આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ૨00 થી વધુ વિધાથી અને ફેકલ્ટીઓ એ ભાગ લીધો હતો. જેમાંથી ૩૧ બહેનોનું બ્રેસ્ટ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૪- જુલાઈ-૨૦૨૩ ના રોજ સાકળચાંદ પટેલ યુનિવરસીટી વિસનગર, ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રીમતિ હિનાબેન જરીવાલા, લાભાર્થીઓ માટે શ્રીમતી પારૂલ પ્રજાપતિ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ૨00 થી વધુ વિધાથી અને ફેકલ્ટીઓ એ ભાગ લીધો હતો. જેમાંથી ૩૧ બહેનોનું બ્રેસ્ટ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું.
સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે.
ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ
તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ગુરુવારે અમદાવાદમાં છઠ મહાપર્વ પૂજા ઉત્સવમાં હાજરી આપીને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના "એક ભારત-શ્રેષ્ઠ ભારત"ના વિઝનના મૂર્ત સ્વરૂપ તરીકે ઉજવણીની પ્રશંસા કરી હતી.
વીરપુર, સુપ્રસિદ્ધ યાત્રાધામ, સંત જલારામ બાપાની 225મી જન્મજયંતિ શુક્રવાર, 8મી નવેમ્બરના રોજ ભવ્ય રીતે ઉજવવા માટે તૈયાર છે. ગામ પહેલેથી જ રંગબેરંગી રોશનીથી શણગારેલું છે
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરીને પાન-મસાલા ખાનારા અને જાહેર રસ્તાઓ પર થૂંકનારા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી હતી અને લગભગ રૂ. 1800 કરોડના મૂલ્યના ત્રણ મહત્વપૂર્ણ અવકાશ ક્ષેત્રના માળખાકીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.