કલકત્તા હાઈકોર્ટનો મોટો નિર્ણય, 2010 પછી આપવામાં આવેલા તમામ OBC પ્રમાણપત્રો રદ
પશ્ચિમ બંગાળની હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કલકત્તા હાઈકોર્ટે રાજ્યમાં 2010 પછી જારી કરાયેલા તમામ OBC પ્રમાણપત્રો રદ કર્યા.
પશ્ચિમ બંગાળમાં કલકત્તા હાઈકોર્ટનો મોટો નિર્ણય આવ્યો છે. કલકત્તા હાઈકોર્ટે 2010 પછી આપવામાં આવેલા તમામ OBC પ્રમાણપત્રો રદ કરવાનો આદેશ આપ્યો હતો. આદેશ અનુસાર, આ નિર્ણયથી જે લોકોને નોકરી મળી છે અથવા જેઓ નોકરી મેળવવાની પ્રક્રિયામાં છે તેમના પર કોઈ અસર નહીં થાય. હાઈકોર્ટે 2010 પછી બનેલી તમામ OBC યાદીઓ રદ કરી દીધી છે.
કલકત્તા હાઈકોર્ટે આપેલા નિર્ણયના પરિણામે લગભગ 5 લાખ OBC પ્રમાણપત્રો રદ થવા જઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળ પછાત વર્ગ આયોગ અધિનિયમ 1993 મુજબ ઓબીસીની નવી યાદી તૈયાર કરવાની છે. સૂચિને અંતિમ મંજૂરી માટે વિધાનસભામાં રજૂ કરવી આવશ્યક છે. 2010 પહેલા ઓબીસી કેટેગરી તરીકે જાહેર કરાયેલા જૂથો માન્ય રહેશે.
ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-લખનઉ-એશબાગ સેક્શનમાં બ્રિજ નં. 110 પર એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પિતા ડૉ. દેવેન્દ્ર પ્રધાનનું ૮૪ વર્ષની વયે અવસાન થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. દેવેન્દ્ર પ્રધાનને શ્રદ્ધાંજલિ આપી.
ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. અહીં તેઓ પીએમ મોદીને મળ્યા. આ ઉપરાંત, તેઓ રાયસીના ડાયલોગના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.