નર્મદા જિલ્લાની ૭૮ ગ્રામ પંચાયતોમાં મનરેગા અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી
મનરેગા અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ કામની અપૂર્ણ માંગની સચોટ નોંધણી કરવા અને મનરેગા યોજનામાં શ્રમિકો, કામદારોના અધિકારોને અસરકારક રીતે પહોંચાડવા અને ફરિયાદોનું નિવારણ કરવા મહાત્મા ગાંધી મનરેગા ગ્રામ રોજગાર દિવસનું આયોજન ગ્રામ પંચાયત સ્તરે કરવામાં આવ્યું હતું.
રાજપીપલા : મનરેગા અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ કામની અપૂર્ણ માંગની સચોટ નોંધણી કરવા અને મનરેગા યોજનામાં શ્રમિકો, કામદારોના અધિકારોને અસરકારક રીતે પહોંચાડવા અને ફરિયાદોનું નિવારણ કરવા મહાત્મા ગાંધી મનરેગા ગ્રામ રોજગાર દિવસનું આયોજન ગ્રામ પંચાયત સ્તરે કરવામાં આવ્યું હતું. તે અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુના માર્ગદર્શન થકી નર્મદા જિલ્લામાં ૭૮ ગામોમાં પ્રથમ તબક્કામાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આગામી દરમાસના પ્રથમ શનિવારે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવશે.
મનરેગા અંતર્ગત નર્મદા જિલ્લાના ૭૮ ગામોમાં ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો અને શ્રમિકોને મનરેગા યોજના અને વિવિધ કામો વિશે વિશેષ માહિતીગાર કરી રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓ, કર્મચારીશ્રીઓએ ઉપસ્થિત રહીને ગ્રામજનોને વિવિધ યોજનાકીય માહિતી જેવી કે જોબકાર્ડ, ૧૦૦ દિવસની રોજગારી, વિવિધ કામની શક્યતાઓ, કામનું આયોજન જેવી બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.
આગામી દિવસોમાં રોજગાર દિવસ તરીકે બાકી ગામોમાં ઊજવણી કરાશે જે અંગે તમામને સુચના આપવામાં આવી છે. ૭૮ ગામોમાં યોજવામાં આવેલા પ્રથમ તબક્કાના કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જાદવના માર્ગદશન હેઠળ મનરેગા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (S.T.) કોર્પોરેશને, રાજ્ય સરકારના સહયોગથી, 29 ડિસેમ્બર, રવિવારના રોજ કંડક્ટરની પરીક્ષામાં બેસનાર ઉમેદવારો તેમના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે.
મહેસાણા જિલ્લાના દાવડા ગામની સીમમાં સીઆઈડી ક્રાઈમની ટીમે ટ્રેક કરીને એક મહિનાથી નાસતા ફરતા ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે ધરપકડ કરવામાં આવી હતી,
પરીક્ષામાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિ-ST અને અનુસૂચિત જાતિ- SCના ઉમેદવારોને એસ. ટી. નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે.