તાલાલા તાલુકાના ચિત્રાવડ ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી
સરકારની સામાન્ય લોકો માટેની સંવેદનાને લઈને સમાજના અંતિમ પગથિયે બેઠેલાં લોકોના જીવનમાં ઉત્કર્ષના અજવાળા પથરાયા છે -મંત્રી ભાનુબહેન બાબરિયા
ભગવાન શ્રી બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીના અવસરે સમગ્ર દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી તાલાલા તાલુકાના ચિત્રાવડ ખાતે આવેલ કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખાતે કરવામાં આવી હતી.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબહેન બાબરિયાએ આ અવસરે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ માટે આજનો દિવસ ગૌરવનો દિવસ છે. દેશના કોઈપણ નાગરિક ભેદભાવનો સામનો ન કરે એવા શુભ હેતુસર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારની સામાન્ય લોકો માટેની સંવેદનાને લઈને સમાજના અંતિમ પગથિયે બેઠેલાં લોકોના જીવનમાં ઉત્કર્ષના અજવાળા પથરાય તે સરકારનો ધ્યેય છે. આજે ભગવાન બિરસામુંડાની જન્મજયંતીના અવસરે આદિવાસી બહુલ વસ્તી ધરાવતા વિસ્તારમાં સરકારી યોજનાઓના લાભ હાથોહાથ આપવામાં
આવી રહ્યાં છે. જે સરકારની સામાન્ય જનજાતિના લોકો પ્રત્યેની સંવેદનાને પ્રતિબિંબિત કરે છે.
અંબાજીથી ઉમરગામ સુધી વસવાટ કરતા આદિવાસી સમાજના લોકોને પાણી, સ્વાસ્થ્ય, આરોગ્ય, સિંચાઈ, સ્વચ્છતા, દૂરસંચાર સહિતની સગવડો સરકાર દ્વારા કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સુપેરે પૂરી પાડી છે. રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિકાસ માટે રૂ.૧૫ હજાર કરોડની વિકાસ યોજનાઓનું આયોજન કરવામાં આવેલું છે. તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.
મંત્રીશ્રીએ પદ્મશ્રીથી સન્માનિત હીરબાઈ લોબીનું ઉદાહરણ રજૂ કરીને જણાવ્યું હતું કે, જ્યારે તમે અન્યની સહાય કરો છો ત્યારે એવા કાર્યમાં ઈશ્વર પણ સહાય કરતો હોય છે. સદ્કાર્યોની ગતિ કોઈ દિવસ રોકાતી નથી. તેવું હીરબાઈના જીવનમાંથી પ્રતિપાદિત થાય છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ દેશનું નેતૃત્વ સંભાળ્યા બાદ એવું કહ્યું હતું કે, મારી સરકાર છેવાડાના અંતિમ ચરણમાં વસતા લોકોની સરકાર છે. એમના સુધી જનહિતલક્ષી યોજનાઓ પહોંચાડવાની જવાબદારી અમારી સરકારની છે. જે એમણે સાબિત કરી બતાવ્યું છે. જનજાતિ સમૂદાયને સરકારની વિશેષ યોજનાઓનો લાભ વધુને વધુ કઈ રીતે મળે એવો પ્રયત્ન વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવ્યો છે.
GCCIની બેંકિંગ અને ફાઇનાન્સ કમિટી અને MSME કમિટી ના સંયુક્ત ઉપક્રમે તા: 2જી જાન્યુઆરી, 2025ના રોજ GCCI ખાતે નિકાસ અને આયાત વેપારમાં સુવિધાઓ અને તકો પર એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાવરકુંડલાના છેવાડાનું વણોટ ગામે 68 લાભાર્થીઓને જાહેર હરાજી થી આપેલા પ્લોટોનું સનદ વિતરણ કરતા ધારાસભ્ય કસવાલા.
એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન ટિકિટ- OPRS દ્વારા કુલ રૂ. ૧,૦૩૬ કરોડથી વધુની આવક મેળવી.