અરવલ્લીના મોડાસા ખાતે રૂ.૧૨૧ કરોડથી વધુના ખર્ચે જિલ્લાકક્ષાની આધુનિક હોસ્પિટલ તૈયાર કરાશે - આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
ગુજરાતના છેવાડાના આદિજાતિ સહિતના નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પોતાના વિસ્તારમાં ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુથી અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે રૂ. ૧૨૧ કરોડથી વધુના ખર્ચે જિલ્લા કક્ષાની સુવિધાયુક્ત આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. જેનું કામ હાલમાં પ્રગતિ હેઠળ છે.
ધનસુરા: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 'જ્યાં માનવી ત્યાં સુવિધા'ના મંત્ર સાથે ગુજરાત સરકાર કાર્ય કરી રહી છે. ગુજરાતના છેવાડાના આદિજાતિ સહિતના નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પોતાના વિસ્તારમાં ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુથી અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે રૂ. ૧૨૧ કરોડથી વધુના ખર્ચે જિલ્લા કક્ષાની સુવિધાયુક્ત આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. જેનું કામ હાલમાં પ્રગતિ હેઠળ છે. આગામી વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં આ હોસ્પિટલ કાર્યરત કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે, તેમ આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં ભિલોડાના ધારાસભ્ય શ્રી પી.સી.બરંડા દ્વારા પુછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું.
આરોગ્ય મંત્રીશ્રીએ પેટા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, ભિલોડાની સરકારી હોસ્પિટલ ખાતે જનરલ મેડિસિન, સાઇકીયાટ્રિક, જનરલ સર્જરી, ઓબ્સેસ્ટ્રિક્સ એન્ડ ગાયનકેલોજી એમ ૧૫ જેટલી ક્લિનિકલ સેવાઓ, છ જેટલી વિવિધ ડાયગ્નોસ્ટિક સેવાઓ તેમજ ૧૨ જેટલી ઓક્ઝિલરી સેવાઓ ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં તા. ૩૧ જુલાઈ ૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા ત્રણ વર્ષમાં ૧,૨૫,૬૪૦ બહારના દર્દીઓ, ૪૪,૮૯૦ અંદરના દર્દીઓ, ૭૮૦ જેટલી પ્રસુતિ તેમજ ૨,૩૬,૩૪૦ વિવિધ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૯૯૬ મેજર તેમજ ૧૭,૫૭૧ માઇનોર ઓપરેશન કરવામાં આવ્યા છે.હિંમતનગરના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ ઝાલા દ્વારા પૂછાયેલા પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આદિજાતિ વિસ્તાર માટે નક્કી કરેલા માપદંડ મુજબ અરવલ્લી જિલ્લામાં ૧૦ની સામે ૧૧ સામૂહિક આરોગ્ય કેન્દ્રો જ્યારે ૩૬ની સામે ૩૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે જે નાગરિકોના હિતમાં રાજ્ય સરકારની આરોગ્યની પ્રાથમિકતા દર્શાવે છે.
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.