૧૨મી જૂને કચ્છ-ભુજના કુરન ગામ ખાતેથી શાળા પ્રવેશોત્સવના ૨૦માં તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૧૨મી જૂને કચ્છ-ભુજના કુરન ગામ ખાતેથી શાળા પ્રવેશોત્સવના ૨૦માં તબક્કાનો કરાવશે રાજ્યવ્યાપી શુભારંભ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ હતી. જે પરંપરાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોમ-જુસ્સાથી આગળ ધપાવી રહ્યા છે. ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો ૨૦મો તબક્કો આગામી તા.૧૨ થી ૧૪ જૂન,૨૦૨૩ દરમિયાન યોજાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ તા. ૧૨મી જૂનના રોજ કચ્છ-ભુજના કુરન ગામ ખાતેથી કરાવશે. ત્યારબાદ તા. ૧૩-જૂનના રોજ નર્મદા-સાગબારાના જાવલી ગામ અને ૧૪-જૂનના રોજ ભાવનગર-મહુવાના કતરપર ગામના ભૂલકાઓને મુખ્યમંત્રીશ્રી શાળાઓમાં પ્રવેશ કરાવશે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે બાળકોનું શાળામાં નામાંકન કરાવીને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવશે. આ ઉપરાંત રાજ્ય મંત્રી મંડળના વિવિધ મંત્રીશ્રી સહિતના મહાનુભાવો પણ આ ત્રણ દિવસ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ઉપસ્થિત રહી નાના બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે. મંત્રીશ્રી સહિતના મહાનુભાવો નીચે દર્શાવેલ સ્થળો ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
૧ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છ-ભુજ નર્મદા ભાવનગર
૨ નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ડાંગ
૩ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ ગાંધીનગર
૪ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ચોર્યાસી - સુરત
૫ ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અરવલ્લી
૬ પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા ભાવનગર
૭ પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા પોરબંદર
૮ આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર દાહોદ,છોટા ઉદેપુર, વડોદરા – શહેર
૯ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા જૂનાગઢ
૧૦ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વાંસદા – નવસારી
૧૧ સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દાહોદ
૧૨ પશુપાલન રાજ્ય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી સુરેન્દ્રનગર
૧૩ પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ પંચમહાલ – ગોધરા
૧૪ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ હાંસોટ – ભરૂચ
૧૫ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા અમરેલી
૧૬ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાબરકાંઠા
૧૭ આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સોનગઢ – તાપી
૧૮ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી થરાદ, બનાસકાંઠા
૧૯ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ પંચમહાલ
૨૦ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લા વડોદરા શહેર
૨૧ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા અમરેલી
૨૨ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા મોરબી
૨૩ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણસિંહ સોલંકી ગીર-સોમનાથ
૨૪ ગુજરાત વિધાનસભાના દંડક શ્રી વિજયભાઈ પટેલ વલસાડ
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.