ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રમાં વિસ્તાર કરવાના AMFIનાં પ્રયાસોને આવકાર
રૂપિયા 40 ટ્રિલિયનથી વધીને રૂપિયા 100 ટ્રિલિયન કરવાનું AMFIનું ધ્યેય
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા(SEBI)ના ચેરપર્સન માધવી પુરી બુચે મ્યુચ્યુઅલ ફંડ મારફત ઘરેલુ બચતોને બજાર તરફ વાળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ અંગે તેમણે નાગરિકો તેમજ અર્થતંત્રના પસંદગીના મૂડીરોકાણ ક્ષેત્ર માટે મ્યુચ્યુઅલ ફંડના મહત્ત્વ ઉપર ભાર મૂક્યો છે. આ ઉપરાંત તેમણે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને મજબૂત કરવામાં AMFIની ભૂમિકાને આવકાર આપ્યો છે અને આ ઉદ્યોગમાં રેગ્યુલેટરોને મળેલા સ્થાનમાં નોંધપાત્ર વિશ્વાસ હોવાનું જણાવ્યું છે.
મુંબઈમાં બાન્દ્રા-કુર્લા કૉમ્પલેક્ક્ષમાં AMFI ની નવી ઑફિસના ઉદ્દઘાટન પ્રસંગે બોલતા સુશ્રી બુચે AMFI ની નક્કર ભૂમિકાનાં વખાણ કર્યા હતા અને આ ઉદ્યોગની અસરકારક હિસ્સેદારીની
નોંધ લીધી હતી. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે રોકાણકારોનો વિશ્વાસ ડગી જાય તેવી કોઇપણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે. સેબીએ
AMFI ની એથિક્સ કમિટી તેમજ ફંડ હાઉસોને અયોગ્ય પ્રેક્ટિસ કરતા કોઇપણ વ્યક્તિ વિરુદ્ધ નિર્ણાયક પગલાં લેવા સૂચના પણ આપી છે.
AMFI ના ચેરમેન શ્રી એ. બાલાસુબ્રમણ્યને તેમના વિચારો વ્યક્ત કર્યા હતા અને કહ્યું હતું કે AMFI 2.0નો અમલ કરવા સજ્જ છે જેમાં વિશ્વસનીયતા અને નિરંતરતા આધારિત સર્વસમાવેશી રોકાણ વાતાવરણ સર્જવામાં આવશે. તેમણે એ વાત ઉપર પણ ભાર મૂક્યો કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આ યુગમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે ટેકનોલોજી આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું જોઇએ જેથી રોકાણકારોની નવી જરૂરિયાતો પૂરી કરી શકાય.
AMFI ના સીઈઓ શ્રી એનએસ વેંકટેશે જણાવ્યું કે, AMFI ના 2.0નું વિઝન ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઇકોસિસ્ટમને મજબૂત કરવાનું, રોકાણકારો માટે તાલીમ આપવાનું અને જાગૃતિ લાવવાનું
છે. AMFI ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના ભવિષ્યને વધુ ઉજ્જ્વળ બનાવવા આ ઉદ્યોગના ભાગીદારો સાથે વધારે ગાઢ સંકલનથી કામ કરશે.
AMFI ની અપેક્ષાઓ પ્રત્યે સહયોગ વ્યક્ત કરતા સુશ્રી બુચે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને તેની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) ને રૂપિયા 40 લાખ કરોડથી વધારીને રૂપિયા 100 લાખ કરોડ
કરવા માટે પ્રયાસ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. તાજેતરમાં AMFI એ તેના એપ્રિલ 2023ના માસિક ડેટા જાહેર કર્યા હતા જેમાં મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોની સંખ્યા એપ્રિલમાં 14,64,16,057 હતી, જે આ ઉદ્યોગમાં રોકાણકારોના વિશ્વાસનું પ્રતિબિંબ છે. એપ્રિલમાં ઉદ્યોગની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) રૂપિયા 41.62 લાખ કરોડ હતી, જ્યારે સરેરાશ AUM રૂપિયા 41.53 લાખ કરોડ હતી.
શુક્રવારે ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યું અને મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. સવારે 9:44 વાગ્યે, સેન્સેક્સ 86 પોઈન્ટ (0.11%) વધીને 76,606 પર હતો, જ્યારે નિફ્ટી 24 પોઈન્ટ (0.10%) વધીને 23,231 પર હતો.
સરકારી ઓઈલ કંપનીઓએ આજે 23 જાન્યુઆરી માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. દેશભરમાં સવારે 6 વાગ્યાની આસપાસ પેટ્રોલ અને ડીઝલના દરો જાહેર કરવામાં આવે છે.
ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર નફાકારક રહ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકોમાં ખરીદી જોવા મળી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 566 પોઈન્ટ અથવા 0.73 ટકા વધીને 76,404 પર અને નિફ્ટી 130 પોઈન્ટ અથવા 0.57 ટકા વધીને 23,155 પર હતો.