વિચારો આપણી શક્તિનો વ્યય કરે છે
આ પણાં મનમાં વિચારો ક્યારે આવે છે ? કેવા આવે છે, શા માટે સતત અને નિરંતર આવે છે ? એટલું બરાબર જાણી જ લ્યો કે કોઈપણ પરિસ્થિતિ કે કોઈપણ પ્રકારના પડકારો મનમાં આવતા જ તેના સદર્ભમાં જ વિચારો જન્મે છે.
આ પણાં મનમાં વિચારો ક્યારે આવે છે ? કેવા આવે છે, શા માટે સતત અને નિરંતર આવે છે ? એટલું બરાબર જાણી જ લ્યો કે કોઈપણ પરિસ્થિતિ કે કોઈપણ પ્રકારના પડકારો મનમાં આવતા જ તેના સદર્ભમાં જ વિચારો જન્મે છે. જરા સ્વસ્થ ચિત્તે વિચાર જો તમો જ્યારે પરમ મૌન કે પરમ શાંત હશો, જ્યારે તમો તમારા પોતાના સ્વ સ્વરૂપમાં સ્થિર હશો, સ્વધર્મમાં સ્થિર હશો, તમોએ તમારો સ્વભાવ ધારણ કર્યો હશે, ત્યારે વિચાર આવશે જ નહિ ત્યારે જ તમો પરમ આનંદમાં ને પરમ સુખમાં સ્થિર હશો, એટલે કે નિર્વિચારતા, સાક્ષીભાવમાં સ્થિરતા જેને કહેવાય બુદ્ધત્વ બ્રહ્મ સ્વરૂપ, આમ આપણા પોતાના જ સ્વરૂપમાં સ્થિર થવું એ જ ધર્મનું આચરણ છે, એટલે જ મહાભારતે કહ્યું છે કે ધારણ કરે તે ધર્મ, આપણે આપણો સ્વભાવ જ ધારણ કરેલ છે, માટે સ્વભાવમાં સ્થિર થઈને જીવન જીવવું એ જ સત્ય સ્વરૂપ ધર્મ છે.
આવા સત્ય ધર્મની પ્રેરણા હંમેશા અંદરથી આત્મામાંથી જ થતી રહે છે, માણસ હંમેશા વિચારતો જ રહે છે, કે પોતાનું વ્યવહાર વર્તન અને આચરણ મારા પોતાના આત્મિક સત્ય અનુસાર ચાલી રહ્યું છે કે નહિ અને તે ઉચિત કે નહીં આમ માણસમાં માત્ર ભોગ વૃતિ જ નહીં પણ સત્ય ધર્મની વૃતિ અને સત્યની પ્રેરણા આત્મા તરફથી ઘણી જોરદાર હોય છે. આમ આત્મિક ધર્મ વૃતિ માનવ જાતની વિશેષતા છે, આપણે ત્યાં વેદ અને ઉપનિષદ વખતથી જ આજ સુધી ઓછી વત્તિ માત્રામાં સત્ય સ્વરૂપ ધર્મ સર્વત્ર જોવા મળે છે. અને પોતાના આત્મિક સત્યનું આચરણ એજ ધર્મ બને છે.
આમ આપણું માણસ હજારો વરસોથી સત્યધર્મ ઘૂટાઈ ઘુટાઈને સત્ય આધારિત ધર્મ બનેલ છે, જ્યાં ધર્મમાં આત્મિક સત્ય નથી ત્યાં ધર્મનું અસ્તિત્વ જ હોય શકે નહીં, કારણ ધર્મ એટલે જ આત્મિક સત્ય અને સત્ય એટલે જ ધર્મ, આમ બંને એક બીજાથી સંકળાયેલ છે. એટલે કે જ્યાં સત્ય જ ન હોય ત્યાં ધર્મ ન હોય અને ધર્મ ન હોય ત્યાં સત્ય પણ હોય શકે જ નહિ, એટલે જ ગાંધીજી કહ્યું કે સત્ય એ જ પરમાત્મા છે, તો મહાવીર ભગવાને કહ્યું કે આત્મા એજ પરમાત્મા છે, એટલે આત્મિક સત્યમાં સ્થિર થઈને જીવવું અને આચરણ કરવું એ જ ધર્મ બને છે. જ્યાં સત્યનું આચરણ નથી ત્યાં ધર્મની હયાતી જ નથી, ત્યાં જીવન શુધ્ધિ નથી અને જીવનની સમૃધ્ધિ પણ નથી, અને જીવનું ઊર્ધ્વીકરણ નથી, આમ આત્મિક સત્ય જ જીવનમાં હોય તો ધર્મ પણ જીવનમાં હોય શકે જ નહિ, એટલે કે આત્મિક સત્યનું આચરણ એ જ ધર્મ બને તેજ આપણો સ્વભાવ છે, અને તેને જ આપણએ ધારણ કરેલ છે.
બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતો આપણી કિડનીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે અને કિડની રોગનું જોખમ વધારી શકે છે.
જો તમે પણ શરીરમાં પોષક તત્વોની ઉણપને કારણે થતી સ્વાસ્થ્ય સમસ્યાઓનો શિકાર બનવાથી બચવા માંગતા હો, તો તમારે સ્વામી રામદેવના આ કુદરતી સૂત્રને ચોક્કસપણે અજમાવવું જોઈએ.
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી જ એક સમસ્યા છે ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ જેને IBS કહેવામાં આવે છે, આ રોગ શા માટે થાય છે. તેના લક્ષણો શું છે અને તેને કેવી રીતે અટકાવવું? નિષ્ણાતો પાસેથી આ વિશે અમને જણાવો.