udChalo એ સૈનિક સમુદાય માટે કોમ્પ્રિહેન્સિવ ફાઇનાન્સિયલ સર્વિસિસની શરૂઆત કરી
udChalo સશસ્ત્ર દળો અને તેમના આશ્રિતોની મદદ કરવા માટે સમર્પિત અગ્રણી કન્ઝ્યુમર ટેક્નોલોજી કંપની છે, તેણે સૈન્ય કર્મચારીઓ દ્વારા સામનો કરવામાં આવતા અભૂતપૂર્વ નાણાકીય પડકારોને પહોંચી વળવાના ઉદ્દેશ્યથી ફાઇનાન્સિયલ પ્લાનિંગ સર્વિસિસના એક વ્યાપક સમૂહની રજૂઆત કરી છે.
પૂણે : udChalo સશસ્ત્ર દળો અને તેમના આશ્રિતોની મદદ કરવા માટે સમર્પિત અગ્રણી કન્ઝ્યુમર ટેક્નોલોજી કંપની છે, તેણે સૈન્ય કર્મચારીઓ દ્વારા સામનો કરવામાં આવતા અભૂતપૂર્વ નાણાકીય પડકારોને પહોંચી વળવાના ઉદ્દેશ્યથી ફાઇનાન્સિયલ પ્લાનિંગ સર્વિસિસના એક વ્યાપક સમૂહની રજૂઆત કરી છે. કંપની ફિનટેક સોલ્યુશન્સ 'સેવિંગ' અને 'ઇન્વેસ્ટમેન્ટ'ની બે વ્યાપક કેટેગરીઓ લઈને આવી છે - જે તેમને સંપૂર્ણ અને ઇન્ટીગ્રેટેડ ફાઇનાન્સિયલ સપોર્ટ ઉપલબ્ધ કરાવે છે. લોનથી લઇને મૂડીરોકાણોથી માંડીને કર બચત વગેરે સુધી udChaloના સોલ્યુશન્સ તેમને વિવેકપૂર્ણ નાણાકીય નિર્ણયો લેવામાં સક્ષમ બનાવશે.
'બચત' ની બાબતોમાં, udChalo ટેક્સ ફાઇલિંગ સર્વિસિસ પૂરી પાડે છે અને અસરકારક રીતે બચત કરવા માટે ઉપલબ્ધ મુક્તિઓને મહત્તમ કરવા માટે પોતાના ગ્રાહકોને માર્ગદર્શન આપે છે. મોટી લોનની મુશ્કેલીઓને ઓળખી કાઢીને, udChalo એ એવી સંસ્થાઓ સાથે પણ ભાગીદારી કરી છે જે નોંધપાત્ર રીતે ઓછા વ્યાજદરે લોન આપે છે, તેમને પુરતા પ્રમાણમાં બચત કરવામાં મદદ કરે છે. વિવેકપૂર્ણ 'રોકાણ' માટે, udChalo એ બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ સાથે શરૂઆત કરી છે જ્યાં ડિફેનસ કોમ્યુનિટી નિયમિત બેંકો કરતાં સરેરાશ 1 ટકા વધુ કમાણી કરી શકે છે, તમામ બેંક બ્રાન્ચની મુલાકાત લેવાની ઝંઝટ વિના, 5 લાખ રૂપિયા સુધીની એફડીને રિઝર્વ બેંક દ્વારા વીમા કવચ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત, કંપની ટૂંક સમયમાં તેમના જીવનના ધ્યેયોને અનુરૂપ કસ્ટમાઇઝ કરવા મ્યુચ્યુઅલ ફંડની રજૂઆત કરશે, જે તેમના પોતાના અથવા તેમના બાળકોના શિક્ષણ માટે ધિરાણ, નોકરી પછી બિઝનેસ શરૂ કરવા અથવા માત્ર એક મજબૂત ફાઇનાન્સિયલ પોર્ટફોલિયો બનાવવાની સુવિધા પુરી પાડશે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.