એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે સ્થાનિક સમુદાયો સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવ્યો
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણી કરવા માટે એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે 300થી વધુ સ્થાનિક મહિલાઓને સશક્ત કરવા માટે પ્રભાવશાળી વર્કશોપ્સનું આયોજન કર્યું હતું.
પીપાવાવ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણી કરવા માટે એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે 300થી વધુ સ્થાનિક મહિલાઓને સશક્ત કરવા માટે પ્રભાવશાળી વર્કશોપ્સનું આયોજન કર્યું હતું. સ્વ-રોજગારી, સ્તન કેન્સર જાગૃતતા તથા સફળ કથાઓ પરથી પ્રેરણા લેવા પર ધ્યાન આપીને આ સેશન્સનો હેતુ વ્યક્તિગત અને વ્યવસાયિક પ્રગતિ માટે જરૂરી કૌશલ્યોથી મહિલાઓને સશક્ત બનાવવાનો હતો.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 માટે સંયુક્ત રાષ્ટ્રની થીમ “Invest in Women – Accelerate Progress”ના અનુસંધાનમાં એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે મહિલા સશક્તિકરણ થકી પ્રગતિને વેગ આપવા માટે અનેક પ્રવૃત્તિઓ શરૂ કરી છે. કંપનીની કેટલીક સિદ્ધિઓમાં 1,500થી વધુ મહિલાઓને સમર્પિત ક્લાસીસ દ્વારા સાક્ષરતા કૌશલ્યોથી સશક્ત બનાવવાનો સમાવેશ થાય છે. લગભગ 1,000 મહિલાઓને ટાર્ગેટેડ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ થકી નોકરી મળી છે. કંપનીએ બીએ અને બીકોમના કોર્સીસ કરી રહેલી છોકરીઓની કુશળતા વધારવા તથા નોકરી માટે રાજુલાની સંઘવી ગર્લ્સ કોલેજ ખાતે મહિલાઓ માટે સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર પણ ઊભું કર્યું છે. આના થકી કંપનીનો ઉદ્દેશ શિક્ષણ અને નોકરી વચ્ચેના અંતરને પૂરવાનો છે. આ ઉપરાંત કંપનીની સીએસઆર પહેલ પ્રોજેક્ટ ઉડાન આત્મનિર્ભરતા તરફના તેમના માર્ગ પર વંચિત સમુદાયોની 400થી વધુ મહિલાઓને ટેકો પૂરો પાડે છે. પોર્ટે હાથ ધરેલા અન્ય કેટલાક પ્રોજેક્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે.
સેનિટેશન પ્રોજેક્ટઃ 32 ગામોમાં 2,500 સેનિટેશન યુનિટ્સ ઊભા કર્યા છે જેનાથી 10,500થી વધુ લોકોના જીવનમાં હકારાત્મક અસર થઈ છે. આ પ્રોજેક્ટ મહિલાઓમાં કઠોર પરિશ્રમમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, તેમની ગોપનીયતા અને સુરક્ષામાં વધારો કર્યો છે અને સમુદાયમાં સ્વચ્છતા પ્રથાઓમાં સુધારો કરવા યોગદાન આપ્યું છે.
માતા તથા બાળ આરોગ્ય પ્રોજેક્ટઃ 22 ગામોમાં 50,000થી વધુ લોકો સુધી પહોંચીને છોકરીઓ તથા મહિલાઓમાં માસિકસ્ત્રાવ સ્વચ્છતા જાગૃતતાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને પ્રસૂતિ પહેલા અને પ્રસૂતિ પછીની એક્સેસમાં સુધારો કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટે એપીએમ ટર્મિનલ્સ પીપાવાવની આસપાસના સમુદાયોમાં માતાઓ તથા બાળકોની સુખાકારીમાં યોગદાન આપ્યું છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.