કેવડિયામાં રહેતી ૧૫ વર્ષીય વિદ્યાર્થિનીએ વર્ષગાંઠના દિવસે જ ફાંસો ખાઈ આપઘાત કરતા ગમગીની
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીના તણખલા રોડ પર આવેલી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતી ૧૫ વર્ષની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે આ અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરત શાહ, નર્મદા : તા. ૧૮ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીના તણખલા રોડ પર આવેલી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતી ૧૫ વર્ષની વિદ્યાર્થિની એ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે આ અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર અર્જુનસિંહ ભૂપેન્દ્રસિંહ રાઠોડ રહે.કેવડીયા કોલોની કેટેગરી ૩ બ્લોક નં ૧૦ રૂમ નં ૫૫ તા.ગરૂડેશ્વર જી.નર્મદા મુળ રહે નિશાળ ફળીયુ, ખુટકર ગામ તા શહેરા, જી.પંચમહાલ નાઓએ પોલીસમાં જાણ કર્યા મુજબ તેમની દીકરી રક્ષા અર્જુન રાઠોડનો ગઈકાલે જન્મદિવસ હતો. અને એ પોતાના જન્મદિવસના કારણે તેની સ્કૂલે ગઈ ન હતી. માટે સ્કૂલે ન જતા તેના પિતાએ ઠપકો આપતા તેને લાગી આવતા કેવડિયા બજારની પાછળમાં આવેલ તેના પિતાના રહેઠાણે દુપટ્ટાનો ફાંસો બનાવી પંખે બાંધી લટકી આત્મહત્યા કરી લેતા તેનું મોત થયું હતું. આ બાબતની કેવડિયા પોલીસને જાણ થતા કેવડિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SWAR (સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ) પ્લેટફોર્મ લોન્ચ કર્યું, જે નાગરિકોની સંલગ્નતા વધારવા અને શાસનમાં સુધારો કરવાના હેતુથી એક નવી પહેલ છે.
ઉંચા તાપમાન અને ભેજને કારણે સમગ્ર દિવસ દરમિયાન ગુજરાતમાં વિઝિબિલિટી નબળી રહી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં પણ અનુભવાયો હતો
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (S.T.) કોર્પોરેશને, રાજ્ય સરકારના સહયોગથી, 29 ડિસેમ્બર, રવિવારના રોજ કંડક્ટરની પરીક્ષામાં બેસનાર ઉમેદવારો તેમના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે.