કેમ્પસ એક્ટિવવેર એ ચંકી સ્નીકર કલેક્શન લોન્ચ કરવા સોનમ બાજવા સાથે જોડાણ કર્યું
કેમ્પસ એક્ટિવવેરનું સોનમ બાજવા સાથે જોડાણનો હેતુ મહિલાઓને સ્ટાઈલિશ અને કમ્ફર્ટેબલ સ્નિકર પ્રદાન કરવાનો છે. કેમ્પસના ખાસ કરીને હરિયાણા, પંજાબ, અને ઉત્તરપ્રદેશ માર્કેટમાં સોનમ બાજવા લોકપ્રચલિત છે.
નવી દિલ્હી : ભારતની સૌથી મોટી સ્પોર્ટ્સ એન્ડ એથલેઝર ફૂટવેર બ્રાન્ડ્સ પૈકી એક કેમ્પસ એક્ટિવવેર, કે જે સતત ફેશનને કાર્યક્ષમતા સાથે જોડી ઉત્તમ પ્રોડક્ટ્સ ડિલિવરી કરે છે, તેણે ચંકી સ્નીકર કલેક્શનના લોન્ચિંગ માટે સોનમ બાજવા સાથે જોડાણ કર્યું છે. કેમ્પસ એક્ટિવવેરનો ઉદ્દેશ્ય મહિલાઓ માટે તેમના રોજિંદા જીવનમાં ફેશન, સ્ટાઈલ અને આરામના ગુણાંકમાં ક્રાંતિ લાવવાનો છે. કેમ્પસ સોનમ બાજવાને આવકારતાં ફેશન-ફોરવર્ડ ગ્રાહકોની મહત્વાકાંક્ષી અપેક્ષાઓ વધારવાનો છે. ગ્લોબલ ડેટા અને બિઝનેસ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ સ્ટેટિસ્ટા અનુસાર, ભારતમાં 2023ના અંત સુધીમાં સ્નીકર કલ્ચર મારફત રૂ. 21,000 કરોડની કમાણી થવાની શક્યતાઓ દર્શાવાઈ છે. જે સ્પષ્ટપણે જણાવે છે કે ભારતમાં સ્નીકર કલ્ચર એ માત્ર એક વલણ નથી પરંતુ સાંસ્કૃતિક પરિવર્તન બન્યું છે. કારણ કે સ્નીકર્સનુ મૂલ્ય જૂતાઓ કરતાં વધ્યું છે. જે લોકોની જીવનશૈલી, આરામદાયક અને સરળ પ્રવાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે.
જોડાણ અંગે કેમ્પસ એક્ટિવવેર લિમિટેડના CEO, નિખિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, “આકર્ષક પ્રતિભા અને સ્ટાઈલ વિશે અનેરી સમજ ધરાવતા સોનમ બાજવા એ એક એવું નામ છે જે સમગ્ર ભારતમાં, ખાસ કરીને હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના અમારા મુખ્ય બજારોમાં ગુંજી ઉઠે છે. સમાજના વિવિધ વર્ગોમાં ફેશન આઇકોન તરીકે જાણીતી, સોનમ સહેલાઇથી ભારતના યુવાનો સાથે જોડાય છે, જે કેમ્પસ એક્ટિવવેર માટે એક સંપૂર્ણ ચહેરો બનાવે છે.’’
કેમ્પસ એક્ટિવવેર માને છે કે સ્નીકર્સ સરળતાથી સ્ટાઇલ અને આરામનું મિશ્રણ કરે છે, જે એક અનોખું ફેશન સ્ટેટમેન્ટ બનાવે છે. ચંકી સ્નીકર કલેક્શન ફેશન, આરામ અને સ્ટાઈલને જોડી સમકાલીન ભારતીય લાઈફ સ્ટાઈલની માંગને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેના ઉત્કૃષ્ટ અભિનય માટે પ્રખ્યાત અભિનેત્રી, સોનમ બાજવાએ આ સહયોગ વિશે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “કેમ્પસ એક્ટિવવેર સાથે સંકળાવવા બદલ હું ઉત્સુક છું, આ એક એવી બ્રાન્ડ છે કે, જે આરામ અને સ્ટાઈલને મારા જેટલું જ મહત્વ આપે છે. જેની સાથે મળીને, અમારો હેતુ ફેશનના નવા માપદંડો સ્થાપિત કરવાનો અને યુવાનોને તેમના ફેશન સ્ટેટમેન્ટ સાથે સમાધાન કર્યા વિના સક્રિય લાઈફ સ્ટાઈલ અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે."
આ કલેક્શન એથ્લેઝર માર્કેટમાં સ્ટાઇલિશ ડિઝાઇન અને રંગો રજૂ કરશે જે લગભગ કોઈપણ પ્રસંગમાં પહેરી શકાય છે. કલેક્શન રૂ. 1500ની કિંમતથી શરૂ થાય છે અને સમગ્ર કેમ્પસ ટચ પોઈન્ટ્સ અને વેબસાઈટ www.campusshoes.com પર ઉપલબ્ધ છે.
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ HDFC બેંકે હવે FD પરના વ્યાજમાં ઘટાડો કર્યો છે. બેંકે વિવિધ મુદતની FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.
ડીજીસીએ એ પણ તપાસ કરશે કે શું ક્રૂ મેમ્બરની તબિયત ખરાબ લાગતી હતી ત્યારે વિમાનમાં સવાર બાકીના ક્રૂ સભ્યોએ કોઈ પગલાં લીધાં હતાં.
Infosys Q4 Result : જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો નફો ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ક્વાર્ટરની તુલનામાં 3.3 ટકા વધ્યો. જોકે, આવકમાં 2 ટકાનો ઘટાડો થયો.