ખાદ્ય પદાર્થના લેબલીંગ અને ડિસ્પ્લેના નિયમોમાં સુધારો
ત્રણ મહિનાથી ઓછી શેલ્ફ લાઈફ ધરાવતાં ખાદ્ય પદાર્થના લેબલ ઉપર ઉત્પાદન કર્યાની વિગત, તારીખ/મહિનો/વર્ષ ( DD/MM/YY ) ફોર્મેટમાં દર્શાવાની રહેશે
ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ફુડ બિઝનેસ ઓપરેટર્સ માટે ખાદ્ય ચીજોના લેબલીંગ માટેના રેગ્યુલેશનમાં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્સ એકટ-૨૦૦૬ તથા તે અંગેના લેબલીંગ અને પેકેજીંગ રેગ્યુલેશન- ૨૦૧૧ મુજબ ફુડ બિઝનેસ ઓપરેટર પ્રિ-પેકેજ્ડ ખાધ ચીજના લેબલ પર " Best Before Date " દર્શાવવાની જોગવાઈઓ હતી જેમાં સુધારો કરવામાં આવ્યો છે તેમ કમિશ્નર ફુડ સેફટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવામાં આવ્યું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, નવી દિલ્હી,ના કોમ્પેન્ડીયમ તા. ૨૩/૦૯/૨૦૨૧ તથા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એકટ-૨૦૦, અને ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ( લેબલીંગ એન્ડ ડિસપ્લે ) રેગ્યુલેશન, ૨૦૨૦ મુજબ ખાદ્ય ચીજોના લેબલીંગ અને પેકેજીગ માટેના નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે. જે સુધારા મુજબ ત્રણ મહિનાથી ઓછી શેલ્ફ લાઈફ ધરાવતાં ખાદ્ય પદાર્થના લેબલ ઉપર ઉત્પાદન કર્યાની વિગત, DD/MM/YY ફોર્મેટમાં તેમજ ૩ મહિનાથી વધુ શેલ્ફ લાઇફ ધરાવતાં ખાદ્ય પદાર્થ માટે અંગ્રેજીમાં મહિનો લખવાનો રહેશે. જેમાં પ્રથમ ત્રણ અક્ષર કેપીટલ અને વર્ષ અથવા DD/MM/YY ફોર્મેટમાં છાપવાની રહેશે.
આ ઉપરાંત ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એકટ-૨૦૦૯, તથા તે અન્વયેના ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ( લેબલીંગ એન્ડ ડીસપ્લે) રેગ્યુલેશન, ૨૦૨૦નાં ચેપ્ટર 2(Labelling of Pre-packaged Foods) ના રેગ્યુલેશન નં. 5(10)(a) મુજબ “ Best Before date " ની જગ્યાએ “Expiry date/Use by date ની વિગતો ફરજિયાત દર્શાવવાની રહેશે. ફુડના લેબલ પર "Best before" વધારાની અથવા વૈકલ્પિક માહિતી તરીકે છાપી શકાશે તેમ યાદીમાં જણાવાયું છે.
ફુડ બિઝનેસ ઓપરેટર પાસે બાકી રહેલ Old Pre-Printed packaging Materialનો ઉપયોગ કરવા FSSAI દ્વારા તા. 14 નવેમ્બર,2017ના રોજ બહાર પાડવામાં આવેલા ઓર્ડર પ્રમાણે ફુડ બિઝનેસ ઓપરેટરે ફરજિયાતપણે સંલગ્ન ડેઝીગ્નેટેડ ઓફિસરની કચેરીમાં નિયત ફી ભરીને મંજૂરી મેળવવાની રહેશે ત્યારબાદ જ જુના લેબલનો ઉપયોગ કરી શકાશે. જેનો તમામ ફુડ બિઝનેસ ઓપરેટર્સે તાત્કાલિક અમલ કરવા તથા ફુડ બિઝનેસ ઓપરેટર્સે લેબલીંગ અને ડિસ્પ્લેના નવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવા કમિશ્નર ઓફ ફુડ સેફ્ટી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં તાજેતરમાં બે દર્દીઓના મોતના કારણે ભારે વિવાદ સર્જાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બે દર્દીઓનું મૃત્યુ એન્જીયોગ્રાફી અને સ્ટેન્ટ પ્લેસમેન્ટ બાદ થયું હતું,