્ડોર વાતાવરણમાં ઊછરે છે. વાસ્તુશાસ્ત્રને અવગણી તમે તેને પસંદ કરી શકો છો. કાંટાળો હોવાથી પેટ્સ અને બાળકોને ઈજા પહોંચાડી શકે છે. ઓછો તડકો અને ભેજવાળી જમીન તેની અનિવાર્યતા છે. તેની અંદરથી નીકળતો ભાગ કે જેલ ચામડીના રોગો પર ઉપયોગી છે. તેનુ તાજુ શરબત બનાવીને પણ પી શકાય છે.
મોન્સ્ટેરા અથવા સ્વિસ ચીઝ પ્લાન્ટ: મોટા હૃદય આકારના પર્ણોવાળો આ પ્લાન્ટ અત્યંત આકર્ષક લાગે છે. પર્ણો ચમકતા હોય છે અને વચ્ચેથી બદામ આકારમાં કપાયેલા હોય છે. મેક્સિકો અને મધ્ય અમેરિકાથી આવેલો આ પ્લાન્ટ બાથરૂમ કે કિચન માટે શ્રેષ્ઠ છે. વરસાદી જંગલો તેની માતા હોવાથી ભેજ અને ગરમી બન્ને ગમે છે. નિભાવ સરળ છે. સરળતાથી મળતો નથી પણ લિવિંગ રૂમમાં હોય તો તમારી પસંદ પર મહેમાન આફ્રિન થઈ જાય છે. ઝાડ પર ચઢવાની ટેવ હોવાથી ઘરમાં તેને લાકડાના દડાનો ટેકો આપવો. તે ૭૮ ઈંચ (લગભગ ૨ મીટર) ઉંચાઈ મેળવી શકે છે અને ખૂબ પ્રાણવાયુ આપે છે.
ગીર નેશનલ પાર્કમાં એશિયાટિક સિંહોનો ઇતિહાસ અને રસપ્રદ તથ્યો જાણો. આ લેખમાં સિંહોની ઉત્પત્તિ, તેમનું સંરક્ષણ અને ગીરની વનસંપદા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. વધુ જાણવા માટે અહીં ક્લિક કરો!
"Statue of Unity કેવી રીતે બની તેની સંપૂર્ણ કહાની જાણો. સરદાર પટેલની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ, ખર્ચ અને રસપ્રદ તથ્યો વિશે વાંચો. ગુજરાતનું ગૌરવ અને તેની પાછળનો ઈતિહાસ!"
કાકરિયા લેકની મુલાકાત માટે શ્રેષ્ઠ સમય 2025 વિશે જાણો! અમદાવાદના આ પ્રખ્યાત સ્થળની સુંદરતા, પ્રવૃત્તિઓ અને હવામાનની માહિતી સાથે તમારા પ્રવાસને યાદગાર બનાવો.