સિટીએ ભારત માટે ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર પદે જીગર શાહની નિમણૂક કરી
સિટીએ તેની ભારત ફ્રેન્ચાઈઝી માટે ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર તરીકે જીગર શાહની નિમણૂક કરી હોવાની જાહેરાત કરી છે. જીગર 1 જૂન, 2024થી આ પદ પર ફરજ બજાવી રહ્યા છે. જીગર ભારતમાં નાણાકીય બાબતો માટે સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ તરીકે સેવા આપશે.
મુંબઈઃ સિટીએ તેની ભારત ફ્રેન્ચાઈઝી માટે ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર તરીકે જીગર શાહની નિમણૂક કરી હોવાની જાહેરાત કરી છે. જીગર 1 જૂન, 2024થી આ પદ પર ફરજ બજાવી રહ્યા છે. જીગર ભારતમાં નાણાકીય બાબતો માટે સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ તરીકે સેવા આપશે. તેઓ ભારત માટે સિટી કંટ્રી ઓફિસર આશુ ખુલ્લરને પણ વ્યૂહાત્મક ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ સેગમેન્ટમાં ટેક પ્રદાન કરવાની સાથે ભારતીય ઉપખંડ માટે બેન્કિંગ હેડ તરીકે સેવા આપશે.
જીગર પાસે ફાઈનાન્સિયલ, રેગ્યુલેટરી, રિપોર્ટિંગ, ઓડિટ, રેગ્યુલેટરી એક્ઝામિનેશન્સ સહિત નાણાકીય ભૂમિકા ઉપરાંત સિટીના બિઝનેસ માટે વ્યૂહાત્મક નાણાકીય પહેલોનું સંચાલન કરવા સહિત વિવિધ સેગમેન્ટમાં 19થી વધુ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ ફેબ્રુઆરી 2024થી ભારત માટે વચગાળાના CFO તરીકે સેવા આપી રહ્યા હતા.
આશુ ખુલ્લરે જણાવ્યું હતું કે, “ભારતમાં અમારા બિઝનેસમાં જીગર ઉંડુ જ્ઞાન અને ફાઈનાન્સિયલ મેનેજમેન્ટમાં ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડ તેમને આ નિર્ણાયક ભૂમિકા માટે લાયક બનાવે છે. તેમની નિમણૂક મજબૂત ફાઈનાન્સિયલ લીડરશીપ પ્રદાન કરશે, તેમજ ભારતમાં અમારા ગ્રાહકોને પ્રીમિયમ સેવાઓ પહોંચાડવાની અને સ્ટ્રેટેજીને વેગ આપશે."
સિટીના એશિયા સાઉથ ક્લ્સ્ટર માટેના સીઈઓ મુઈ-ઈંગ ટિઓએ જણાવ્યું હતું કે, “મને વિશ્વાસ છે કે, જીગરની નિપુણતા ભારતીય બજારમાં સિટીના વ્યૂહાત્મક ગ્રોથને અમૂલ્ય ટેકો આપશે. તેમનું નેતૃત્વ અમારા બિઝનેસમાં નાણાકીય શિસ્તતા પર ફોકસ કરવાની ખાતરી આપે છે."
ભારતીય ઉપખંડના એચઆર હેડ અને સિટી ઈન્ડિયા ચીફ એચઆર ઓફિસર આદિત્ય મિત્તલે જણાવ્યું હતું કે, “સિટીમાં નાણાકીય ક્ષેત્રે જીગર વિવિધ લીડરશીપની ભૂમિકા ભજવી ચૂક્યા છે. સંબંધિત અનુભવ અને નિપુણતા તેમને નવી ભૂમિકા સ્વીકારવા સજ્જ બનાવે છે. તેમની નિમણૂક એ એક ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે સિટી તેની આંતરિક પ્રતિભાને સંવર્ધન કરે છે અને વ્યાવસાયિક વૃદ્ધિ માટે અજોડ તકો પૂરી પાડે છે.”
જીગર શાહે કહ્યું હતું કે, “સિટી ઈન્ડિયા માટે સીએફઓ પદે પસંદગી કરવા બદલ હું ગર્વ અનુભવુ છું. જે મને અમારી લીડરશીપ ટીમ સાથે નજીકથી કામ કરવાની તેમજ ભારતીય બજાર પ્રત્યે સિટીની પ્રતિબદ્ધતાને અનુસરતાં ફાઈનાન્સિયલ લીડરશીપ તરીકે કામ કરવાની તક આપે છે.”
જીગર ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)માંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી કોમર્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. તેમની વચગાળાના CFOની ભૂમિકા પહેલાં, તેમણે સિટીના દક્ષિણ એશિયા ક્લસ્ટર માટે ક્લસ્ટર કંટ્રોલર તરીકે સેવા આપી હતી. ભારતના સીએફઓ તરીકે, જીગર સિટીના એશિયા સાઉથ ક્લસ્ટર માટે સીએફઓ મુઇ ઈંગ ટીઓને રિપોર્ટ કરશે.
ગ્રામીણ માંગ મજબૂત છે. ઓક્ટોબર-નવેમ્બર, 2024 દરમિયાન ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના વેચાણ અને સ્થાનિક ટ્રેક્ટરના વેચાણમાં અનુક્રમે 23.2 ટકા અને 9.8 ટકાની વૃદ્ધિથી આનો અંદાજ લગાવી શકાય છે. શહેરી માંગ વધી રહી છે.
નાણાકીય વર્ષ 2023-24માં ખાનગી ક્ષેત્રની બેંકો દ્વારા નોંધાયેલા છેતરપિંડીના કેસોની સંખ્યા કુલના 67.1 ટકા હતી. જો કે, સામેલ રકમના સંદર્ભમાં, જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) 2023-24માં તમામ બેંક જૂથો માટે કાર્ડ અને ઇન્ટરનેટ છેતરપિંડીનો સૌથી વધુ હિસ્સો ધરાવે છે.
આ વર્ષે 23 ડિસેમ્બર સુધી BSE સ્મોલકેપ ઈન્ડેક્સમાં 12,144.15 પોઈન્ટ (28.45 ટકા)નો વધારો નોંધવામાં આવ્યો છે. જ્યારે મિડકેપ ઈન્ડેક્સમાં પણ 9,435.09 પોઈન્ટ (25.61 ટકા)નો ઉછાળો નોંધાયો છે.