જબલપુરની સરકારી કોલેજની 70 વિદ્યાર્થિનીઓને બ્લેકમેઈલ કરી મોબાઈલ પર અશ્લીલ વીડિયો મોકલ્યો
કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું કે ફરિયાદના કારણે આજે આ બાબત તેમના ધ્યાન પર આવી છે. જબલપુરના મદન મહેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાયબર સેલની મદદથી તપાસ કરવામાં આવી રહી છે.
જબલપુર: મધ્યપ્રદેશના જબલપુરમાં સરકારી ગર્લ્સ કોલેજની 70 વિદ્યાર્થીનીઓને બ્લેકમેઈલ કરવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થિનીઓના મોબાઈલ ફોન પર અશ્લીલ વીડિયો મોકલવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીઓને વીડિયો સાથે લિંક કરવાની ધમકી આપીને બ્લેકમેલિંગ કરવામાં આવતું હતું. આરોપીઓ પોતાને પોલીસ કહેતા હતા. ગેંગના સભ્યોએ પોલીસના વેશમાં આવીને વિદ્યાર્થિનીઓ સાથે વાત કરી હતી.
મળતી માહિતી મુજબ માનકુંવરબાઈ કોલેજની 70 વિદ્યાર્થીનીઓ આ ગેંગનો શિકાર બની છે. 53 વિદ્યાર્થીનીઓએ ડરના માર્યા ગેંગને પૈસા પણ મોકલ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું કે ફરિયાદના કારણે આજે આ બાબત તેમના ધ્યાન પર આવી છે. જબલપુરના મદન મહેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાયબર સેલની મદદથી તપાસ કરવામાં આવી રહી છે.
યુપીના બિજનૌરમાં એક પત્નીએ તેના પતિનું અપહરણ કર્યું અને પછી તેની હત્યા કરાવી દીધી. આ ઘટના તે વ્યક્તિ પતિ-પત્ની વચ્ચે આવવાને કારણે બની. જાણો સંપૂર્ણ સમાચાર...
ભોજપુર જિલ્લાના બિહિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બેલવાનિયા ગામમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.
આરોપીઓએ તેને લગભગ બે મહિના સુધી બંધક બનાવી. આ સમયગાળા દરમિયાન, તેણી પર ઘણી વખત સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો, તેણીને બળજબરીથી માંસ ખવડાવવામાં આવ્યું અને તેના હાથ પરનો ઓમ ટેટૂ પણ એસિડથી ભૂંસી નાખવામાં આવ્યો.