“વરસાદી પાણીનો સંગ્રહ કરતા ખેડૂતો માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય”
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના મહત્તમ ખેડૂતોને મળશે લાભ,ખેતતલાવડીનું પાણી ખેતીમાં જ વાપરતા હશે ત્યાં વીજ જોડાણ અપાશે
ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે , ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતો માટે અનેકવિધ મહત્વના નિર્ણયો કર્યા છે જેના ભાગરૂપે વરસાદી પાણીનો સંગ્રહ કરતા ખેડૂતો માટે ખેતીવાડીમાં સૂક્ષ્મ સિંચાઈ માટે પાંચ હોર્સ પાવરનુ અલાયદું વીજ જોડાણ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
ઊર્જા મંત્રીશ્રી એ ઉમેર્યું કે, જે જગ્યાએ પાણીના તળ નીચા ગયા છે ત્યાં આવું વીજ કનેકશન આપવા માટે ખેડૂતોની, લોકપ્રતિનિધિઓની અને ખેડૂત સંગઠનોની રજૂઆત હતી જેને ધ્યાને લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલ આ નિર્ણયના કારણે ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના મહત્તમ ખેડૂતોને લાભ મળશે. ખેતરમાં બનાવેલ હોજ/સંપ/ટાંકા/ખેત-
તલાવડીમાંથી પાણી ઉદ્બહન કરી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેતુ મહત્તમ ૦૫(પાંચ) હોર્સ પાવરનું ખેતી વિષયક વીજ જોડાણ અપાશે.
તેમણે ઉમેર્યું કે, જે ખેડૂત કોઈ પણ સ્રોત દ્વારા પોતાના ખેતરમાં બનાવેલ હોજમાં પાણી ભરે અને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિથી સિંચાઇ કરે તો મહત્તમ પ(પાંચ) હોર્સ પાવરનું અલાયદુ કૃષિ વીજ જોડાણ આપવા માટેનાં રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭માં ધારાધોરણો નિયત કરાયા હતા. હવે તેમાં સુધારો કરી “હોજ ઉપરાંત સંપ, ટાંકા અને ખેત-તલાવડીમાં થી પણ ખેડૂત પાણી ઉદ્વહન કરી
શકશે એવો સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા નોંધવામાં આવેલ ખેત-તલાવડીઓ ઉપરાંત સ્વખર્ચે બનાવેલ ખેત તલાવડીઓને પણ આ નિયમ લાગુ રહેશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
રાજ્ય સરકારના આ ખેડૂત-હિતલક્ષી નિર્ણયને કારણે ભૂગર્ભજળની બચત થશે સાથે સાથે માત્ર ૫ હો.પા.ના ખેતીવાડી વીજ જોડાણના વીજ વપરાશને કારણે ખેડૂતોને વીજબીલમાં પણ બચત થશે. તેમજ પોતાના ખેતરમાં ખેત-તલાવડી બનાવી તેના પાણીનો સિંચાઇ માટે ઉપયોગ કરવા ખેડૂતોને પ્રોત્સાહન મળશે તેમ તેમણે ઉમેર્યું હતું
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.