નોરા ફતેહીઃ રશ્મિકા મંદન્ના, આલિયા ભટ્ટ જેવી ઘણી અભિનેત્રીઓ ડીપફેકનો શિકાર બની છે. હવે આ યાદીમાં નોરા ફતેહીનું નામ પણ સામેલ થઈ ગયું છે. આ દિવસોમાં નોરા ફતેહીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે વાસ્તવમાં એક્ટ્રેસનો નથી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોનો સ્ક્રીનશોટ શેર કર્યો છે અને ડીપફેકનો શિકાર બનવાની માહિતી આપી છે.