રાજપીપળા બેંક ઓફ બરોડા વિરુદ્ધ રિઝર્વ બેંકમા ફરિયાદ : ખાતેદારો સાથે ગેરવર્તન બદલ ફરિયાદ થઈ
બેંક કર્મચારીઓ દ્વારા ખાતેદારો સાથે ઉદ્ધતાઈ કરવા માટે પંકાયેલી બેંક ઓફ બરોડા શાખા ને પાઠ ભણાવવા ખાતેદાર અને જાણીતા પત્રકાર ઈકરામ મલકે રિઝર્વ બેન્કના દ્વાર ખખડાવ્યા.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળા ના ઈકરામ મલેક બેંક ઓફ બરોડા શાખા માં છેલ્લા 25 વર્ષ થી જોઈન્ટ એકાઉન્ટ ધરાવે છે, કોઈક કારણોસર તેઓ એ આ એકાઉન્ટ માંથી તેમની માતા નું નામ યથાવત રાખી પોતાનું નામ કમી કરવા માટે બેંક ઓફ બરોડા મા વિધિવત એપ્લિકેશન આપવા જતા બેંક તરફ થી સ્ટાફ ઓછો હોવાનું કારણ આપી અરજી સ્વીકારવાનો ઇન્કાર કરી 6 દિવસ બાદ આવવા કહ્યું હતું.
ત્યારબાદ તેઓ ની અરજી સ્વીકારી બાદમાં ઊંધું મારી તેમની માતાનું નામ કમી કરી દેવાયું છે. નિયમ પ્રમાણે ખાતા મા જેનું પ્રથમ નામ હોય તે ક્યારેય રિમુવ કરી શકાય નહી, તેથી આ મામલે તેઓ એ બેંક ના મેનેજર ને જાણ કરતા પ્રથમ તો તેઓ એ આવું થાય જ નહીં તેમ કહી પોતાની ભૂલ સ્વીકારવાનું ઇન્કાર કરી દીધું હતું, બાદ મા ટેક્નિકલ ભૂલ થઈ હોવાનું કબુલ્યું હતું.
ત્યારે હવે તમે તમારી માતા નું નવું ખાતું ખોલાવી લો એમ બેંક મેનેજર તરફ થી કહેતા ખાતેદાર ઈકરામ મલેક તેમ કરવા પણ રાજી થયા તેમ છતાં નવું ખાતું ખુલી રહ્યું ન હતું અને વારંવાર બેંક મા ધક્કા ખાવા પડતા હોઈ આખરે કંટાળીને તેમણે આ મુદ્દે મેનેજર ને ઉગ્ર રજુઆત કરતા કહ્યું કે એક નજીવા કામ માટે એક મહિના થી ધક્કા ખાઈ રહ્યા છે, તેમ છતાં તેમનું કામ કેમ નથી થઈ રહ્યું?? ત્યારે એ સમયે બેંક ના અન્ય કર્મચારીઓ ભેગા થઈ ગયા હતા અને સ્ટાફના બે કર્મચારીઓ એ ઈકરામ મલેક સાથે ઉદ્ધતાઈ કરતા કહ્યું કે એક મહિનો તો શું? 6 મહિના પણ થાય, આને બહાર કાઢો આમ કહી ખાતેદાર સાથે તોછડાઈ ભર્યું વર્તન કરતા ઈકરામ મલકે આ મામલે રિઝર્વ બેંક ઓફ ઈંડિયા ને ઓનલાઇન ફરિયાદ કરી જવાબદાર કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે.ત્યારે વારંવાર આ બેંક ગ્રાહકો સાથે નાં ખરાબ વર્તન મુદ્દે ચર્ચા માં રહી છે માટે રિઝર્વ બેન્ક આગળ શું પગલાં લે છે એ જોવું રહ્યું.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,
શિયાળાની શરૂઆત હોવા છતાં, શાકભાજીના ભાવમાં અપેક્ષિત ઘટાડો પ્રપંચી રહ્યો છે, લસણના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢના ગીરનારમાં આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ આગેવાની અંગે મહત્વનો વિવાદ ઉભો થયો છે.