NCC કેમ્પ જીતનગર ખાતે તાલીમાર્થીઓ માટે ટ્રાફિક નિયમન અને રોડ સેફટી અંગે સેમિનાર યોજાયો
નર્મદા જીલ્લામાં ૨૫મી જુલાઈ-૨૦૨૪ના રોજ સાંજના સમયે NCC કેમ્પ જીતનગર ખાતે 3-Guj.(I) બટાલીયન NCC ના કૂલ-૪૦૦ કેડેટ્સ તાલીમાર્થીઓ માટે ટ્રાફિક નિયમન તથા રોડ સેફટીને કેન્દ્રમાં રાખીને સેમીનાર યોજાયો હતો.
રાજપીપલા: નર્મદા જીલ્લામાં પોલીસ અધિક્ષકશ્રીની સુચના તથા માર્ગદર્શન હેઠળ તા.૨૫મી જુલાઈ-૨૦૨૪ના રોજ સાંજના સમયે એન.સી.સી. કેમ્પ જીતનગર ખાતે 3-Guj.(I) બટાલીયન N.C.C ના કૂલ-૪૦૦ કેડેટ્સ (ગર્લ્સ અને બોય્સ) તાલીમાર્થીઓ માટે ટ્રાફિક નિયમન તથા રોડ સેફટીને કેન્દ્રમાં રાખીને સેમીનાર યોજાયો હતો. જેમાં 3-Guj.(I) બટાલીયન N.C.C.ના લેફ્ટીનન્ટ કર્નલ શ્રી કે.પી.સિંહ તથા સુબેદાર સંજયકુમારસિંહ અને હવલદાર જયેંદ્રસિંહ તેમજ જીલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફના જવાનો હાજર રહ્યા હતા.
આ સેમિનારમાં જીલ્લા ટ્રાફિક પો.સ.ઇ. એસ.એસ.મિશ્રાએ એન.સી.સી. કેડેટ્સના જવાનોને ટ્રાફિક નિયમન તેમજ મોટર સાયકલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ નહીં કરવો તેમજ કાર કે અન્ય કોઇ ફોર વ્હીલર વાહન ચલાવતી વખતે શીટ બેલ્ટ અવશ્ય બાંધવો. રોંગ સાઇડમાં વાહન ચલાવવું નહીં તેમજ ઓવર સ્પીડમાં ડ્રાઇવીંગ નહીં કરવા, ડ્રાઇવીંગ લાયસન્સની જરૂરીયાત અને ડ્રાઇવીંગ લાયસન્સ કેવી રીતે મેળવી શકાય? તે બાબતેનું જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. એન.સી.સી. કેડેટ્સ સાથે ટ્રાફિકના નિયમો તેમજ પોલીસ તપાસ બાબતો પર ચર્ચા કરી ટ્રાફિક નિયમોના પાલન માટે હંમેશા બીજા લોકોને પણ જાગૃત કરવા અંગેની સમજ આપી પોતાની અમૂલ્ય જીદંગી બચાવવા તમામને અપીલ કરી હતી. નર્મદા જીલ્લા ટ્રાફિક પોલીસ જાહેર જનતા પાસે ટ્રાફિકના નિયમોનું સુચારૂ સ્વરૂપે પાલન કરાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે.
તબીબી બેદરકારીના આક્ષેપ બાદ અમદાવાદની ખ્યાતી હોસ્પિટલને પુરાવા અને સારવારના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.