અમરેલી લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર જેનીબેન ઠુંમરને જન આશિર્વાદ સભાંમાં પ્રચંડ જનસમર્થન
આજરોજ કોંગ્રેસનાં લોકસભાનાં ઉમેદવાર જેનીબેન ઠુંમર દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. આ પહેલા અમરેલીનાં કુંકાવાવ રોડ પર આવેલ "વિ.કે. ફાર્મ "ખાતે ઉમેદવારનાં સમર્થનમાં "જન આશીર્વાદ સભાં"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાંમાં સેંકડોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉમટી પડ્યા હતા.
આજરોજ કોંગ્રેસનાં લોકસભાનાં ઉમેદવાર જેનીબેન ઠુંમર દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. આ પહેલા અમરેલીનાં કુંકાવાવ રોડ પર આવેલ "વિ.કે. ફાર્મ "ખાતે ઉમેદવારનાં સમર્થનમાં "જન આશીર્વાદ સભાં"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાંમાં સેંકડોની સંખ્યામાં કાર્યકર્તા ઓ અને સમર્થકો ઉમટી પડ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ચુંટણીમાં અમરેલી બેઠક પર ભાજપ ખુબજ રક્ષણાત્મક સ્થિતિમાં હોય તેમ મોળો મોળો પ્રચાર કરી રહ્યું છે. એક તરફ કોંગ્રેસનાં ઉમેદવાર મીડિયા સામે આવી અમરેલી જિલ્લાનાં વિકાસ માટેનાં પોતાના આયોજનની ચર્ચા કરી રહ્યા છે.ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે, જનસંપર્ક કરી રહ્યા છે તેની બીજી તરફ ભાજપ અને તેનાં ઉમેદવાર મીડિયાથી દુર ભાગતા હોય તેવું ચિત્ર ઉભું થઈ રહ્યું છે.
અમરેલી જિલ્લામાં ભાજપ કાં તો "અતિ આત્મવિશ્વાસ "માં છે અથવા તો" કંઈક કાચું કપાયા "ની મનોસ્થિતિમાં હોય તેમ પ્રચાર કરવાનાં મહત્વપૂર્ણ તબક્કે હજુ પણ હતપ્રભ અવસ્થા માં હોય તેમ લાગી રહ્યું છે. અમરેલી જિલ્લા ની આ સ્થિતિ કંઈક પરિવર્તન નો સંકેત તો નથી ને? તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.