છોટે ટપ્પુએ આ કારણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને અલવિદા કહ્યું હતું, કર્યો ખુલાસો
TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં, ભવ્ય ગાંધી પ્રથમ વખત ટપ્પુના રોલમાં જોવા મળ્યા હતા. પરંતુ થોડા વર્ષો પછી તેણે શોને અલવિદા કહી દીધું હતું.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ છેલ્લા 15 વર્ષથી દેશનો લોકપ્રિય શો બની રહી છે. આ શોના દરેક પાત્રોને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. આ શોના દરેક કલાકારો હર ઘરમાં ફેમસ થઈ ગયા છે. ઘણા કલાકારોએ આ શોને અલવિદા કહી દીધું છે, પરંતુ દર્શકોએ નવા કલાકારોને એટલો જ પ્રેમ આપ્યો છે જેટલો જૂના કલાકારોને આપ્યો હતો. આ શોની મુખ્ય અભિનેત્રી દયાબેને ઘણા સમય પહેલા શો છોડી દીધો હતો. થોડા સમય પહેલા તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ પણ આ શોને છોડી દીધો હતો.
વર્ષોથી શોના કલાકારોમાં ઘણા ફેરફારો થયા છે, પરંતુ આજે પણ, ચાહકો છોટે ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધીની વિદાયથી સૌથી વધુ દુઃખી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 9 વર્ષ કામ કર્યા બાદ ભવ્યે શો છોડવાનો નિર્ણય લીધો હતો.
ભવ્ય તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થઈ ગયો હતો. તે એક સમયે ટીવીનો સૌથી વધુ કમાણી કરતો બાળ કલાકાર હતો. તેણે ફિલ્મોમાં કરિયર બનાવવા માટે શો છોડી દીધો હતો. મીડિયાના અહેવાલ મુજબ ભવ્યએ એક ઈન્ટરવ્યુમાં શો છોડવાની વાત કરી હતી. તેણે કહ્યું હતું- લોકપ્રિયતાના કારણે નથી, મેં ક્યારેય લોકપ્રિયતા વિશે વિચાર્યું નથી. તે આપોઆપ મારી સાથે આવી. એ ન હોત તો પણ હું ખુશ હોત. જો કંઈક કરવાથી મને આનંદ થાય છે, તો હું તે કરીશ.
ભવ્યએ આગળ કહ્યું- મને બીજું કંઈ ખબર નથી. હું જે માટે આવ્યો છું તે જ કરવા માંગુ છું. જો રિપોર્ટ્સનું માનીએ તો ભવ્યને એક એપિસોડ માટે 10,000 રૂપિયા ફી મળતી હતી.જણાવી દઈએ કે ભવ્ય હાલમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે. તેણે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં પણ નામ કમાવ્યું છે.
Poonam Dhillon: 80 અને 90ના દાયકાની જાણીતી અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરમાં ચોરી થઈ હતી. ચોરે અભિનેત્રીના ઘરમાંથી હજારો રૂપિયા રોકડા, હીરાનો હાર અને કેટલીક કિંમતી વસ્તુઓની ચોરી કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
પ્રસિદ્ધ ગાયક-રેપર યો યો હની સિંહે તાજેતરમાં પાકિસ્તાની ગાયક-અભિનેતા આતિફ અસલમ સાથે હૃદયસ્પર્શી મુલાકાત કરી હતી, જેમને તેમણે તેમના "સરહદ ભાઈ" તરીકે ઓળખાવ્યા હતા
મુંબઈના ખારમાં બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ ધિલ્લોનના ઘરેથી ચોરીના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીની ઓળખ 37 વર્ષીય સમીર અંસારી તરીકે થઈ છે.