વડોદરા ડિવિઝનના 17 કર્મચારીઓને ડીઆરએમ એવોર્ડથી સન્માનિત
વેસ્ટર્ન રેલ્વેના વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી જિતેન્દ્ર સિંહે ડિવિઝન ના સત્તર રેલ્વે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન ઓપરેશનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્રો અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા
વેસ્ટર્ન રેલ્વેના વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી જિતેન્દ્ર સિંહે ડિવિઝન ના સત્તર રેલ્વે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન ઓપરેશનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્રો અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વડોદરા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર શ્રી રાજકુમાર અંબીગરે જણાવ્યું હતું કે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ શ્રી રવિ ભૂષણ, ટ્રેન મેનેજર શ્રી એ. જે. વાઘેલા, શ્રી દીપેન્દ્રસિંહ રાઠોડ, પોઈન્ટ્સમેન શ્રી યક્ષય પટેલ, શ્રી રૂપરામ, ગેટમેન શ્રી જીતેશ મીના, શ્રી અંકિત ભોઈ, શ્રી મનોજ વસાવા, શ્રી રાજેશ કુમાર T.C.M. શ્રી મનોજ કુમાર જી. ત્રિવેદી, શ્રી વિષ્ણુ કુમાર કે., ટ્રોલીમેન શ્રી રાહુલ કુમાર, ટ્રેક મેઈન્ટેનર શ્રી દિલીપ કુમાર, જે.ઈ. (P.V.) શ્રી નિકુંજ સોલંકી મદદનીશ સબ ઇન્સ્પેક્ટર/આર. પી.એફ. શ્રી ઈમરાન મન્સૂરી, કોન્સ્ટેબલ/આર. પી.એફ. શ્રી દેવનારાયણ મીના, સિનિયર ટેકનિશિયન, કે એન્ડ ડબલ્યુ, શ્રી ભૂપિન એમ. વસાવાને પ્રમાણપત્ર અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ આદરણીય કર્મચારીઓએ રેલવે સુરક્ષામાં કોઈપણ ખામી માલુમ પડતાં તરત જ યોગ્ય પગલાં લઈને અણધારી ઘટનાઓ અને સંભવિત નુકસાનથી બચાવ કર્યો છે.
મંડળ રેલ પ્રબંધક શ્રી જિતેન્દ્ર સિંહે આ સતર્ક સંરક્ષા રેલ પ્રહરી ને પ્રોત્સાહિત કર્યા. શ્રી સિંહે જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન સતર્કતા અને તકેદારી સાથે કામ કરે છે, ત્યારે તે અમને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં મદદરૂપ થાય છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.
દુધાળા ગામે આવેલ વિશ્વાસ પેટ્રોલ પંપના સી.સી.ટી.વી કેમેરામા બે ડાલા મથા સિંહો થયા કેદ. દુધાળા થી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર વિશ્વાસ પેટ્રોલ પંપ પાસે બે સિંહો રોડ પસાર કરતા હોય તેવા સીસીટીવી કેમેરા મા કેદ.
GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ આયોજિત 10 મો એજ્યુકેશન ફેસ્ટીવલ 2024/25 કાર્યક્રમ યોજાયો હતો.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે ટેક્નોલોજી એનેબ્લિંગ સેન્ટર (TEC) એ નવીન અને ક્રાંતિકારી પવન ઉર્જા સિસ્ટમ વિકસાવી છે, જેમાં આર્કિમિડિઝ વિન્ડ મીલ અને ટ્રમ્પેટ વિન્ડ ટર્બાઇનનું એકીકરણ કરવામાં આવ્યું છે.