અમદાવાદ મંડળની ત્રણ પૅસેન્જર ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયબદ્ધતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશથી મહેસાણા-પાટણ પૈસેન્જર, પાટણ-મહેસાણા પૈસેન્જર, અને પાટણ-સાબરમતી ડેમૂ ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં 10 એપ્રિલ 2025 થી ફેરફાર કરવામાં આવ્યા છે. જેની વિગતો માટે વધુમાં વાંચો.
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયબદ્ધતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશથી મહેસાણા-પાટણ પૈસેન્જર, પાટણ-મહેસાણા પૈસેન્જર, અને પાટણ-સાબરમતી ડેમૂ ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં 10 એપ્રિલ 2025 થી ફેરફાર કરવામાં આવ્યા છે. જેની વિગતો નીચે પ્રમાણે છે :
1. ટ્રેન નંબર 59483 મહેસાણા-પાટણ પૈસેન્જર, મહેસાણા થી 12:10 કલાકને બદલે 12:30 કલાકે ઉપડશે તથા 12:42 કલાકે ધીનોજ, 12:49 કલાકે સેલાવી, 12:56 કલાકે રણુજ, 13:02 કલાકે સંખઈ તથા 13:20 કલાકે પાટણ પહોંચશે.
2. ટ્રેન નંબર 59476 પાટણ-મહેસાણા પૈસેન્જર, પાટણ થી 16:40 કલાકને બદલે 16:25 કલાકે ઉપડશે તથા 16:31 કલાકે સંખઈ, 16:37 કલાકે રણુજ, 16:46 કલાકે સેલાવી, 16:53 કલાકે ધીનોજ તથા 17:15 કલાકે મહેસાણા પહોંચશે.
3. ટ્રેન નંબર 79436 પાટણ-સાબરમતી ડેમૂ પાટણ થી 12:30 કલાકને બદલે 12:10 કલાકે ઉપડશે તથા 12:16 કલાકે સંખઈ, 12:22 કલાકે રણુજ, 12:30 કલાકે સેલાવી, 12:39 કલાકે ધીનોજ 13:00 કલાકે મહેસાણા 13.19 કલાકે આંબલિયાસણ, 13:30 કલાકે ડાંગરવા, 13:38 કલાકે ઝુલાસણ, 13:54 કલાકે કલોલ તથા 14.45 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેનનો કલોલ અને સાબરમતી વચ્ચે આગમન-પ્રસ્થાનનો સમય યથાવત રહેશે.
યાત્રીઓને જણાવવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના રોકાણ, માર્ગ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
કુવામાંથી એકસાથે 5 મૃતદેહ બહાર કાઢવામાં આવતા ગામમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસ ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ કે મહિલાએ તેના બાળકો સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કેમ કરી. પોલીસ ટીમ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર તારીખ 03.04.2025 ના રોજ મંડળ રેલ ઉપભોક્તા ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC) ની દ્વિતીય બેઠકનું આયોજન મંડળ રેલવે મેનેજર કચેરી, અમદાવાદમાં કરવામાં આવ્યું.
પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ગીર સોમનાથના ખેડૂતો જાગૃત બની વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. વૈજ્ઞાનિક તારણો અનુસાર પ્રાકૃતિક ખેતી થકી કુદરતી રીતે જમીનનો ઑર્ગેનિક કાર્બન વધારી શકાય છે.