'વિરાટ ચોથા નંબર માટે પરફેક્ટ' કોહલીના મિત્રએ એશિયા કપ પહેલા આપ્યું મોટું નિવેદન
વિરાટ કોહલીએ નંબર 3 પર કુલ 10777 રન બનાવ્યા છે અને નંબર 4 પર તેના 1767 રન છે. એશિયા કપ પહેલા, તેના સતત નંબર 4 પર રમવાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.
ભારતીય ટીમે ODI એશિયા કપ પહેલા તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની પણ ટીમમાં વાપસી થઈ છે. રાહુલની ફિટનેસ પર હજુ પણ સસ્પેન્સ છે પરંતુ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે ઐયરને પણ સંપૂર્ણ ફિટ જાહેર કર્યો હતો. પરંતુ તે પહેલા એક ચર્ચા શરૂ થઈ અને તે વિરાટ કોહલીને નંબર 4 પર મોકલવાની હતી. જો ઈશાન કિશન અને શુભમન ગિલ બંનેને ટીમમાં તક મળે તો આ ચર્ચા પણ ઉભી થાય છે. કારણ કે કિશન અને ગિલમાંથી માત્ર એક જ રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. આ સિવાય આ બંનેમાંથી કોઈને પણ મિડલ ઓર્ડરનો અનુભવ નથી. તો જો ગિલ ટોપ ઓર્ડરમાં ત્રીજા નંબરે રમે છે તો શું વિરાટ ચોથા નંબર પર આવી શકે છે? આવા કેટલાક સવાલો પણ સામે આવી રહ્યા છે.
હવે વિરાટ કોહલીના ખાસ મિત્ર અને પૂર્વ આરસીબી પાર્ટનર એબી ડી વિલિયર્સે આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. ખાસ વાત એ છે કે એબીએ વિરાટને નંબર 4 માટે પરફેક્ટ ગણાવ્યો છે. પરંતુ તેના આંકડા દર્શાવે છે કે નંબર 3 સ્થાને વિરાટને આજે વિશ્વનો મહાન બેટ્સમેન બનાવી દીધો છે. આ અંગે દક્ષિણ આફ્રિકાના મહાન ક્રિકેટર એબી ડી વિલિયર્સનું માનવું છે કે વર્લ્ડ કપમાં ભારત માટે ચોથા નંબર પર વિરાટ કોહલી શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે તે મિડલ ઓર્ડરમાં દરેક ભૂમિકા ભજવીને ઈનિંગ્સને આગળ લઈ જઈ શકે છે.
તમને જણાવી દઈએ કે યુવરાજ સિંહના સંન્યાસ બાદ ભારતને ચોથા નંબર માટે યોગ્ય વિકલ્પ મળ્યો નથી. ભારતમાં 5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપ યોજાવાનો છે અને અત્યાર સુધી નંબર 4ની ચર્ચા ચાલી રહી છે. આ અંગે એબી ડી વિલિયર્સે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, અમે હજુ પણ વાત કરી રહ્યા છીએ કે ભારત માટે ચોથા નંબર પર કોણ ઉતરશે. મેં સાંભળ્યું છે કે વિરાટ ઉતરી શકે છે. હું પણ તેને સમર્થન આપું છું. વિરાટ ચોથા નંબર માટે પરફેક્ટ છે. તે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે અને મિડલ ઓર્ડરમાં કોઈપણ ભૂમિકા ભજવવામાં સક્ષમ છે. અમે જાણીએ છીએ કે તે ત્રીજા નંબર પર બેટિંગ કરવાનું પસંદ કરે છે. તેણે તે જ સ્થિતિમાં તેના તમામ રન બનાવ્યા છે પરંતુ દિવસના અંતે, જો ટીમ તમારી પાસેથી કોઈ ચોક્કસ ભૂમિકા ઇચ્છે છે, તો તમારે તે ભજવવું પડશે.
વિરાટ કોહલી હાલમાં ભારતનો સૌથી મોટો બેટ્સમેન છે. તેણે 275 વનડેની 265 ઇનિંગ્સમાં 12898 રન બનાવ્યા છે. તેણે ODI ક્રિકેટમાં કુલ 46 સદી અને 65 અડધી સદી ફટકારી છે. તેમાંથી તેણે 210 ઇનિંગ્સમાં 3 નંબર પર 10777 રન બનાવ્યા છે. આ સ્થાન પર તેણે 39 સદી અને 55 અડધી સદી ફટકારી છે. જ્યારે ચોથા નંબર પર વિરાટ કોહલીએ 39 ઇનિંગ્સમાં 1767 રન બનાવ્યા છે. આ સ્થાન પર તેના નામે 7 સદી અને 8 અડધી સદી છે. જોકે, તે છેલ્લે જાન્યુઆરી 2020માં ઓસ્ટ્રેલિયા સામે મુંબઈમાં ચોથા નંબર પર રમ્યો હતો.
પંજાબ કિંગ્સ સામેની મેચમાં રજત પાટીદારે 23 રન બનાવ્યા હતા. તેણે સારી શરૂઆત કરી હતી પરંતુ તેને મોટી ઇનિંગ્સમાં રૂપાંતરિત કરી શક્યો નહીં.
IPL 2025 ની વચ્ચે, ટીમ ઈન્ડિયા અને સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ટાર બેટ્સમેન અભિષેક શર્મા માટે એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. તેની બહેન કોમલ શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને આ વાતની જાણકારી આપી છે.
દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ 33 વર્ષના થઈ ગયા છે. મેદાન પર ખૂબ જ શાંત દેખાતો આ મિડલ ઓર્ડર બેટ્સમેન તેની શાનદાર બેટિંગ માટે જાણીતો છે, પરંતુ બેટિંગ કરતી વખતે તે આ વાતથી ખૂબ જ ચિડાઈ જાય છે. જેનો ખુલાસો તેમણે એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો.