AWFIS સ્પેસ સોલ્યુશન્સ લિ.એ આઈપીઓ માટે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કર્યું
Awfis સ્પેસ સોલ્યુશન્સ લિમિટેડે માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સમક્ષ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ (“DRHP”) ફાઇલ કર્યો છે. CBRE રિપોર્ટ અનુસાર Awfis 30 જૂન, 2023 સુધીમાં કેન્દ્રોની કુલ સંખ્યાના આધારે ભારતની ટોચની ફ્લેક્સિબલ વર્કસ્પેસ સોલ્યુશન્સ ધરાવતી કંપનીનું સ્થાન ધરાવે છે.
કંપનીની ઈનિશિયલ પબ્લિક ઓફરમાં ₹1600 મિલિયન સુધીનો ફ્રેશ ઈશ્યુ અને 10,023,172 ઈક્વિટી શેર સુધીના ઈક્વિટી શેરની ઓફર ફોર સેલ સમાવેશ છે.
પીક XV પાર્ટનર્સ ઇન્વેસ્ટમેન્ટ્સ V (અગાઉનું SCI ઇન્વેસ્ટમેન્ટ્સ v તરીકે ઓળખાતું) ("પીક XV" અથવા "પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર") દ્વારા 5,011,586 ઇક્વિટી શેર્સ, બિસ્ક લિ. દ્વારા 4,936,412 ઇક્વિટી શેર્સ અને લિંક ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ દ્વારા 75,174 ઇક્વિટી શેર ઓફર કરવામાં આવશે.
કંપની આઈપીઓ હેઠળ એકત્રિત ફંડનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા, નવા સેન્ટર્સ સ્થાપિત કરવા થતા મૂડી ખર્ચ માટે અને જનરલ કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા કરશે.
આઈપીઓ ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યુરિટીઝ, એમકે ગ્લોબલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ લિ. છે.
કો-વર્કિંગ સ્પેસમાંથી વિકસિત, Awfis એક સંકલિત વર્કસ્પેસ સોલ્યુશન્સ પ્લેટફોર્મ પૂરુ પાડે છે. જેમાં તેની મુખ્ય ઓફરિંગમાં ફ્લેક્સ વર્કસ્પેસ, કસ્ટમાઈઝ્ડ ઓફિસ સ્પેસ અને મોબિલિટી સોલ્યુશન્સ સામેલ છે. કો-વર્કિંગ સોલ્યુશન્સ ઉપરાંત, Awfis એ ડિઝાઇન, બાંધકામ, જાળવણી અને અનુકૂળ વર્કસ્પેસ જરૂરિયાતોના સંચાલનમાં ક્ષમતાઓ વિકસાવી છે, જેને Awfis Transform અને Awfis Car દ્વારા ઓળખવામાં આવે છે. કંપની ખાદ્યપદાર્થો અને પીણાં, IT સપોર્ટ, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ જેમ કે સ્ટોરેજ અને કસ્ટમાઇઝેશન, ઇવેન્ટ હોસ્ટિંગ અને મીટિંગ વ્યવસ્થા સહિતની સંલગ્ન સેવાઓ પણ પૂરી પાડે છે.
Awfis સ્ટાર્ટ-અપ્સ, SMEs અને મોટા કોર્પોરેશનો માટે પર ઈન્ડિવિઝ્યુઅલ ફ્લેક્સિબલ ડેસ્કની જરૂરિયાતોથી માંડી કસ્ટમાઈઝ્ડ ઓફિસ સ્પેસ સુધીની વિવિધ જરૂરિયાતો પૂરી કરતાં વર્કસ્પેસ સોલ્યુશન્સની વિશાળ રેન્જ પ્રદાન કરે છે. કંપનીના ફ્લેક્સિબલ વર્કસ્પેસ સોલ્યુશન્સ વિવિધ સીટિંગ કોહોર્ટને આવરી લે છે, જેમાં એક સીટથી માંડીને મલ્ટીપલ સીટ છે, જે એક કલાકથી માંડી ઘણા વર્ષો સુધીના સમયગાળા માટે ક્લાયન્ટ્સ માટે કોન્ટ્રાક્ટ માટે ઉપલબ્ધ છે.
