આસ્ક ઓટોમોટિવ લિમિટેડે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું
ભારતમાં ટુ-વ્હીલર્સ માટે બ્રેક-શૂ અને આધુનિક બ્રેકિંગ સિસ્ટમના સૌથી મોટાં નિર્માતા આસ્ક ઓટોમોટિવ લિમિટેડએ બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કર્યું છે.
ભારતમાં ટુ-વ્હીલર્સ માટે બ્રેક-શૂ અને આધુનિક બ્રેકિંગ સિસ્ટમના સૌથી મોટાં નિર્માતા આસ્ક ઓટોમોટિવ લિમિટેડએ બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દાખલ કર્યું છે.કંપની પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા ઇક્વિટી શેર કેપિટલ ઓફર કરીને ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે. આ જાહેર ભરણામાં પ્રત્યેક રૂ. 2ની મૂળ કિંમત ધરાવતા 29,571,390 ઇક્વિટી શેર્સ સુધીના ‘ઓફર ફોર સેલ’નો સમાવેશ થાય છે.
કુલ ઓફર ફોર સેલમાં કુલદીપ સિંઘ રાઠીના 20,699,973 ઇક્વિટી શેર્સ અને વિજય રાઠીના 8,871,417 ઇક્વિટી શેર્સ સામેલ છે, જેઓ પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર છે. કંપની ઇન-હાઉસ ડિઝાઇનિંગ અને ઉત્પાદન ક્ષમતાઓ સાથે ત્રણ દાયકાથી વધુ સમયથી સેફ્ટી સિસ્ટમ અને મહત્વપૂર્ણ એન્જિનિયરીંગ સોલ્યુશન્સ પ્રદાન કરી રહી છે. ક્રિસિલ રિપોર્ટ મૂજબ કંપની ટુ-વ્હીલર, ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ, ઓરિજિનલ ઇક્વિપમેન્ટ સપ્લાયર્સ અને સ્વતંત્ર આફ્ટરમાર્કેટ બાબતે નાણાકીય વર્ષ 2022માં અંદાજે 50 ટકાથી વધુ બજાર હિસ્સો ધરાવે છે. કંપનીની ઓફરિંગ્સ પાવરટ્રેન એગ્નોસ્ટિક છે, જે ઇલેક્ટ્રિક વિહિકલ્સની સાથે-સાથે ઇન્ટર્નલ કમ્બશન એન્જિન ઓઇએમની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.
જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ લિમિટેડ અને આઇઆઇએફએલ સિક્યુરિટીઝ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
કંપનીએ ટુ-વ્હીલર્સ માટે બ્રેક શૂ પ્રોડક્ટ્સના ઉત્પાદન સાથે વર્ષ 1989માં કામગીરીનો પ્રારંભ કર્યો હતો અને ત્યારથી (1) એબી સિસ્ટમ્સ, (2) એલ્યુમિનિયમ લાઇટ વેઇટનિંગ પ્રિસિઝન સોલ્યુશન્સ જેવી ઓફરિંગ્સ સાથે કામગીરીને વૈવિધ્યસભર બનાવી હતી. કંપની ટુ-વ્હીલર ઓઇએમ માટે અગ્રેસર કંપની છે તથા વોલ્યુમની દ્રષ્ટિએ નાણાકીય વર્ષ 2022માં 8 ટકા બજાર હિસ્સો ધરાવે છે. (3) વ્હીલ એસેમ્બલીથી લઇને ટુ-વ્હીલર ઓઇએમ, અને (5) સેફ્ટી કંટ્રોલ કેબલ્સ પ્રોડક્ટ્સ. કંપની તેના પોર્ટફોલિયોમાં એબી સિસ્ટમ્સ, એએલપી સોલ્યુશન્સ, વ્હીલ એસેમ્બલી અને એસસીસી પ્રોડક્ટ્સ ઓઇએમ જેમ કે (1) ટુ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર્સ, પેસેન્જર વ્હીકલ્સ અને કમર્શિયલ વ્હીકલ્સ માટે ઓટોમોટિવ સેક્ટર, (2) ઓલ-ટેરેન વ્હીકલ્સ, પાવર ટૂલ્સ અને આઉટડોર ઇક્વિપમેન્ટને સપ્લાય કરે છે.
નાણાકીય વર્ષ 2022માં કંપનીએ ભારતમાં 2 વ્હીલર ઇવી ઓઇએમને કમર્શિયલ સપ્લાય શરૂ કરી છે, જેમાં કેલેન્ડર વર્ષ 2022માં ભારતના સૌથી મોટા ટુવ્હીલર ઇવી ઓઇએમ (રિટેઇલ સેલ્સ વોલ્યુમની દ્રષ્ટિએ) (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ), ટીવીએસ મોટર કંપની લિમિટેડ (“ટીવીએસ”), એથર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ (“એથર”), હીરો મોટોકોર્પ લિમિટેડ (“હીરો મોટોકોર્પ”), ગ્રિવ્સ ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડ (“ગ્રિવ્સ”), બજાજ ઓટો લિમિટેડ (“બજાજ”) અને રિવોલ્ટ ઇન્ટેલિકોર્પ પ્રાઇવેટ લિમિટેડ (“રિવોલ્ટ”) સામેલ છે. તે તમામ છ ટોચના ટુવ્હીલર ઓઇએમસ ગ્રાહકો સાથે 15થી 20 વર્ષથી લાંબા સમય ધરાવે છે.
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ HDFC બેંકે હવે FD પરના વ્યાજમાં ઘટાડો કર્યો છે. બેંકે વિવિધ મુદતની FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.
ડીજીસીએ એ પણ તપાસ કરશે કે શું ક્રૂ મેમ્બરની તબિયત ખરાબ લાગતી હતી ત્યારે વિમાનમાં સવાર બાકીના ક્રૂ સભ્યોએ કોઈ પગલાં લીધાં હતાં.
Infosys Q4 Result : જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો નફો ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ક્વાર્ટરની તુલનામાં 3.3 ટકા વધ્યો. જોકે, આવકમાં 2 ટકાનો ઘટાડો થયો.