અનુપમ રસાયણ ભારત લિમિટેડે Q4 અને FY23ના પરિણામો જાહેર કર્યા
ભારતની એક અગ્રણી કંપની, અનુપમ રસાયણ ભારત લિમિટેડ (BSE-543275,NSE- ANURAS,ISIN:INE930P01018)એ 31 માર્ચ 2023ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટેનાં તેના નાણાકીય વર્ષના પરિણામો જાહેર કર્યા છે.વધુ જાણવા આગળ વાંચો
સુરત: ભારતની એક અગ્રણી કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ કંપની, અનુપમ રસાયણ ભારત લિમિટેડ (BSE- 543275,NSE- ANURAS,ISIN:INE930P01018)એ 31 માર્ચ 2023ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટેનાં તેના નાણાકીય વર્ષના પરિણામો જાહેર કર્યા છે.
- ઓપરેટિંગ આવક Q4FY22 માં ₹3,249 મિલિયનની સરખામણીમાં Q4FY23માં ₹4,800 મિલિયન,-વાર્ષિક વૃદ્ધિ 48%.
- કુલ આવક Q4FY22 માં ₹3,169 મિલિયનની સરખામણીમાં Q4FY23માં ₹5,042 મિલિયન - વાર્ષિક વૃદ્ધિ 59%.
- EBITDA (અન્ય આવક સહિત) Q4FY22માં ₹969 મિલિયનની સરખામણીમાં Q4FY23માં ₹1,416 મિલિયન- વાર્ષિક વૃદ્ધિ 46%.
-વેરા પછીનો નફો Q4FY22માં ₹461મિલિયનની સરખામણીમાં Q4FY23માં ₹726 મિલિયન-વાર્ષિક વૃદ્ધિ58%.
- ઓપરેટિંગ આવક FY22માં ₹10,738 મિલિયનની સરખામણીમાં FY23 માં ₹16,019 મિલિયન – વાર્ષિક વૃદ્ધિ 49%.
- કુલ આવક FY22માં ₹10,811 મિલિયનની સરખામણીમાં FY23માં ₹16,105 મિલિયન- વાર્ષિક વૃદ્ધિ 49%.
- EBITDA (અન્ય આવક સહિત) FY22માં ₹3,121 મિલિયનની સરખામણીમાં FY23માં ₹4,399 મિલિયન -વાર્ષિક વૃદ્ધિ 41%.
- વેરા પછીનો નફો FY22માં ₹1,522 મિલિયનની સરખામણીમાં FY23માં ₹2,168 મિલિયન -વાર્ષિક વૃદ્ધિ 42%.
કામગીરીના પ્રદર્શન પર બોલતા, અનુપમ રસાયનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આનંદ દેસાઈએ જણાવ્યું હતું કે,એ જણાવતા આનંદ થાય છે કેવર્ષ દરમિયાન નવી પ્રોડક્ટ્સના વેપારીકરણ તેમજ ઓર્ગેનિક પોર્ટફોલિયોની સ્થિર વૃદ્ધિના આધારે અમે 49% વાર્ષિક આવક વૃદ્ધિ સાથે અમારી વૃદ્ધિની ગતિ ચાલુ રાખી છે.
કામગીરીના ભાગે, અમે અમારા બાસ્કેટમાં વધુ મૂલ્ય-વર્ધિત ઉત્પાદનો ઉમેરવા પર તેમજ નાણાકીય કાર્યક્ષમતાઓ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું છે. અમને પહેલાથી જ તેના પરિણામો જોવા મળી રહ્યા છે જે સ્થિર માર્જિન અને સુધરેલી કાર્યકારી મૂડીમાં દેખાઈ રહ્યા છે જેના પરિણામે
કામગીરીમાંથી ₹2,440 મિલિયનની મજબૂત રોકડ પેદા થઇ છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોકો અને ટેક્નોલોજીમાં અમારા વ્યૂહાત્મક રોકાણોએ પણ સારા પરિણામો આપવાનું શરૂ કર્યું છે જે અમે જે વૃદ્ધિ કરી છે તે તેમજ અમે
હસ્તાક્ષર કરેલા નવા LOIમાં દેખાય છે જ્યાં મોટાભાગના ગ્રાહકો નવા ક્લાયન્ટ છે. અમે અહીં અટકીશું નહિ અને વૃદ્ધિના આ સ્તંભોને મજબૂત અને
વિસ્તૃત કરવા માટે વધુ રોકાણ કરીશું.
અમે ₹54,830 મિલિયનના કરારો અને LOI પર હસ્તાક્ષર કર્યા છે જે અમને આવતા વર્ષો માટે મજબૂત આવકની સંભાવના આપે છે. એ જ રીતે, અમે
ઘણા વિશિષ્ટ અને ઉચ્ચ મૂલ્યના પરમાણુઓ માટે વિવિધ ભૌગોલિક વિસ્તારોના ગ્રાહકો સાથે ચર્ચાના મુખ્ય પ્રગતિના તબક્કામાં છીએ અને ગ્રાહક સાથેના જોડાણમાં અમે મજબૂત આકર્ષણ જોઇ રહ્યા છીએ. આ તમામ પરિબળો અમને FY24માં સતત મજબૂત વૃદ્ધિની ખાતરી આપે છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.