કંપની ફ્લેક્સિબલ વર્કસ્પેસ સેગમેન્ટમાં ટોચના 5 બેન્ચમાર્ક પ્લેયર્સમાં પ્રથમ ક્રમે છે અને સમગ્ર ભારતમાં 16 શહેરોમાં હાજરી ધરાવે છે. વધુમાં, Awfis ભારતમાં મહત્તમ સંખ્યામાં માઇક્રો-માર્કેટમાં ઉપસ્થિત છે. 16 શહેરોમાં કુલ 136 કેન્દ્રો સાથે, Awfis કુલ 81,433 બેઠક વ્યવસ્થા પૂરી પાડે છે, જે 4.12 મિલિયન ચોરસ ફૂટના ચાર્જેબલ વિસ્તારને આવરી લે છે. આ પૈકી, 11,191 બેઠકો સાથેના 15 કેન્દ્રો હાલમાં ફિટ-આઉટ હેઠળ છે, જેનો કુલ ચાર્જેબલ વિસ્તાર 0.53 મિલિયન ચોરસફૂટ છે. (સ્રોત: CBRE રિપોર્ટ).
મેનેજ્ડ એગ્રિગેશન (MA) મોડલ પ્રકૃતિ સાથે જોડાયેલુ છે. જેમાં Awfis સ્પેસ માલિકો ફિટ-આઉટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કો-ઈન્વેસ્ટમેન્ટ મારફત સેન્ટરનો સ્ટેકહોલ્ડર બને છે. ડેવલપર્સ અથવા સ્પેસ માલિકો સામાન્ય રીતે ફિટ-આઉટ પર આંશિક રીતે અથવા સંપૂર્ણપણે મૂડી ખર્ચ કરે છે, બાકીનો ખર્ચ ઓપરેટર દ્વારા ઉઠાવવામાં આવે છે, MA મોડલની અન્ય શરતોના આધારે, ઘણી વખત મિનિમમ ગેરેંટી (MG)ના કોમ્પોનન્ટ માટે ફિક્સ ભાડાની સેવાનો લાભ પણ લઈ શકે છે. મોટાભાગની MA વ્યવસ્થાઓ નફા અથવા મહેસૂલ વહેંચણીના મોડલ પર રચાયેલી છે કારણ કે મૂડીનું જોખમ મોટાભાગે જગ્યાના માલિક દ્વારા ઉઠાવવામાં આવે છે. વર્ષોથી, Awfisએ ઓછા-જોખમ, એસેટ લાઇટ MA મોડલ પર ફોકસ વધાર્યું છે અને 30 જૂન, 2023 સુધીમાં, કુલ બેઠકોના આધારે તેમના 64.96% કેન્દ્રો MA મોડલ હેઠળ છે.
Awfisની પ્લેટફોર્મ એપ્રોચ સ્ટ્રેટેજી આધુનિક વર્કસ્પેસ જરૂરિયાતોના મુખ્ય પાસાઓને વિસ્તૃત કરે છે, એટલે કે, Awfis Transform બેકવર્ડ ઈન્ટિગ્રેશન મારફત ગ્રાહકોને ડિઝાઇન એન્ડ બિલ્ડ સર્વિસિઝ પ્રદાન કરે છે, જ્યારે Awfis Car સાથે ફોરવર્ડ ઈન્ટિગ્રેશન દ્વારા જગ્યાના માલિકો વતી ફેસિલિટી મેનેજમેન્ટ સેવાઓ પ્રદાન કરે છે. આ ઈન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ સ્ટ્રેટેજી નેટવર્ક અસર પૂરી પાડે છે, જેમાં દરેક સેગમેન્ટ માત્ર તેના પ્રાથમિક ગ્રાહકોને જ સેવા આપતું નથી પરંતુ Awfisના અન્ય સેગમેન્ટને પણ પૂરક બનાવે છે. પરિણામે, Awfisના ક્લાયન્ટ્સ અને સ્પેસ માલિકોને તેમના વ્યાપક ઇકોસિસ્ટમ સાથે પરિચય આપી જાળવણીમાં વધારો થાય છે અને ક્રોસ-સેલિંગની તકો વધે છે. Awfis ઇકોસિસ્ટમ ક્લાયન્ટને અજોડ સરળતા પૂરી પાડવા માટે વિભિન્ન ક્લાયન્ટની જરૂરિયાતોને પૂરી કરે છે. આમાંની સિનર્જી તેમના ગ્રાહકો અને જગ્યાના માલિકોને સીમલેસ અનુભવ પ્રદાન કરે છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.