PDEU ખાતે ત્રિદિવસીય કોમ્પ્યુટેશનલ મોડેલિંગ એન્ડ સસ્ટેનેબલ એનર્જી વિષય પર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઇ
ગાંધીનગર ખાતે આવેલ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ના સ્કુલ ઓફ ટેક્નોલોજીમાં ગણિત વિભાગના વડા ડૉ. પૂનમ મિશ્રાના માર્ગદર્શન હેઠળ, ડૉ. બ્રજેશ ઝા અને ડૉ. જ્વંગસર બ્રહ્મા દ્વારા તા. ૧૫-૧૭ ડિસેમ્બર, ૨૦૨૩ દરમિયાન "કોમ્પ્યુટેશનલ મોડલીંગ એન્ડ સસ્ટેનેબલ એનર્જી" પર ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.
ગાંધીનગર ખાતે આવેલ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના સ્કુલ ઓફ ટેક્નોલોજીમાં ગણિત વિભાગના વડા ડૉ. પૂનમ મિશ્રાના માર્ગદર્શન હેઠળ, ડૉ. બ્રજેશ ઝા અને ડૉ. જ્વંગસર બ્રહ્મા દ્વારા તા. ૧૫-૧૭ ડિસેમ્બર, ૨૦૨૩ દરમિયાન "કોમ્પ્યુટેશનલ મોડલીંગ એન્ડ સસ્ટેનેબલ એનર્જી" પર ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલન નું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમના ઉદ્દઘાટન સમારોહનાં મુખ્ય અતિથિ અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટનાં એમેરિટસ પ્રોફેસર અલી ઘલેમ્બોર હતા જેમણે "લેવરજિંગ પેટ્રોલિયમ એન્જિનિરીંગ ઇન સબસર્ફેસ એનર્જિ એક્સપ્લોઈટશન" પર વ્યાખ્યાન આપ્યું હતું. તદુપરાંત અતિથિ વિશેષમાં ગુજરાત યુનિવર્સિટી ખાતેના ગણિત વિભાગના વડા પ્રોફેસર નીતા શાહે સસ્ટેનેબલ એનર્જી રિસર્ચમાં કમ્પ્યુટેશનલ મોડેલિંગ અંતર્ગત જેનેટિક એલ્ગૉરિઘમ,પાર્ટિકલ સ્વર્મ ઓપ્ટિમાઇઝેશન એલ્ગૉરિઘમ તથા આર્ટિફિશિયલ ન્યૂરલ નેટવર્ક દ્વારા ગણિતનો ઉપયોગ વિષય ઉપર વિસ્તૃત માહિતી એપ્પી હતી. આ સાથે પ્રોફેસર વી. પી. સક્સેના (પૂર્વ-ઉપકુલપતિ, જીવાજી યુનિવર્સિટી) પણ ઉપસ્થતિ રહયા હતા; જેમણે જૈવવિજ્ઞાન માં ગાણિતિક મોડેલિંગ ઉપર વ્યાખ્યાન આપ્યું હતું.
આ સંમેલન માં કુલ મળીને તજજ્ઞો દ્વારા ૫-કિ-નોટ લેક્ચર્સ, ૭-પ્લેનરી લેક્ચર્સ, તેમજ ૧૦-એક્સપર્ટ લેક્ચર્સ પ્રસ્તુત કરવામાં આવેલ છે.
PDEU એ ગુજરાતની નામાંકિત વિશ્વવિદ્યાપીઠોમાંની એક અને અદ્વિતીય છે. ૮,000 થી પણ વધુ વિદ્યાર્થીઓ દ્વારા સસ્ટેનેબલ ઊર્જા ક્ષેત્રે વિકાસ તથા સંશોધન થાય અને તે રીતે ભારત દેશ નું નામ વિશ્વફલક પર અંકિત થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શૈક્ષણિક શ્રેષ્ઠતા સાથે સમાજ ઉપયોગી કાર્ય જ ભારત ને ઉજાસ તરફ લઇ જશે જે આ યુનિવર્સિટીનો સ્પષ્ટ ધ્યેય છે.
PDEU ના સ્કુલ ઓફ ટેક્નોલોજીના ઇન-ચાર્જ અધ્યક્ષ પ્રોફેસર સુરેન્દ્રસિંહ કછવાહા એ ગણિત અને ટેકનોલોજીના સંગમ થકી દેશના વિકાસ ને વેગ મળવા ઉપર ભાર મૂક્યો હતો. સ્કુલ ઓફ એનર્જિ ટેકનોલોજી ના અધ્યક્ષ ડૉ. અનિર્બિદ સિરકારે કમ્પ્યુટેશનલ મોડેલિંગ અને સસ્ટેનેબલ ઊર્જા નાં માધ્યમ થકી સરકારશ્રીનું ઊર્જાક્ષેત્રે સ્વાવલંબન મેળવવાનું સ્વપ્ન સાકાર થશે તેવો ઉલ્લેખ કર્યો. ગણિત વિભાગ ના સીનિયર પ્રોફેસર ટી. પી. સિંઘે પણ સર્વાધિક ક્ષેત્રોમાં ગણિત વિષયનું યોગદાન રહેલું છે તેમ જણાવ્યું હતું.
આ સંમેલન માં ભારત સહિત સાત વિવિધ દેશો જેવા કે અમેરીકા, ચીન, લેબનોન, તુર્કી, નોર્વે અને પોર્ટુગલ ના સહભાગીઓ દ્વારા ૧૦૫ થી વધુ સંશોધન પત્રો રજુ કરવા માં આવશે. વર્તમાન પરિસ્થિતિમાં યુવા-વર્ગને પ્રોત્સાહિત કરવા માટે, વિવિધ ઇનામોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમકે યંગ-સાઇંટિસ્ટ એવોર્ડ અને બેસ્ટ-પોસ્ટર પ્રેઝન્ટેશન એવોર્ડ.આ સંમેલન નો મુખ્ય ધ્યેય ગણિત ને સસ્ટેનેબલ ઊર્જા સાથે જોડવાનો છે, જેના થકી ભારત સરકાર ના સેલ્ફ-સસ્ટેનેબલ બનવાનાં લક્ષ્ય ને સમર્થન મળે.
જામ ખંભાળીયામાં નકલી CID અધિકારી ઝડપાયો! નકલી આઈકાર્ડ અને લાલ લાઈટ-સાઈરન સાથે રોફ જમાવતા આરોપીની પોલીસે ધરપકડ કરી. દેવભૂમિ દ્વારકાની આ ચોંકાવનારી ઘટનાની તમામ વિગતો અને તાજા અપડેટ્સ જાણો.
અમદાવાદ પોલીસે શિલ્પા દવે નામની મહિલાને ગિરફ્તાર કર્યા, જેણે આરોગ્ય ખાતામાં નોકરીના ઝાંસે 16 લોકોના 43.5 લાખ રૂપિયા લૂંટ્યા. જાણો સંપૂર્ણ કેસ અને પોલીસની કાર્યવાહી.
"ઉનાળાની ત્રાહિમામ ગરમીએ ઝાડા-ઉલટી, કમળો અને ટાઈફોઇડ જેવા ચેપી રોગોને વધાર્યો છે. આર્ટિકલમાં સુરક્ષા અને બચાવની રીતો પર ચર્ચા કરવામાં આવી છે."