SVIT VASAD ના સંકુલમાં ‘TEDx’ ઈવન્ટ યોજાઈ
SVIT VASAD ના સંકુલમાં તાજેતરમાં ‘TEDx’ ઈવન્ટ યોજાઈ હતી. આ વર્ષ ની ઇવેન્ટ ની થીમ ‘IKIGAI’ (ઇકિગાઈ) રાખવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રો માંથી પ્રતિષ્ઠીત વક્તાઓએ IKIGAI વિષય ઉપર તેમના વ્યક્તિગત વિચારો અને અનુભવો રજૂ કર્યા હતા.
SVIT VASAD ના સંકુલમાં તાજેતરમાં ‘TEDx’ ઈવન્ટ યોજાઈ હતી. આ વર્ષની ઇવેન્ટની થીમ ‘IKIGAI’ (ઇકિગાઈ) રાખવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રોમાંથી પ્રતિષ્ઠીત વક્તાઓએ IKIGAI વિષય ઉપર તેમના વ્યક્તિગત વિચારો અને અનુભવો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમના ઉત્કૃષ્ટ વક્તાઓ જેવા કે મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ સર, મિક્ષ માર્શલ આર્ટ્સ ફાઇટર ઈશિતા થીટે મેડમ, કેન્સર વોરિયર શ્રેણિક શાહ સર, IMPACTFUL PITCH ના ફાઉન્ડર નિખિલ પરમાર સર, SIEMENS ENERGY ના GLOBAL HEAD OF SALES - કૃનાલ બ્રહ્મભટ્ટ સર, AI AND LAW EXPERT સાક્ષર દુગ્ગલ સર અને ઉપસ્થિત તમામ દિગ્ગજ મહાનુભાવોએ વિદ્યાર્થીઓની સમક્ષ તેમના અનુભવો અને વિચારો રજૂ કરીને, તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. વક્તાઓનું પ્રેરણાદાયી વક્તવ્ય હાજર રહેલા તમામ લોકો ઉપર અમીટ અને અવર્ણનીય છાપ છોડી જાય છે.
સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી ડૉ. ડી. પી. સોનીએ વક્તાઓનું તેમના વિચારપ્રેરક યોગદાન માટે પ્રસંશાના પ્રતિક તરીકે સ્મૃતિચિહ્ન આપી સન્માન કર્યું હતું. શ્રી ડૉ. જીતેન્દ્ર મિસ્ત્રી (Vice precident, Student Central Committee) એ આયોજક કમિટિ જેમાં અલગ અલગ બ્રાંચના વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જેવા કે દેવાંશીરાજે જાડેજા, જાસ્મીન કણસાગરા, કબીર બ્રહમભટ્ટ તથા ટીમમાં સામેલ દરેક વ્યક્તિનો તેમની અથાક અને સતત મહેનત માટે અને મેનેજમેન્ટના અવિરત સહકાર માટે હ્રદય પૂર્વક આભાર માન્યો હતો. TEDx ઇવેન્ટમાં કુલ 200 સહભાગીઓએ હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
SVIT VASAD ના અધ્યક્ષ શ્રી રોનક પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિક પટેલ, મંત્રી શ્રી ગૌરાંગ પટેલ, સહમંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ પટેલ, ટ્રસ્ટી શ્રી સંજય પટેલ, શ્રી સતિષ પટેલ, શ્રી હેમંત પટેલ, શ્રીમતી ગાયત્રી પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશ પટેલ, અને સમસ્ત SVIT પરિવાર તરફથી ‘TEDx’ ટીમને તેમના ખૂબ સુંદર આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.