અનુપમ રસાયણે અગ્રણી જર્મન બહુરાષ્ટ્રીય કંપની સાથે 53 મિલિયન ડોલર (રૂ. 436 કરોડ) નો લાંબા ગાળાનો કરાર રિન્યૂ કર્યો
અનુપમ રસાયન ઈન્ડિયા લિમિટેડે એક્સક્લુઝિવ ધોરણે આગામી 3 વર્ષ માટે પેટન્ટેડ લાઈફ સાયન્સ સ્પેશિયાલિટી કેમિકલના સપ્લાય માટે અગ્રણી જર્મન બહુરાષ્ટ્રીય કંપનીઓ પૈકીની એક કંપની સાથે 53 મિલિયન ડોલર (રૂ. 436 કરોડ)ની આવકના મૂલ્યના લાંબા ગાળાનો કરાર રિન્યૂ કર્યો છે.
સુરત ; ભારતની અગ્રણી કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ કંપનીઓમાંની એક અનુપમ રસાયન ઈન્ડિયા લિમિટેડે (“અનુપમ રસાયન”) (NSE: ANURAS; BSE: 543275) એક્સક્લુઝિવ ધોરણે આગામી 3 વર્ષ માટે પેટન્ટેડ લાઈફ સાયન્સ સ્પેશિયાલિટી કેમિકલના સપ્લાય માટે અગ્રણી જર્મન બહુરાષ્ટ્રીય કંપનીઓ પૈકીની એક કંપની સાથે 53 મિલિયન ડોલર (રૂ. 436 કરોડ)ની આવકના મૂલ્યના લાંબા ગાળાનો કરાર રિન્યૂ કર્યો છે.
આ નવીકરણ ત્રણ વર્ષની મૂળ કરાર અવધિ પૂર્ણ થયા બાદ ત્રણ વર્ષ પહેલાં સહી કરાયેલ લાંબા ગાળાના કરારમાં પક્ષકારો દ્વારા સંમત થયેલા ઓટોમેટિક રિન્યૂઅલ કલમના અનુસંધાનમાં છે. કોન્ટ્રાક્ટ રિન્યૂઅલ અંગે અનુપમ રસાયણના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આનંદ દેસાઈએ જણાવ્યું હતું
કે “મજબૂત આરએન્ડડીની આગેવાની હેઠળની પ્રોસેસ ઓપ્ટિમાઇઝેશનને કારણે ઓછા ખર્ચે સતત સપ્લાય સાથે, આ કોન્ટ્રાક્ટ રિન્યુઅલ બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે પસંદગીના સપ્લાયર તરીકેની અમારી સ્થિતિની પુનઃપુષ્ટિ કરે છે, જે વર્ષોથી સ્થાપિત થયેલો વિશ્વાસ અને વિશ્વસનીયતા દર્શાવે છે.
વધુમાં, અમે ઉચ્ચ-વૃદ્ધિવાળા બજારને ધ્યાનમાં રાખીને, આ મોલેક્યુલના વોલ્યુમ્સ લઘુત્તમ ઓફ-ટેક વોલ્યુમોથી આગળ વધવાની અપેક્ષા રાખીએ છીએ. નવેસરથી થયેલો કરાર માત્ર વિશ્વસનીય સપ્લાયર તરીકેની અમારી સ્થિતિને મજબૂત બનાવતો નથી, પરંતુ ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવામાં અમારી ચપળતા પણ દર્શાવે છે. તાજેતરમાં હસ્તાક્ષર કરાયેલ LOIs સાથે આ કોન્ટ્રાક્ટ રિન્યૂઅલ કંપનીના સાતત્યપૂર્ણ અને સ્થિર વૃદ્ધિના માર્ગને સુનિશ્ચિત કરે છે.”
શેરબજારની વર્તમાન સ્થિતિ જોતાં, તમને લાગશે કે સેન્સેક્સ 1 લાખ પોઈન્ટને પાર કરશે તેવી વાતો સંપૂર્ણપણે બકવાસ છે. છતાં, એક અંદાજ છે કે ડિસેમ્બર 2025 સુધીમાં સેન્સેક્સ 1 લાખ પોઈન્ટ કેવી રીતે પાર કરશે?
બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.5-0.5 ટકાનો ઘટાડો થયો. આજના કારોબારમાં, નિફ્ટીમાં ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, નેસ્લે, ટીસીએસ સૌથી વધુ ઘટ્યા હતા.
બજારમાં મંદી વચ્ચે NSDLનો રૂ. 3,000 કરોડનો IPO લોન્ચ! IPO તારીખ, કિંમત, ફાળવણી, GMP, અને છૂટક રોકાણકારો માટે મહત્વપૂર્ણ ટીપ્સ જાણો. તમામ વિગતો અને નિષ્ણાત અહેવાલો સાથે સંપૂર્ણ સમાચાર.