ડૉ. મનસુખ માંડવિયા તા.૨૯ અને ૩૦ માર્ચના રોજ જુનાગઢ અને રાજકોટના પ્રવાસે
તા. ૨૯ અને ૩૦ માર્ચ ૨૦૨૫ના રોજ કરશે વિવિધ વિસ્તારની મુલાકાત મેંદરડા ખાતે યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં આપશે હાજરી.
૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા.૨૯ અને ૩૦ માર્ચના રોજ જુનાગઢ અને રાજકોટના પ્રવાસ અર્થે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ તા.૨૯ માર્ચ ૨૦૨૫, શનિવારના રોજ સવારે ૧૦ વાગ્યે મેંદરડા ખાતે યોજાનાર ‘સેવાસેતુ’ કાર્યક્રમમાં હાજરી આપશે અને લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. સેવા સેતુ કાર્યક્રમ બાદ તેઓ મેંદરડા ખાતે શોરૂમના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપનાર છે.
શનિવાર બપોરે તેઓ વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન કરવા જનાર છે. જેમાં બપોરે ૩ વાગ્યે સમઢીયાળા ગંગેડી આશ્રમ ખાતે દર્શન કરશે. ત્યારબાદ તેઓ બપોરે ૩:૩૦ વાગ્યે ખોરસા ખાતે આવેલ તિરુપતિ બાલાજી મંદિર ખાતે દર્શન કરશે. બપોરે ૦૪:૦૦ વાગ્યે સોનલ ધામ, મઢડા ખાતે મુલાકાત લઇ દર્શન કરશે.
સાંજે ૫ વાગ્યે તેઓ મંત્રીશ્રી માર્કેટિંગ યાર્ડ, વંથલી ખાતે નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો તથા સ્થાનિક કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે અને માર્ગદર્શન આપશે. વંથલી ખાતે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ જુનાગઢ ખાતે શહેર ભાજપ કાર્યાલયની મુલાકાત લેશે જ્યાં જુનાગઢ મહાનગરના કોર્પોરેટરો સાથે બેઠક કરશે અને માર્ગદર્શન આપશે.
તા. ૩૦ માર્ચ ૨૦૨૫, રવિવારના રોજ તેઓ સવારે ૭ વાગ્યે સ્થાનીકો સાથે ‘Sunday on Cycle’ કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે ૧૦ થી બપોરે ૩ વાગ્યા સુધી તેઓ ઉપલેટા ખાતે આવેલ ‘ગોરસ’ સાંસદ કાર્યાલય, ઉપલેટા, રાજકોટ ખાતે નવા રાજકોટની વિવિધ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો તથા સ્થાનિક કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે અને માર્ગદર્શન આપશે.
IIM અમદાવાદે દુબઈમાં તેના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસના ઉદઘાટનની જાહેરાત કરી છે જે સપ્ટેમ્બર 2025 થી શરૂ થવાનું છે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓના વૈશ્વિક વિસ્તરણમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.
રાજ્યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના ઈનામ વિતરણ સમારોહમાં આયોજક અને વિજેતાઓને અભિનંદન પાઠવી સંસ્કાર સિંચનના કાર્યમાં યુવાઓની ભાગીદારી ખૂબ જરૂરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
જાન્યુઆરીમાં, સુપ્રીમ કોર્ટે આસારામને રાહત આપી હતી અને તેમને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. તેમના વચગાળાના જામીનનો સમયગાળો પૂરો થવાનો હતો.