ગાંધીનગર-વારાણસી એક્સપ્રેસમાં 6 વધારાના કોચ ઉમેરવામાં આવશે
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે ટ્રેન નંબર 22468/22467 ગાંધીનગર કેપિટલ-વારાણસી-ગાંધીનગર કેપિટલ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં કાયમી ધોરણે 6 વધારાના કોચ ઉમેરવામાં આવશે.
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે ટ્રેન નંબર 22468/22467 ગાંધીનગર કેપિટલ-વારાણસી-ગાંધીનગર કેપિટલ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં કાયમી ધોરણે 6 વધારાના કોચ ઉમેરવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 22468/22467 ગાંધીનગર કેપિટલ-વારાણસી-ગાંધીનગર કેપિટલ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં એક થર્ડ એસી, બે થર્ડ એસી ઈકોનોમી, બે સ્લીપર અને એક જનરલ ક્લાસ ના કોચ 11 જુલાઈ 2024થી ગાંધીનગરથી અને 10 જુલાઈ 2024થી વારાણસીથી ઉમેરવામાં આવશે.
ટ્રેનોના સ્ટોપેજ ના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.