દાહોદ જિલ્લો વિકસીત ભારત સંકલ્પ યાત્રા માટે સજ્જ: કલેક્ટર શ્રી ઉત્સવ ગૌતમની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
દાહોદ જિલ્લો વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે સજ્જ છે, જે સરકારી યોજનાઓ અને પહેલોને પ્રોત્સાહન આપવા માટે દેશવ્યાપી અભિયાન છે. યાત્રાની તૈયારીઓ અને ઉદ્દેશ્યો અંગે ચર્ચા કરવા કલેક્ટર શ્રી ઉત્સવ ગૌતમની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. અહીં વધુ જાણો.
લીમખેડા (પ્રતિનિધિ રાવલ દાહોદ): કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃત્તિ અર્થે દાહોદ જિલ્લામાં તા. ૧૫ નવેમ્બર ૨૦૨૩ના રોજથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું શુભારંભ થયો છે જે સંદર્ભે’ ઇન ચાર્જ કલેકટર શ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
બેઠકમાં ઇન ચાર્જ કલેકટર શ્રી ઉત્સવ ગૌતમ એ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભો લોકો સુધી પહોંચે અને જનજાગૃત્તિ કેળવાય તે માટે દાહોદ જિલ્લાના બધા તાલુકાના ગામડાઓમાં તા. ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ સુધી દરરોજ વિકાસ યાત્રા પરિભ્રમણ કરશે. તે માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ બનાવાયેલી સમિતિની કામગીરી અંગે માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કર્યા હતા. વધુમાં તેમણે આઈટી પોર્ટલ ઉપર ડેટા અપલોડ કરવા, લાભોનું વિતરણ, રૂટ પ્લાન, નોડલ ઓફિસરોની નિમણૂક, યાત્રા ગામમાં પહોંચે ત્યારે કાર્યક્રમના આયોજન માટે સ્ટાફની ફાળવણી સહિતની વિગતો ચકાસી હતી.
વધુમાં સરકારની ૧૭ જેટલી વિવિધ યોજનાઓનો વિશેષ પ્રચાર પ્રસાર કરવા માટે જણાવ્યું હતું. જે ગામમાં યાત્રા પહોંચે ત્યાં હેલ્થ કેમ્પ, પીએમજેએવાય કાર્ડ વિતરણ, સિકલસેલ, ટીબીના દર્દીઓનું સ્ક્રીનીંગ, ક્વિઝ કોમ્પિટિશન, ‘મેરી કહાની મેરી જુબાની’, ‘ધરતી કહે પુકાર કે’, સ્વચ્છ્તા સોંગ જેવા કાર્યક્રમો કરી યાત્રાનો હેતુ સફળતાપૂર્વક સાર્થક થાય અને ગામડાઓમાં યોજાનારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તે ખૂબ મહત્વનું છે એમ જણાવી તે મુજબ કામગીરી કરવા જણાવ્યું હતું.
ઇન ચાર્જ જિલ્લા કલેકટરશ્રી ઉત્સવ ગૌતમ એ તમામ સંલગ્ન અધિકારીઓને જણાવ્યું હતું કે, જે અધિકારી કે કર્મચારીઓને કામગીરી ફાળવવામાં આવી હોય તેમના નામ પ્રમાણે ડ્યુટી વાઈઝ ઓર્ડર કરવા આવે. આ સિવાય વિવિધ ખાતાઓને ‘મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ સક્સેસ સ્ટોરી માટે માર્ગદર્શન આપ્યું હતું. આ યાત્રા દરમિયાન ગામડાઓમાં યોજાનારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે અને દરેક ગામમાં સરકારી યોજનાના લાભર્થીઓને નક્કી કરી જે તે દિવસે સ્થળ પર જ લાભો વિતરણ કરવા અંગે જણાવ્યું હતું. કોઇ પણ લાભાર્થી સરકારશ્રીના લાભથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદારશ્રી સ્મિત લોઢા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી.એમ. પટેલ, નાયબ પોલીસ શ્રી સિદ્ધાર્થ, મદદનીશ વન સંરક્ષક શ્રી અભિષેક શામરીયા, પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફીસરશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જબરજસ્ત માંગને કારણે, કોલ્ડપ્લેએ અમદાવાદમાં બીજા કોન્સર્ટની જાહેરાત કરી છે, જે 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડીંગમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 65 વર્ષીય મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું
જામનગર શહેરના રામેશ્વર નગર ચોક ખાતે આવેલ હનુમાન મંદિર પાસે ગઈકાલે રાત્રે એક ઝડપી કારે કાબુ ગુમાવતા મકાનની દિવાલ સાથે અથડાતા કરૂણ અકસ્માત સર્જાયો હતો.