અન્નપૂર્ણા સહાય યોજના હેઠળ ૫૧ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજકીટનું વિતરણ
દર મહીને શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી કુલ ૪૫ લાભાર્થીઓને અનાજકીટ આપવામાં આવે છે. જ્યારે પ્રતિ મહીને મંડળ તરફથી ૬ લાભાર્થીઓને અનાજકીટ અપાતી હોય છે.
દર મહીને શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી કુલ ૪૫ લાભાર્થીઓને અનાજકીટ આપવામાં આવે છે. જ્યારે પ્રતિ મહીને મંડળ તરફથી ૬ લાભાર્થીઓને અનાજકીટ અપાતી હોય છે.
તા.૩૦/૧૧/૨૦૨૪ને શનિવારના રોજ શ્રી અંધ અભ્યુદય મંડળ અને શ્રી અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ અનાજકીટ વિતરણ કાર્યક્રમમાં શ્રી મહેશભાઈ સી.પાઠક, શ્રી હસમુખભાઈ જી. ધોરડા, શ્રી અંકિતાબેન એલ. ચૌહાણ, શ્રી હર્ષ એન. ધ્રાંગધરિયાનાં વરદ હસ્તે અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાનાં પ્રમુખ શ્રી લાભુભાઈ ટી. સોનાણીએ જણાવ્યું હતું કે આગામી ૨૦૨૫ નાં વર્ષમાં પણ શ્રી મુકેશભાઈ ઓઝા અને તેમના મિત્ર પરિવાર દ્વારા અનાજકીટ માટે અનુદાન આપવાની સંમતી મળી છે તેને હું અંતરનાં ભાવથી વધાવું છું. શ્રી મુકેશભાઈ ઓઝા અમારા સ્નેહી અને પ્રવૃતિઓનાં ખરા સંચાલકબળ બની પોતાની પવિત્ર લક્ષ્મીની લ્હાણી કરી રહ્યા છે. તે બદલ તેમનો અને પરિવારનો હું અંતરથી આભાર માનું છું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી શ્રી હસમુખભાઈ જી. ધોરડાએ કર્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં આગામી મહાકુંભ માટે શનિવારે ગાંધીનગરથી 'વોટર એમ્બ્યુલન્સ'ને લીલી ઝંડી બતાવી હતી. મહા કુંભ 2025 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે.
GCCIની બેંકિંગ અને ફાઇનાન્સ કમિટી અને MSME કમિટી ના સંયુક્ત ઉપક્રમે તા: 2જી જાન્યુઆરી, 2025ના રોજ GCCI ખાતે નિકાસ અને આયાત વેપારમાં સુવિધાઓ અને તકો પર એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાવરકુંડલાના છેવાડાનું વણોટ ગામે 68 લાભાર્થીઓને જાહેર હરાજી થી આપેલા પ્લોટોનું સનદ વિતરણ કરતા ધારાસભ્ય કસવાલા.