રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૨.૨૬ ટકા જળસંગ્રહ : સરદાર સરોવર પરિયોજનામાં ૭૪.૮૦ ટકા જળસંગ્રહ
રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૯.૮૩ ટકા નોંધાયો: કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૩૫.૮૦ ટકા, રાજ્યના ૯૨ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીની આવક થતા હાઈ એલર્ટ પર
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૯.૮૩ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૩૫.૮૦ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦૯.૪૬ ટકા ઉત્તર ગુજરાતમાં ૬૬.૮૫ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૭૦.૫૦ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૬૩.૪૭ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૨.૨૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૫૧,૧૮૪ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ
જળસંગ્રહ શક્તિના ૭૫.૧૯ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૧.૧૭ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૮.૯૭ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩
જળાશયોમાં ૭૨.૩૭ ટકા, કચ્છ ઝોનના ૨૦ જળાશયોમાં ૬૬.૨૩ ટકા તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૮૩.૭૦ ટકા જળસંગ્રહ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૬૫ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૨૭ જળાશયો મળી કુલ ૯૨ જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૭ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૯ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ "ડિજિટલ ગુજરાત" હાંસલ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના "ડિજિટલ ઇન્ડિયા"ના વિઝનને અનુરૂપ હતું. રાજ્યએ સુશાસન દિવસ પર પરિવર્તનકારી હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલી) પહેલ શરૂ કરી, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ કનેક્ટિવિટી વધારવા અને ટેકનોલોજી દ્વારા જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે.
રાજસ્થાનના બે મહિનાના શિશુએ અમદાવાદ, ગુજરાતમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) માટે સકારાત્મક પરીક્ષણ કર્યું, જે રાજ્યનો પ્રથમ નોંધાયેલ કેસ છે. સરવરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયેલ બાળક સારવાર હેઠળ છે.
ભારતીય માનક બ્યુરો - બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ૭૮માં સ્થાપના દિવસે આયોજિત ક્વોલિટી કોન્કલેવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. BISના અમદાવાદ કાર્યાલય દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આ કોન્કલેવ યોજવામાં આવી હતી.